________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
સિદ્ધાન્તબિંદુમાં મધુસૂદન સરસ્વતીએ સુષુપ્તિ અંગે જે વિચારણા કરી છે તેની કંઈક ઝાંખી કરીએ. આ સિદ્ધાન્તબિંદુના ટીકાકાર બ્રહ્માનંદ સરસ્વતીએ ચાયરત્નાવલી ટીકામાં જે બધી વાત કરી છે તેને પણ આપણે ધ્યાનમાં લઈશું.
બદ્ધ અર્થાત્ સંસારી જીવ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓમાંથી કોઈ એક અવસ્થામાં હોય છે. જાગકાળે અને સ્વપ્નમાળે ભોગ્ય વસ્તુના ભોગથી બદ્ધજીવ થાકી જાય છે. આ બે અવસ્થાઓમાં જીવન ભોગસંપાદક કર્મોનો ક્ષય થતાં સુષુપ્તિકાળે જીવનું અન્તઃકરણ પોતાના કારણ અવિદ્યામાં સૂક્ષ્મરૂપે રહે છે. જ્ઞાન તરીકે ઓળખાતી વૃત્તિનો આધાર અન્તઃકરણ પોતાના કારણ અવિઘામાં લય પામતાં બદ્ધ જીવ વિશ્રામસ્થાનરૂપ સુષુપ્તિ અવસ્થામાં ચાલ્યો જાય છે. થાકેલા જીવને માટે સુષુપ્તિ અવસ્થા વિશ્રામસ્થાન છે.' જ્ઞાનશક્તિનો આધાર અન્તઃકરણ છે અને ક્રિયાશક્તિનો આધાર પ્રાણ છે. આ બંને બદ્ધ જીવની ઉપાધિ છે. સુષુપ્તિ અવસ્થામાં ક્રિયાશક્તિનો આધાર એવી પ્રાણરૂપ ઉપાધિનો લય થતો નથી જ્યારે જ્ઞાનશક્તિનો આધાર એવું અન્તઃકરણ પોતાના કારણ અવિદ્યામાં લય પામી જાય છે. સુષુપ્તિદશામાં કેવળ અન્તઃકરણનો જ લય થાય છે એમ નથી, સ્થૂળ શરીરનો પણ લય થઈ જાય છે. આનું વર્ણન ઉપનિષઢ્યાં છે. એ જ રીતે, પ્રાણનો લય પણ ઉપનિષમાં કહેવાયો છે. સ્થલ દષ્ટિથી આપણે સુખ પુરુષના સ્થળશરીરનો અને તે શરીરગત પ્રાણક્રિયાનો અનુભવ કરતા હોઈને આપણને મનમાં થાય છે કે સુપ્ત પુરુષના સ્થળશરીરનો અને પ્રાણનો લય થતો નથી. પરંતુ વસ્તુતઃ સુખ પુરુષની દષ્ટિએ તો સ્થૂળ શરીર વગેરેનો પણ લય થઈ જાય છે. અન્ય પુરુષ પોતાના અજ્ઞાનવશે જ સુખપુરુષના શરીર વગેરેને દેખે છે. વસ્તુતઃ સુખપુરુષનારારીરવગેરે પોતાના કારણ અવિદ્યામાં લય પામી જાય છે. આવી વાત ઉપનિષમાં કહેવામાં આવી છે, છતાં ચૂલદર્શી જનોના અનુભવને અનુસરી મધુસૂદન સરસ્વતી સુખપુરુષના અન્તઃકરણનો જ લય થાય છે એમ કહે છે. ' જે હોતે, સુખપુરુષને સ્થળ અને સૂક્ષ્મ શરીરનું જ્ઞાન ન હોવાથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની અનુપલબ્ધિ હોય છે અને કેવળકારણશરીર અવિદ્યામાત્રની ઉપલબ્ધિ તેને સુષુપ્તિકાળે હોય છે. સ્થળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શારીરોમાંથી કેવળકારણશરીરની ઉપલબ્ધિ સુષુપ્તિકાળે હોય છે. જાગ્રત્કાળે ત્રણે શરીરની ઉપલબ્ધિ હોય છે. સ્વપ્નદશામાં સ્કૂલ શરીરની ઉપલબ્ધિ હોતી નથી. જાગ્રફ્લોગજનક કર્મનો ક્ષય થતાં અને સ્વપ્નભોગપ્રદ કર્મનો ઉદય થતાં નિદ્રા નામની તામસી વૃિત્તિ ઉત્પન્ન થાય છે અને તે તામસી વૃત્તિ દ્વારા સ્થૂળદેહનું અભિમાન દૂર થાય છે, તે વખતે ચક્ષુ વગેરે બધી ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયો જાગ્રત્કાળે તેમના અનુગ્રાહક દેવતાઓ દ્વારા અનુગ્રહ પામી સવ્યાપાર હતી તે, પોતપોતાના દેવતાના અનુગ્રહના અભાવને કારણે નિર્ચાપાર થઈ લય પામે છે. તે સ્વપ્નકાળે ઇન્દ્રિયવ્યાપાર ન હોઈ, અન્તઃકરણગત વાસના વશે, ઇન્દ્રિયવ્યાપારનો અભાવ