________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ સુષુપ્તિદશામાં સ્વપ્નાધ્યાસનું ઉપાદાન અવસ્થાઅજ્ઞાન બાધિત થઈ ગયું હોઈ નથી એટલે સ્વપ્ન પણ નથી, અને જાગ્રતકાલીન “હું” એવા આકારની વૃત્તિની જેમ સુષુપ્તિદરામાં પણ “હું” એવા આકારની વૃત્તિ હોય છે, તેથી સુષુપ્તિ જાગદશારૂપ બની જવાની આપત્તિ આવી પડે.*
આના ઉત્તરમાં કહેવું જોઈએ કે સુષુપ્તિમાં અહમાકારવાળી વૃત્તિ થતી જ નથી. તેથી સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. સ્વપ્નાવસ્થામાં જે અજ્ઞાન હતું સુષુપ્તિમાં પણ તે જ અજ્ઞાન હોય છે. સ્વપ્નાવસ્થામાં અન્તઃકરણનો લય થતો નથી જ્યારે સુષુપ્તિમાં તેનો લય હોય છે. આજ સ્વપ્ન અને સુષુપ્તિ વચ્ચે ભેદ છે. તેથી અન્તઃકરણના લય સહિતનું સ્વપ્નાધ્યાસનું ઉપાદાનભૂત અજ્ઞાન જ સુષુપ્તિ છે. આમ સુષુપ્તિકાળે સ્વપ્નાધ્યાસના ઉપાદાન અજ્ઞાનનો બાધ થતો નથી. પરંતુ જાગકાળે સ્વપ્નાધ્યાસના ઉપાદાન અજ્ઞાનનો બાધ થાય છે, એટલે સ્વપ્નનો પણ બાધ થાય છે. “મેં મિથ્યા સ્વપ્ન જોયું એવો બાધ સર્વાનુભવસિદ્ધ છે. જાગદશામાં પ્રમાણાજન્ય અભાકાર જ્ઞાન વડે પણ સ્વપ્નાધ્યાસના ઉપાદાન અજ્ઞાનનો નાશસ્વીકારવો જોઈએ. ‘અહમ્ (હું)' એવું જ્ઞાન પ્રમાણાજન્ય હોવા છતાં સુખાદિવિષયક જ્ઞાનની જેમ યથાર્થ અર્થાત્ અબાધિતવિષયક છે. જાગ્રતકાળે થતી અહમાકાર વૃત્તિ પ્રમાણાજન્ય હોવા છતાં જાગ્રત્કાળે શરીરાદિનું ચક્ષુરાદિપ્રમાણજન્ય જ્ઞાન થતું હોવાથી અવસ્થાઅજ્ઞાનની નાપાક બની શકે. સ્વપ્નાધ્યાસનું ઉપાદાન છે અવસ્થાઅજ્ઞાન. આ અવસ્થાઅજ્ઞાનને સામાન્યજ્ઞાન કહેવામાં આવે છે. નાનાવિષયાવચ્છિન્નચેતન્યવિષયક અજ્ઞાનને જ સામાન્યજ્ઞાન કહેવામાં આવેલ છે. આ સામાન્યજ્ઞાન જ અવસ્થાઅજ્ઞાન છે. સ્વપ્નદશામાં વ્યાવહારિક શારીરાદિ અનેક વિષયોથી અવચ્છિન્ન એવા ચૈતન્યવિષયનું અજ્ઞાન હોય છે. આ અવસ્થાઅજ્ઞાન યા સામખ્યાજ્ઞાન પ્રમાણજન્ય વૃત્તિ વિના પણ કેવળ યથાર્થજ્ઞાન વડે નિવૃત્ત થાય છે અને એ કારણે અહમાકાર અવિદ્યાવૃત્તિ પ્રમાણ જ ન હોવા છતાં યથાર્થજ્ઞાન હોવાથી અર્થાત્ અબાધિતવિષયકજ્ઞાન હોવાથી સામાન્યજ્ઞાનની નિવર્તક બની શકે છે. પરંતુ વિરોષાજ્ઞાન પ્રમાણજન્ય વૃત્તિ વિના નિવૃત્ત થતું નથી. “ઘટને હું જાણતો નથી' એવા અનુભવાતા અજ્ઞાનને જ વિશેષાજ્ઞાન કહેવામાં આવે છે. અમુક વિશેષ વિષય દ્વારા નિરૂપિત અજ્ઞાનને જ વિશેષાજ્ઞાન કહેવામાં આવે છે. કેવળ એક એક વિષયનું અજ્ઞાન જ વિશેષાજ્ઞાન છે. આ વિશેષાજ્ઞાન પ્રમાણજન્ય વૃત્તિથી જ નિવૃત્ત થાય છે.
અહીં આપત્તિ એ આપવામાં આવે છે કે પ્રમાણાજન્ય વૃત્તિ પણ જો અજ્ઞાનની નિવર્તક થઈ શકતી હોય તો સાક્ષિજ્ઞાન પણ અર્થાત્ અજ્ઞાનનું સાહિરૂપ જ્ઞાન પણ અજ્ઞાનનું નિવર્તક થાય, અને તો પછી કોઈ પણ સ્થળે અજ્ઞાન સિદ્ધ જ ન થાય.”
આના ઉત્તરમાં કહેવું જોઈએ કે સાક્ષી જ અજ્ઞાનનો સાધક છે. જો સાક્ષી અજ્ઞાનનો સાધકન હોય તો સાક્ષીની જ સિદ્ધિ થાય નહિ. અજ્ઞાનની સિદ્ધિને માટે જ અદ્વૈત વેદાન્તી સાક્ષીને સ્વીકારે છે. અજ્ઞાનના સાધત્વરૂપે જ સાહિતરૂપ ધર્મી સિદ્ધ થયો છે. અજ્ઞાન પ્રમાણ દ્વારા સિદ્ધ થઈ શકે નહિ. તેથી જ અજ્ઞાનસાધક સાક્ષીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે જ સાક્ષી કદી અજ્ઞાનનો બાધક બને જ નહિ. જે જેનો સાધક હોય તે તેનો બાધક હોય જ નહિ. સાક્ષી અજ્ઞાનનો બાધક હોય તો અજ્ઞાન જ સિદ્ધ થાય નહિ. અજ્ઞાન સિદ્ધન થતાં અજ્ઞાનનો સાધક સાક્ષી પણ સિદ્ધ ન જ થાય. તેથી સાક્ષીને અજ્ઞાનનો બાધક સ્વીકારતાં સારી પોતે જ અસિદ્ધ થઈ પડે.'