________________
૧૮૬
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર એનો અર્થ નથી. સુષુપ્તિદશામાં જેમ કારણીભૂત ઐવિદ્યાનો ઉપલંભ થાય છે તેમ અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિનો પણ ઉપલંભ થાય છે. અવિદ્યાવૃત્તિ કારણ નથી પણ કાર્ય છે. સાક્ષિચૈતન્ય જ અવિદ્યા અને અવિદ્યાવૃત્તિ બંનેના ઉપતંભરૂપ છે. એટલા માટે જ કારણોપલંભવિરોષને જ ‘કારણમાત્રોપલંભ’નો અર્થ સમજવો જોઈએ. આ જ વાત ન્યાયરત્નાવલીમાં કહી છે. ૧૯ કાન્ત જીવનું વિશ્રામસ્થાન સુષુપ્તિઅવસ્થા છે એમ કહેવાનો આશય એ છે કે મૂર્છા અને પ્રલયાદિમાં સ્થૂલ અને સૂક્ષ્મ દેહાયના અનુપલંભવિશિષ્ટ એવો કારણમાત્રોપલભ છે પરંતુ મૂર્છા અને પ્રલયાદિ સુષુપ્તિ નથી કારણ કે મૂર્છા અને પ્રલયાદિ અવસ્થા જીવનું વિશ્રામસ્થાન નથી. મૂર્છાદિ અવસ્થામાં સ્થૂલ અને સૂક્ષ્મ દેહનો ઉપલભ હોતો નથી, અજ્ઞાનનો ઉપલંભ હોય છે, પરંતુ તેમાં જીવ વિશ્રાન્ત થઈ રાક્તો નથી. મૂર્છાભંગ પછી જીવ પ્રસન્નતાની ઉપલબ્ધિ કરતો નથી. તેથી મૂર્છા વિશ્રામસ્થાન નથી. તેવી જ રીતે, પ્રલય પછી પણ સૃષ્ટિના પ્રારંભે જીવ પ્રસન્નતાની ઉપલબ્ધિ કરતો નથી, તેથી તે પણ વિશ્રામસ્થાન નથી.॰ પરંતુ સુપ્તોત્થિત પુરુષ સુષુપ્તિની પહેલાં પરિશ્રાન્તિ અને સુષુપ્તિની પછી વિશ્રાન્તિ અનુભવે છે. સુષુપ્તિદશામાં જાગ્રદ્ભોગ્ય અને સ્વપ્નભોગ્ય પદાર્થોનું જ્ઞાન ન હોવા છતાં સુષુપ્તિદશામાં સાક્ષ્યાકાર, સુખાકાર અને અવસ્થાઅજ્ઞાનાકાર ત્રણ અવિદ્યાવૃત્તિઓ સ્વીકારવામાં આવી છે.૨૧ આ વાત વિવરણમાં પણ કહેવામાં આવી છે.' સુષુપ્તિદશામાં સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. અનાવૃત સાક્ષિચૈતન્યના સુખાંશનો પ્રકાશ સુષુપ્તિમાં હોય છે. સુષુપ્તિદશામાં અજ્ઞાન, સુખ અને સાક્ષી આ ત્રણનો અનુભવ થાય છે. તેથી સુપ્તોસ્થિત પુરુષને આ ત્રણ વિષયનું સ્મરણ થાય છે. આ વાત વિવરણાચાર્યે વિશેષપણે ફરી છે. પરંતુ ટીકાકાર પદ્મપાદાચાર્યે આમ કહ્યું નથી. આથી જ વિવરણાચાર્યે કહ્યું છે કે ટીકાકારે જે કહ્યું છે તે તેમણે બીજાનો મત જણાવવા માટે જ કહ્યું છે. પરમતનો આશ્રય લઈને તેમણે આમ કહ્યું હોવા છતાં તે તેમનો પોતાનો મત નથી.' તેથી લાગે છે કે સુષુપ્તિદશામાં પ્રદર્શિત ત્રિવિધ વૃત્તિ વિવરણાચાર્યે સૌપ્રથમ સ્પષ્ટરૂપે કહી છે. ટીકાકાર પદ્મપાદાચાર્ય સુષુપ્તિમાં સુખાનુભવ સ્વીકારતા નથી. તેમના મતે કેવળ દુઃખના અભાવમાત્રનો અનુભવ હોય છે. દુઃખનો અનુભવ થતો ન હોવાથી સુખાનુભવનો વ્યપદેશમાત્ર થાય છે. વિવરણાચાર્ય સુષુપ્તિમાં સ્વરૂપસુખનો અનુભવ સ્વીકારે છે. જે હો તે, ટીકાકાર પદ્મપાદાચાર્યની ઉક્તિ તેમનો પોતાનો મત રજૂ કરતી નથી પણ માત્ર પરમતને જ રજૂ કરે છે એવું વિવરણાચાર્યનું કહેવું છે. વિવરણને અનુસરીને જ મધુસૂદન વગેરે આચાર્યોએ સુષુપ્તિમાં ત્રિવિધ વૃત્તિ સ્વીકારી છે. સિદ્ધાન્તબિંદુની ટીકા ન્યાયરત્નાવલીમાં કહેવામાં આવ્યું છે કે વસ્તુતઃ સુષુપ્તિમાં ઉક્ત ત્રિતયવિષયક સમૂહાલંબન એક જ વૃત્તિ હોય છે. જ્યાં સમૂહાલંબન એક વૃત્તિ સ્વીકારી શકાય તેમ હોય ત્યાં ત્રણ વૃત્તિઓ સ્વીકારવામાં ગૌરવદોષ આવે.' મધુસૂદને વૃત્તિત્રયની વાત કરી છે, તેમાં તેમનો અભિપ્રાય એ છે કે વિષય ત્રણ હોવાથી વૃત્તિના પણ ત્રણ આકાર સ્વીકારવામાં આવ્યા છે. આકારત્રયોપહિતરૂપે એક જ વૃત્તિને ત્રણ વૃત્તિ કહેવામાં આવી છે. ૪ આ જ વાત અદ્વૈતસિદ્ધિમાં ‘મુજીવ્યાખ્યા થૈવ વા વૃત્તિઃ કૃત્યન્યàતત્'' દ્વારા મધુસૂદને કરી છે.°
અહીં વિરોષ ધ્યાનમાં લેવા જેવું એ છે કે સિદ્ધાન્તબિંદુમાં મધુસૂદને કહ્યું છે કે સુષુપ્તિમાં અજ્ઞાનની ઉપલબ્ધિ હોય છે. પરંતુ સુષુપ્તિમાં તેમણે અવસ્થાઅજ્ઞાનાકાર વૃત્તિ સ્વીકારી છે, મૂલાજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ સ્વીકારી નથી. નોંધપાત્ર બાખત તો એ છે કે પહેલાં તેમણે અવસ્થાઅજ્ઞાનની વાત પણ કરી નથી. અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે સુષુપ્તિમાં મૂલાજ્ઞાનર્વિષયક અને