________________
૧૮૪
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર
કારણ
અહીં આપત્તિ એ આવે કે સ્વપ્નાધ્યાસનું ઉપાદાન અવસ્થાઅજ્ઞાન જાગ્રતત્કાલીન જ્ઞાન દ્વારા બાંધિત થતાં ફરીથી તે જ પુરુષને સ્વપ્ન ન આવવું જોઈએ, કારણ કે સ્વપ્નાધ્યાસનું ઉપાદાન અવસ્થાઅજ્ઞાન જાગ્રત્કાલીન જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયું છે. આવી આપત્તિ અસંગત છે, કે શુક્તિજ્ઞાન દ્વારા અધ્યસ્ત રજતનું ઉપાદાન અજ્ઞાન નિવૃત્ત થવા છતાં કાલાન્તરે તે જ પુરુષને ફરી શુક્તિમાં રજતનો ભ્રમ થાય છે. રજતાધ્યાસનું ઉપાદાન એક વાર શુક્તિસાક્ષાત્કાર દ્વારા નિવૃત્ત થઈ ગયું, તો પછી ફરી તે જ પુરુષને રજતાધ્યાસ થાય કેમ ? આવી આપત્તિ પણ થઈ શકે. જો પૂર્વપક્ષી કહે કે હા, આવી આપત્તિ પણ આવે તો ઉત્તરમાં કહેવું જોઈએ કે આવી આપત્તિના નિરાકરણ માટે જ ઇષ્ટસિદ્ધિકાર એકવિષયક અજ્ઞાનનું પણ બહુત્વ સ્વીકારે છે. એક વિષયમાં જેટલાં જ્ઞાન થાય તે જ વિષયમાં અજ્ઞાન પણ તેટલાં જ થાય, અર્થાત્ અજ્ઞાનો જ્ઞાનોનાં સમસંખ્યક હોય છે. પ્રત્યેક જ્ઞાન અજ્ઞાનનું નિવર્તક હોય છે. તેથી નિર્તક જ્ઞાન જેટલાં હોય તેટલાં જ . નિવર્તનીય અજ્ઞાન પણ હોય જ. વૈશેષિક પણ જેટલાં જન્ય જ્ઞાનો સ્વીકારે છે તેટલાં જ જન્ય જ્ઞાનોના પ્રાગભાવો પણ સ્વીકારે છે. આમ જ્ઞાનના પ્રાગભાવસ્થાનીય અજ્ઞાનો પણ જ્ઞાનના સમસંખ્યક છે. અને આ જ ઇષ્ટસિદ્ધિકારનો મત છે. એટલે જ તેમણે કહ્યું છે કે ." यावन्ति ज्ञानानि તાવન્તિ અજ્ઞાનાનિ’” (ઇષ્ટસિદ્ધિ, પૃ. ૬૭ – ૬ ૮). અદ્વૈતવેદાન્તીઓ નિત્ય પ્રમા સ્વીકારતા નથી. તેમના મતે ઈશ્વરનું જ્ઞાન પણ નિત્ય નથી અને પ્રમા પણ નથી. ઈશ્વરનું જ્ઞાન માયાવૃત્તિરૂપ છે. આ માયાવૃત્તિરૂપ ઈશ્વરનું જ્ઞાન અબાધિતવિષયક હોઈ યથાર્થ છે. યથાર્થતાને લીધે જ ઈશ્વરના જ્ઞાનને કોઈક સ્થળે પ્રમા કહેવામાં આવ્યું છે, પણ ખરેખર તે પ્રમા નથી. ઈશ્વરનું જ્ઞાન આપણાં સુખાદિજ્ઞાનોની જેમ અબાધિતવિષયક હોઈ યથાર્થ છે. જે હો તે, નિષ્કર્ષ એ કે જીવચૈતન્યને સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન માનવાથી કોઈ દોષ આવતો નથી.
૧૨
બ્રહ્મચૈતન્યને સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન માનવાથી પણ કોઈ દોષ આવતો નથી. મૂલાજ્ઞાનથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય જ સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન છે અને બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા જ સ્વપ્નાધ્યાસનું ઉપાદાન મૂલાજ્ઞાન નિવૃત્ત થાય છે, અન્યથા નિવૃત્ત થતું નથી. તેમ છતાં જેમ રજ્જુમાં સર્પના ભ્રમ પછી રજ્જુમાં દંડનો ભ્રમ થતાં દંડભ્રમ દ્વારા સર્પભ્રમનું કેવળ તિરોધાન થાય છે (નિવૃત્તિ નહિ), તેમ સ્વપ્નભ્રમના અધિષ્ઠાન બ્રહ્મનું જ્ઞાન ન થવા છતાં જાગ્રદ્યમ દ્વારા સ્વપ્નભ્રમનું તિરોધાન થઈ શકે (નિવૃત્તિ નહિ). તેથી બ્રહ્મચૈતન્યને સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન માનવાથી કોઈ દોષ આવતો નથી.'
જો કહેવામાં આવે કે બ્રહ્માધિષ્ઠાનક વ્યાવહારિક પ્રપંચ જેમ સર્વસાધારણ છે તેમ સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન પણ બ્રહ્મ હોઈ સ્વપ્નપ્રપંચ પણ સર્વસાધારણ થઈ પડે. પરંતુ સ્વપ્નપ્રપંચ સાધારણ નથી, તે તો તત્તત્ત્પુરુષવેધ હોઈ અસાધારણ છે. તેથી સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન બ્રહ્મચૈતન્ય સ્વીકારતાં અસાધારણ સ્વપ્નપ્રપંચ સાધારણ બની જવાની આપત્તિ આવે.
આના સમાધાનમાં કહેવું જોઈએ કે પ્રત્યેક જીવની મનોગત વાસના સ્વપ્નાધ્યાસનું અસાધારણ કારણ હોઈ મનોગત વાસનાના અસાધારણત્વને કારણે સ્વપ્નાધ્યાસનું અસાધારણત્વ સુરક્ષિત રહે છે.
અદ્વૈતદીપિકાકાર નૃસિંહાશ્રમે પણ સ્વપ્નના આ બે અધિષ્ઠાનો સ્વીકાર્યાં છે. પરંતુ તેમણે અન્તઃકરણો પહિત સાક્ષીને અર્થાત્ અન્તઃકરણાવચ્છિન્ન જીવચૈતન્યને તેમ જ મૂલાજ્ઞાનાવચ્છિન્ન