________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
૧૮૫ બ્રહ્મચેતન્યને સ્વપ્નાધ્યાસનાં અધિષ્ઠાનો તરીકે સ્વીકાર્યો હોવા છતાં બંને સ્થળે મૂલાજ્ઞાન જ સ્વપ્નાધ્યાસનું પરિણામી ઉપાદાન છે, તેઓ અવસ્થાઅજ્ઞાનને સ્વપ્નાધ્યાસનું પરિણામી ઉપાદાન સ્વીકારતા નથી. અન્તઃકરણકે અહંકારથી ઉપહિત જીવસાણીરૂપ ચેતન્ય અનાવૃતસ્વભાવ હોઈ સ્વપ્ન અધ્યસ્ત ગજતુરગાદિ સાક્ષાત્ સાક્ષીસમ્બદ્ધ હોય છે, તેથી તે તે પુરુષ આગળ અપરોક્ષ હોય છે, આમ સ્વપ્નાધ્યાસનું અસાધારણત્વ રક્ષિત રહે છે. બ્રહમૈતન્ય અધિષ્ઠાન હોય તો સ્વપ્નાધ્યાસ સાધારણ બની જવાની આપત્તિ આવે. તેથી જીવસાચેતન્ય જ સ્વખાધ્યાસનું અધિષ્ઠાન છે અને આ પક્ષ જ વધુ યોગ્ય હોઈ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અહીં એવી આશંકા કરવામાં આવે છે કે જો જીવસાણીચેતન્યને સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન સ્વીકારવામાં આવે તો સ્વપ્નમાં ‘આ ગજ’ એવી પ્રતીતિન થતાં હું ગજ એવી પ્રતીતિ થવી જોઈએ. આ આશંકાના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે જીવસાક્ષીચેતન્યમાં અધ્યસ્તગજાદિમાં અભેદાવભાસન હોતાં જે ભેદાવભાસ થાય છે, અર્થાત્ હું ગજ એવી પ્રતીતિને બદલે ‘આ ગજ’ એવી જે પ્રતીતિ થાય છે, સ્વપ્નમાં સાક્ષી ચેતન્યથી અધ્યક્ત ગજાદિ ભિન્નરૂપે જે પ્રતીત થાય છે, તે મેંદ પણ સ્વપ્નકલ્પિત છે, સ્વપ્નકલ્પિત ભેદ દ્વારા જ ભિન્નરૂપે પ્રતીત થાય છે. સ્વાખ ગજાદિ તત્કાલે આરોપિત ભેદ દ્વારા જે ભિન્નરૂપે પ્રતીત થાય છે, એટલે હું ગજ એવી પ્રતીતિની આપત્તિ આવતી નથી. આની સામે કહેવામાં આવે છે કે તેમ છતાં મારામાં ગજ’ એવી પ્રતીતિ થવી ઉચિત છે પરંતુ આ ગજ’ એવી સ્વતંત્ર પ્રતીતિ થવી ઉચિત નથી કારણ કે સ્વપ્ન ગજાદિ જીવસાણીચેતન્યમાં અધ્યસ્ત છે. વળી, સ્વાખ ગજાદિ જીવસાક્ષીચેતન્યદેશ પ્રતીત થવાને બદલે બાહ્યદેશમાં પ્રતીત થાય છે. તેથી સ્વાખ ગજાદિનું અધિષ્ઠાન જીવસાક્ષીચેતન્ય હોય તે ઉચિત નથી.
આના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે સ્વપ્ન ગજાદિ જે બાહ્યદેશમાં પ્રતીત થાય છે તે બાહ્યદેરા, • બાહ્યદેશથી સ્વાખ ગજાદિનો ભેદ, ખગજાદિનું સ્વાતંત્ર્ય અને સ્વાતંત્ર્યની સાથે સ્વાખગજાદિનો
સંસર્ગ વગેરે બધું તત્કાલે માયાવિકૃમ્મિત હોય છે. આ બધી વાતો સિદ્ધાન્તબિંદુમાં મધુસૂદન સરસ્વતીએ બરાબર કહી છે." | 'કેટલાક આચાર્યો મૂલાશાનાવચ્છિન્ન બ્રહ્મચૈતન્યને અખાધ્યાસનું અધિષ્ઠાન ન ગણી મનોવચ્છિન્ન બ્રહ્મચેતન્યને જ સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન ગણે છે."
પ્રસંગતઃ સ્વપ્નાધ્યાસ વિશે કંઈક વિચાર ર્યો. પરંતુ વિશેષ આલોચ્ય વિષય તો સુષુપ્તિ છે. સુષુપ્તિ વિશે અદ્વૈતસિદ્ધિમાં મધુસૂદને કહ્યું છે કે સિદ્ધાન્તબિંદુમાં મેં આ વિષયની વિરાદરૂપે ચર્ચા કરી છે. સુષુપ્તિદશામાં ભાવભૂત અજ્ઞાન સાલી દ્વારા અનુભૂત બને છે. તેથી જ સુખોસ્થિત પુરુષને અનુભૂત અજ્ઞાનનું સ્મરણ થાય છે. સૌષુપ્ત સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અજ્ઞાન સિદ્ધ થાય છે. સુષુપ્તિમાં થતા અજ્ઞાનના પ્રત્યક્ષ વિશે સિદ્ધાન્તબિંદુમાં કઈ કઈ વિરોષ વાતો કહેવામાં આવી છે તેનો વિચાર આપણે હવે કરીશું. - સિદ્ધાન્તબિંદુકારે કહ્યું છે કે કારણમાત્રનો ઉપલંભ જ સુષુપ્તિ છે. જ્યારે વાસના સહિત અન્તઃકરણ કારણરૂપે અવસ્થાન કરે છે ત્યારે જીવ વિશ્રાન્ત થાય છે. જાગદશામાં અને સ્વપ્નદશામાં પ્રાન્ત થયેલ જીવનું વિશ્રામસ્થાન જ સુષુપ્તિ છે. અહીં મધુસૂદને જે “કારણમાત્રોપલંભ’ કહ્યું છે તેનો અભિપ્રાય એ છે કે સ્કૂલ અને સૂક્ષ્મ દેહદ્રયના અનુપલંભથી વિશિષ્ટ એવો કારણોપલંભવિશેષ જ કારણમાત્રપલંભ છે, “યથાશ્રુત કારણમાત્રનો ઉપલંભ એવો