________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
૧૮૧
આ શંકાના સમાધાનમાં જીવચૈતન્યાધિષ્ઠાનવાદી કહે છે કે પૂર્વ પક્ષીની વાત સાચી છે, તેમ છતાં સ્વપ્નાધ્યાસદશામાં વ્યાવહારિક વસ્તુઓનો પ્રકાશ થતો નથી એટલે વ્યાવહારિક વસ્તુઓના ભાનનું વિરોધી તથા સ્વપ્નાધ્યાસને અનુકૂળ એવું અવસ્થાઅજ્ઞાન સ્વીકારવામાં આવ્યું છે. તેથી, સ્વપ્નદશામાં ‘હું મનુષ્ય છું” એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિનો વિષય વ્યાવહારિક નથી પણ પ્રાતીતિક છે. વ્યાવહારિક વસ્તુથી જુદી પ્રાતીતિક વસ્તુ જ સ્વપ્નદશામાં થતી ‘હું મનુષ્ય છું” વગેરે પ્રતીતિમાં ભાસે છે. આનો ફલિતાર્થ આ છે - સ્વપ્નદશામાં કોઈક કોઈક વ્યાવહારિક વસ્તુ ભાસે છે એવું મનમાં લાગતું હોવા છતાં સ્વપ્નજ્ઞાનનો વિષય ખરેખર વ્યાવહારિક હોતો નથી. સ્વપ્નપ્રપંચગત વસ્તુઓ વ્યાવહારિક વસ્તુઓથી અત્યન્ત ભિન્ન છે, પ્રાતીતિક છે, અને અવસ્થાઅજ્ઞાન તેમનું ઉપાદાનકરણ છે. સ્વપ્નદશામાં સ્વપ્નદ્રષ્ટા એવું સ્વપ્ન દેખે છે કે ‘હું રાય્યામાં સૂતો છું” અર્થાત્ વસ્તુતઃ શય્યામાં સૂતો સૂતો સ્વપ્નદ્રષ્ટા આવું સ્વપ્ન દેખે છે, તેમ છતાં વ્યાવહારિક યથાર્થ શય્યા સ્વપ્નકાળે સ્વપ્નદષ્ટાના દર્શનનો વિષય નથી. વ્યાવહારિક યથાર્થ શય્યાનું જ્ઞાન થવા માટેની જરૂરી કારણસામગ્રી સ્વપ્નકાળે હોતી નથી. સ્વપ્નકાળે સમસ્ત ઇન્દ્રિયો વ્યાપારરહિત હોય છે અર્થાત્ ઇન્દ્રિયોનો લય થઈ ગયો હોય છે. તેથી પ્રાતિભાસિક એવી બીજી રાય્યા જ સ્વપ્નદ્રષ્ટાના જ્ઞાનનો વિષય બને છે. જાગ્રત્કાળે ‘હું મનુષ્ય છું એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિની કારણસામગ્રી સ્વપ્નકાળે ન હોવાથી સ્વપ્નકાળે ‘હું મનુષ્ય છું” એવી જે પ્રતીતિ થાય છે તેનો વિષય પ્રાતિભાસિક વસ્તુ છે એમ સ્વીકારવું જોઈએ. સ્વપ્નદશામાં જેમ વ્યાવહારિક શય્યાદિના પ્રત્યક્ષની કારણસામગ્રી નથી હોતી તેમ વ્યાવહારિક મનુષ્યરારીરાદિના પ્રત્યક્ષની કારણસામગ્રી પણ નથી હોતી. ઇન્દ્રિય, સન્નિકર્ષ, વગેરે જ વ્યાવહારિક વસ્તુના પ્રત્યક્ષની કારણસામગ્રી છે.'
જીવચૈતન્યને સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન ગણવામાં આવે તો જાગ્રર્દશામાં થતું ‘હું મનુષ્ય છું’ ઇત્યાદિ વ્યાવહારિક વસ્તુઓનું જ્ઞાન જ સ્વપ્નાધ્યાસનું નિવર્તક બને છે એમ કહેવું જોઈએ. પરંતુ એમાં નીચે મુજબ આપત્તિ આવે છે - સ્વપ્નાધ્યાસનું ઉપાદાન અવસ્થાઅજ્ઞાન છે. પ્રમાણજન્ય જ્ઞાન જ અજ્ઞાનનું નિવર્તક બને છે. પ્રમા જ અજ્ઞાનની વિરોધી છે. પ્રમાણાજન્ય જ્ઞાન અજ્ઞાનનું નારક હોતું નથી. પ્રમાણાજન્ય જ્ઞાન પ્રમા નથી. અપ્રમા અજ્ઞાનની નારાક બની શકે નહિ. જાગ્રદ્દશામાં ‘હું મનુષ્ય છું’ ઇત્યાદિ વ્યાવહારિક વસ્તુઓનું જ્ઞાન પ્રમાણજન્ય નથી. તેથી તે જ્ઞાન પ્રમા પણ નથી. અપ્રમારૂપ જ્ઞાન અજ્ઞાનનું નિવર્તક બનતું નથી. આમ જાગ્રર્દશામાં સ્વપ્નાધ્યાસના .ઉપાદાન અવસ્થાઅજ્ઞાનની નિવૃત્તિ થઈ શકતી ન હોઈ જાગ્રર્દશામાં સ્વપ્નાધ્યાસ ચાલુ રહે એવી આપત્તિ આવે.
ન
આ આપત્તિના સમાધાનમાં નીચે પ્રમાણે કહેવામાં આવે છે - સ્વપ્નાવસ્થાથી જાગ્રઠવસ્થા જુદી છે તેથી સ્વપ્નાવસ્થાની પછી જ્યારે જાગ્રદવસ્થાની ઉત્પત્તિ થાય ત્યારે એ અવશ્ય સ્વીકારવું જોઈએ કે પૂર્વાવસ્થાનો ખાધ થયા પછી જ ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ થઈ છે. સ્વપ્નાવસ્થા અબાધિતરૂપે હોય તો જાગ્રદવસ્થાની ઉત્પત્તિ થઈ શકે નહિ. અને સ્વપ્નાવસ્થાની પછી જાગ્રદવસ્થાની ઉત્પત્તિ સર્વાનુભવસિદ્ધ છે. જાગ્રદવસ્થાની ઉત્પત્તિ સ્વપ્નાવસ્થાના ખાધ વિના થઈ શકતી ન હોઈ જાગ્રર્દશામાં થતું ‘હું મનુષ્ય છું” ઇત્યાદિ વ્યાવહારિક વસ્તુઓનું જ્ઞાન પ્રમાણાજન્ય હોવા છતાં અર્થાત્ અપ્રમા હોવા છતાં સ્વપ્નાધ્યાસના ઉપાદાન અવસ્થાઅજ્ઞાનનું