________________
૧૯૨
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર છે. ‘“હું કંઈ જાણતો ન હતો’’ એવું જે અજ્ઞાન ભાસે છે તે મૂલાજ્ઞાન નથી. એ અજ્ઞાન અનેકવિષયક હોઈ અવસ્થાઅજ્ઞાન છે, ‘કંઈ (નિશ્ચિત)’ પદ દ્વારા અનેકવિષય જ કહેવાયા છે. અજ્ઞાત અનેકવિષય અવસ્થાઅજ્ઞાનના નિરૂપક છે. અજ્ઞાત શુદ્ધચૈતન્ય જ મૂલાજ્ઞાનનું નિરૂપક છે. અને અજ્ઞાત અમુક વિશેષ વિષય તુલાજ્ઞાનનો નિરૂપક છે, અર્થાત્ અજ્ઞાત ઘટ કે પટ ઘટવિષયક કે 'પવિષયક તુલાજ્ઞાનનો નિરૂપક છે. અજ્ઞાત અનેકવિષયવિરોષિત અજ્ઞાન જ અવસ્થાઅજ્ઞાન છે. ‘હું કંઈ જાણતો ન હતો’ એમ ઉલ્લેખાતું અજ્ઞાન મૂલાજ્ઞાન પણ નથી કે તુલાજ્ઞાન પણ નથી પરંતુ અવસ્થાઅજ્ઞાન છે. અનેકવિષયવિરોષિત અવસ્થાઅજ્ઞાન, જે સુષુપ્તિદશામાં અનુભવાતું હતું તે, જાગ્રતત્કાળે વિષયનું જ્ઞાન થવાથી રહી શકે નહિ. સુષુપ્તિમાં અજ્ઞાત અનેકવિષયમાંથી કેટલાક વિષયનું જ્ઞાન જાગ્રર્દશામાં થાય છે. તેથી સુષુપ્તિદશામાં અનુભવાતું અવસ્થાઅજ્ઞાન જાગ્રર્દશામાં વિદ્યમાન હોતું નથી. જે વિદ્યમાન ન હોય તેનો અનુભવ પણ સાક્ષી કરી શકે નિહ. સાક્ષી વિદ્યમાનમાત્રગ્રાહી છે. સાક્ષી સ્વસંસૃષ્ટ (સ્વસનિકૃષ્ટ) વસ્તુનો જ પ્રકારાક બને છે. જાગ્રત્કાલે સાક્ષી અતીત અવસ્થાઅજ્ઞાન સાથે સંસૃષ્ટ હોતો નથી. તેથી સુષુપ્તદશામાં અનુભૂત અને જાગ્રત્કાળે અતીત અજ્ઞાનમાં સવિષયકત્વ અને અજ્ઞાનત્વ ધર્મદ્રયનું વૈશિષ્ટ્ય જાગ્રત્કાળે સાક્ષી ગ્રહણ કેવી રીતે કરે ૧૪૫
આવી આપત્તિના ઉત્તરમાં ન્યાયરત્નાવલીકારે નીચે પ્રમાણે કહ્યું છે. અભાવનું પ્રત્યક્ષ પ્રતિયોગી અને અનુયોગી એ બંનેથી વિશિષ્ટરૂપે તેમ જ અભાવત્વ વિશિષ્ટરૂપે થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં ભાસતો અભાવ નિયતપણે પ્રતિયોગી-અનુયોગીવિશિષ્ટરૂપે અને અભાવત્વધર્મવિશિષ્ટરૂપે ભાસે છે. વળી, જ્ઞાનના પ્રત્યક્ષમાં જ્ઞાન પણ સવિષયકત્વ અને જ્ઞાનત્વ એ બે ધર્મથી વિશિષ્ટરૂપે ભાસે છે. અભાવનું પ્રત્યક્ષ અને જ્ઞાનનું પ્રત્યક્ષ નિયતપણે સવિકલ્પક હોય છે, પણ નિર્વિકલ્પક હોતું નથી. તેવી જ રીતે, અજ્ઞાનનું પ્રત્યક્ષ પણ સવિષયક્ત્વ અને અજ્ઞાનત્વ એ બે ધર્મોથી વિશિષ્ટરૂપે જ થાય છે અર્થાત્ અજ્ઞાનનું પ્રત્યક્ષ પણ ઉક્ત ધર્મદ્રયથી વિશિષ્ટરૂપે સવિકલ્પક હોય છે પણ નિર્વિકલ્પક હોતું નથી. શુદ્ધ અજ્ઞાનનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ હોતું નથી. જેમ અભાવ અને જ્ઞાન નિર્વિકલ્પકપ્રત્યક્ષવેદ્ય નથી તેમ અજ્ઞાન પણ નિર્વિકલ્પક પ્રત્યક્ષવેદ્ય નથી. સુપ્તોત્થિત પુરુષને ‘હું કંઈ પણ જાણતો ન હતો’ એવી અજ્ઞાનની જે સ્મૃતિ થાય છે તેમાં અજ્ઞાનનું સવિષયકત્વ અને અજ્ઞાનત્વ એ બે ધર્મથી વિશિષ્ટરૂપે જ સ્મરણ થાય છે. તેથી આ સ્મૃતિનું કારણ જે અનુભવ છે તે પણ સવિષયકત્વ અને અજ્ઞાનત્વ ધર્મદ્રયવિશિષ્ટ અજ્ઞાનવિષયક જ હોય એ અવશ્ય સ્વીકારવું જોઈએ. તેથી સુષુપ્તિકાળે અજ્ઞાનની અનુભૂતિ પણ ઉક્ત ધર્મદ્રયથી વિશિષ્ટરૂપે જ થાય છે અને એટલે એ સવિકલ્પક અનુભવ જ છે.
અહીં કોઈ આપત્તિ આપે છે કે સુષુપ્તિકાળે અહંકાર ન હોવાથી સુષુપ્તિકાળે સવિકલ્પક અનુભવ થવો કેવી રીતે સંભવે ?
આના સમાધાનમાં ન્યાયરત્નાવલીકાર આગળ નીચે મુજબ જણાવે છે. સુષુપ્તિમાં સવિષયકત્વ અને અજ્ઞાનત્વ એ બે ધર્મનો સંસર્ગ અજ્ઞાનમાં અવશ્ય ભાસે છે. એ બે ધર્મના સંસર્ગથી અતિરિક્ત બીજો કોઈ સંસર્ગ સુષુપ્તિકાળે અજ્ઞાનમાં ભાસતો નથી. આ બે ધર્મોના સંસર્ગ સિવાય બીજા કોઈ પણ ધર્મનો સંસર્ગ પ્રતીત થતો હોય તો જ અહંકારની અપેક્ષા રહે. અહંકાર ન હોવાથી ઉક્ત બે ધર્મોના સંસર્ગ સિવાય અન્ય કોઈ પણ સંસર્ગ અર્થાત્ દેશકાલાદિનો