________________
૧૮૦
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર હોવા છતાં, વિષયની ઉપલબ્ધિ થાય છે. ઇન્દ્રિયવ્યાપારાભાવકાલીન અન્તઃકરણવાસનાનિમિત્તક અર્થોપલબ્ધિ જ સ્વપ્ન છે. આ સમયે મન જ સ્વપ્નગજ, સ્વપ્નતુગ આદિ રૂપે પરિણત થાય છે અને અવિદ્યાવૃત્તિ દ્વારા સ્વપ્નગજ, સ્વપ્નતુરગ આદિ જ્ઞાત થાય છે - આવી વાત કોઈ કોઈ આચાર્યે સ્વીકારી છે. પરંતુ કોઈ કોઈ આચાર્ય કહે છે કે સ્વપ્નગજ, સ્વપ્નતુરગ, વગેરે આકારે મન પરિણત થતું નથી, પરંતુ અવિદ્યા જ શુક્તિરજત વગેરેની જેમ સ્વપ્નગજ, સ્વપ્નતુગ વગેરે અર્થાકારે પરિણત થાય છે અને અવિદ્યાવૃત્તિદ્વારા જ સ્વપ્નપદાર્થ જ્ઞાત થાય છે. આ બે પક્ષમાંથી બીજો પક્ષ જ સંગત છે. સર્વત્ર અવિદ્યા જ અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસના ઉપાઠાનરૂપે સ્વીકૃત હોવાથી મનને સ્વપ્નાધ્યાસનું ઉપાદાન ગણવાની જરૂર નથી. સમસ્ત અધ્યાસમાં મનોગત વાસના નિમિત્તકારણ હોઈ, કોઈક કોઈક સ્થળે સ્વપ્નપ્રપંચને મનનો પરિણામ કહેવામાં આવ્યો છે. વસ્તુતઃ ઉપાદાન અવિદ્યા જ ઘટે છે. મનોગત વાસનાથી જન્ય હોવાથી જ સ્વપ્નપદાર્થને મનનો પરિણામ કહેવામાં આવ્યો છે, ખરેખર તો તે મનનો પરિણામ નથી.
૪
આ સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન શું છે ? – આવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યોનો મતભેદ દેખાય છે. કોઈ આચાર્ય કહે છે કે મનથી અવચ્છિન્ન જીવચૈતન્ય જ સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન છે. કોઈક આચાર્યના મતે મૂલાજ્ઞાનથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય જ સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન છે. બંને પક્ષ સંગત છે.
પ્રથમ પક્ષમાં માનનાર કહે છે કે મૂલાજ્ઞાનથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોઈ શકે નહિ કારણ કે જાગ્રદ્બોધ દ્વારા સ્વપ્નભ્રમની નિવૃત્તિ અવશ્ય સ્વીકાર્ય છે. પરંતુ જો બ્રહ્મચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોય તો સંસારદશામાં બ્રહ્મજ્ઞાન સંભવતું ન હોઈ સ્વપ્નભ્રમની નિવૃત્તિ જાગ્રત્કાળેય થઈ શકશે નહિ. જો સ્વપ્નભ્રમની નિવૃત્તિ માટે જાગ્રત્કાળે સ્વપ્નભ્રમના અધિષ્ઠાન બ્રહ્મનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો સ્વપ્નભ્રમની સાથે સમસ્ત ભ્રમની નિવૃત્તિ થઈ જાય અને પરિણામે તરત જ મોક્ષ થઈ જવાની આપત્તિ આવે. આમ બ્રહ્મને સ્વપ્નભ્રમનું અધિષ્ઠાન સ્વીકારતાં જાગ્રદ્બોધ દ્વારા સ્વપ્નભ્રમની નિવૃત્તિ ઘટી શકે નહિ. સ્વપ્નાધ્યાસમાં જીવ કર્તા છે એમ શ્રુતિ કહે છે. ‘સ ફ્રિ f’ (બૃહદારણ્યક ઉપનિષદ્ ૪.૩.૯) એમ શ્રુતિમાં કહ્યું છે. તેથી, સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન જીવચૈતન્ય છે. મૂલાજ્ઞાનથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોય તો સ્વપ્નપ્રંચ પણ આકાશાદિ વ્યાવહારિક પ્રપંચની જેમ સર્વજનસાધારણ થઈ પડે, અને તત્ત્તત્પુરુષવેદ્યત્વરૂપ અસાધારણત્વ સ્વપ્નપ્રપંચમાં ઘટી શકે નહિ. સ્વપ્નપ્રપંચનું જ્ઞાન સ્વપ્નદ્રષ્ટા પુરુષને જ હોય છે, જ્યારે આકારાદિ વ્યાવહારિક પ્રપંચનું જ્ઞાન સર્વ જનોને હોય છે. આકાશાદિ વ્યાવહારિક પ્રપંચાધ્યાસનું અધિષ્ઠાન મૂલાજ્ઞાનથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય છે. તેથી વ્યાવહારિક વસ્તુમાં સર્વજનસાધારણ્ય છે, જ્યારે સ્વપ્નપ્રપંચમાં તે ન હોઈ અસાધારણ્ય છે.
અહીં કોઈને શંકા થાય કે તત્તજીવચૈતન્ય તત્તજીવની આગળ અનાવૃત હોઈ સર્વદા ભાસમાન હોય છે. તેથી સર્વદા ભાસમાન જીવચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન કેવી રીતે બની શકે ? ભાસમાન શુક્તિ રજતાધ્યાસનું અધિષ્ઠાન બની શકે નહિ. અજ્ઞાનથી આવૃત ચુસ્ત્યાદિ જ રજતાદિના અધ્યાસનું અધિષ્ઠાન બને છે. તત્ત્તત્ત્નુંવચૈતન્ય પણ તત્તજીવ આંગળ અજ્ઞાનથી આવૃત હોય તો જગન્ધ્યની આપત્તિ આવે.