________________
૧૮૨
શાંકર વેકાનમાં અવિવાવિયાર બાધક બને છે - આવી કલ્પના અવશ્ય કરવી જોઈએ અર્થાતુ અપ્રમા જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિની કલ્પના કરવી જોઈએ. તેમ ન કરીએ તો સ્વપ્નાવસ્થા પછી જાગ્રદિવસ્થાની ઉત્પત્તિ ઘટી શકે જ નહિ. અન્યથાનુપપત્તિ સર્વની અપેક્ષાએ બલવતી છે. પ્રમાણાજન્ય જ્ઞાન દ્વારા અવસ્થાઅજ્ઞાનની નિવૃત્તિ ન સ્વીકારીએ તો જાગદવસ્થાની ઉત્પત્તિ ઘટે જ નહિ. “
જાગ્રદૂદશામાં ‘હું મનુષ્ય છુંઇત્યાદિ જ્ઞાન પ્રમાણાજન્ય કહેવાયું છે. અદ્વૈત વેદાન્તમાં વિવરણાચાર્ય વગેરેના મતે મન પ્રમાણ નથી. ભામતીકાર મનને ઇન્દ્રિય તરીકે સ્વીકારે છે પણ વિવરણાચાર્ય વગેરે મનને ઇન્દ્રિય તરીકે સ્વીકારતા નથી. મને પ્રત્યક્ષનું કારણ નથી તેથી વિવરણાચાર્ય વગેરે માનસ પ્રત્યક્ષ સ્વીકારતા નથી. માનસ પ્રત્યક્ષ જેને ગણવામાં આવે છે તે બધાં જ સાક્ષિપ્રત્યક્ષ છે. આ સાક્ષિપ્રત્યક્ષ પ્રમાણજન્ય નથી. તેથી તે પ્રમા પણ નથી. એ કારણે સાક્ષિપ્રત્યક્ષમાં અજ્ઞાનનિવર્તક્તા નથી. સાક્ષિપ્રત્યક્ષ અજ્ઞાનનું નિવર્તક ન હોવાને કારણે જ તેને પ્રમાં ગણવામાં નથી આવ્યું. સાક્ષિપ્રત્યક્ષ અજ્ઞાનનું નિવર્તક ન હોવાને કારણે પ્રમા નથી છતાં તે કોઈક સ્થળેયથાર્થવિષયક હોય છે. તેનું ઉદાહરણ છે સુખાદિવિષયક સાક્ષિપ્રત્યક્ષ સુખાદિવિષયક સાક્ષિપ્રત્યક્ષ સુખાદિવિષયક અજ્ઞાનનું નિવર્તક હોઈ શકે નહિ. તેથી સુખાદિવિષયક સાક્ષિપ્રત્યક્ષ પ્રમા નથી, પણ પ્રમાન હોવા છતાં તે યથાર્થવિષયક તો છે. સાક્ષિભાસ્ય સુખાદિવિષયક. અજ્ઞાન અપ્રસિદ્ધ છે. શુક્તિરતાદિપ્રત્યક્ષ પણ સાક્ષિપ્રત્યક્ષ છે. તે પણ અજ્ઞાનનું અનિવર્તક છે. તેથી ઉભય પ્રત્યક્ષો અપ્રમા છે. આ બંને પ્રત્યક્ષો અપ્રમા હોવા છતાં સુખાદિવિષયક સાક્ષિપ્રત્યક્ષ યથાર્થવિષયક છે જ્યારે ગુક્તિરતાદિવિષયક સાક્ષિપ્રત્યક્ષ અયથાર્થવિષયક છે. સુખાદિવિષયક સાક્ષિપ્રત્યક્ષ યથાર્થવિષયક હોવાને કારણે કોઈ કોઈ સ્થળે તેને પ્રમા પણ કહેવામાં આવેલ છે.
વસ્તુતઃ સુખાદિપ્રત્યક્ષ પ્રમા હોઈ શકે નહિ કારણ કે તે અજ્ઞાનનું અનિવર્તિક છે અને પ્રમાણાજન્ય છે. વિષય બાધિત થતો ન હોવાના કારણે જ સુખાદિપ્રત્યક્ષને યથાર્થવિષયક કહેવામાં આવે છે. શક્તિરજતાદિપ્રત્યક્ષ નિયત બાધિતવિષયક હોઈ તેને સર્વત્ર અપ્રમાં કહેવામાં આવેલ છે. વિવરણાચાર્ય વગેરેનો અભિપ્રાય આ જ છે. હું મનુષ્ય છું ઇત્યાદિ જ્ઞાન પ્રમાણાજ હોઈ પ્રમાનથી અર્થાત્ અપ્રમા છે. તેથી તે અજ્ઞાનનું નિવર્તક અર્થાત્ બાધક બની શકે નહિ. અપ્રમા જ્ઞાનને પણ અજ્ઞાનના બાધક તરીકે સ્વીકારવામાં આવે તો સૌષુપ્તજ્ઞાન પણ સ્વપ્નબાધક થઈ પડે. સુષુપ્તિદશામાં અવિદ્યાવૃત્તિરૂપ અપ્રમા જ્ઞાન હોય છે અને એ અવિઘાવૃત્તિરૂપ અપ્રમાજ્ઞાન દ્વારા સ્વપ્નાધ્યાસનું ઉપાદાન અવસ્થાઅજ્ઞાન બાધિત થાય. જેમ જાગદ્દશામાં “હું” એવું અપ્રમાશાના સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનનું બાંધક થાય છે તેમ સુષુપ્તિકાળે પણ અપ્રમાજ્ઞાન દ્વારા સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનનો બાધ થઈ જાય. સુષુપ્તિમાં પણ “હું” એવા આકારની અવિદ્યાવૃત્તિ હોય છે એવું ધારીને આ આપત્તિ આપવામાં આવી છે. જેમ જાગકાળે “હું” એવા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનને દૂર કરે છે તેમ સુષુપ્તિકાળે પણ “હું” એવા આકારની વૃત્તિ ઉત્પન્ન થતી હોવાથી સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનની નિવૃત્તિ થાય. પરંતુ આમ થતું નથી. કેમ? કારણ કે “હું” એવા આકારની વૃત્તિ પ્રમાણાજન્ય અવિદ્યાવૃત્તિ છે. તેથી સુષુપ્તિમાં
હું” એવા આકારની વૃત્તિથી સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનની બાધા થતી નથી. જો બાધા માનવામાં આવે તો સુષુપ્તિ જાગ્રદ્ધશારૂપ બની જવાની આપત્તિ આવે. કેવી રીતે ?