________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ અન્તઃકરણનો ઉપરાગ ન હોવાથી સવિકલ્પક પ્રતીતિ સંભવતી નથી. તેથી જ સુષુપ્તિમાં અજ્ઞાનની સવિકલ્પક પ્રતીતિ શક્ય નથી. સુષુપ્તિમાં અજ્ઞાન સ્વરૂપઃ નિર્વિકલ્પક પ્રતીતિનો જ વિષય બને છે. અહીં આપત્તિ એ આપવામાં આવે છે કે નિર્વિકલ્પ પ્રતીતિ સ્મરણની જનક બની શકે નહિ. સુષુપ્તિદશામાં સ્વરૂપતઃ અજ્ઞાનની નિર્વિકલ્પ પ્રતીતિ જ થાય છે, આ નિર્વિકલ્પ પ્રતીતિથી સુખોસ્થિત પુરુષને અજ્ઞાનની સ્મૃતિ કેવી રીતે થાય? આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે નિર્વિકલ્પક અનુભવ પણ સ્મરણનો જનક બની શકે છે.
અહીં લઘુચન્દ્રિકાકાર કહે છે કે સવિકલ્પક અનુભવની જેમ નિર્વિકલ્પક અનુભવ પણ સ્મૃતિનો જનક થાય તો તેમાં કોઈ બાધા નથી. તત્ત્વચિન્તામણિકાર પણ નિર્વિકલ્પક સ્મરણ સ્વીકારે છે. ‘આકાશ' પદથી શુદ્ધાકાસશક્તત્વરૂપે આકાશનું જ્ઞાન થાય છે અને આવા જ્ઞાનમાંથી શુદ્ધ આકાશની સ્મૃતિ અર્થાત્ નિર્વિકલ્પક સ્મૃતિ થાય છે. સુષુપ્તિદશામાં સાક્ષિચેતન્ય અહંકારો પરક્ત ન હોવાથી દેશકાલસંબંધયુક્ત અજ્ઞાનનો અનુભવ થઈ શકે નહિ. દેશકાલસંબંધવિષયક સવિકલ્પક અનુભવથી જે સ્મૃતિ ઉત્પન્ન થાય તે સ્મૃતિ જ તત્તોલ્લેખિની હોય છે. તે સ્મૃતિનો વિષયતત્તાવિશિષ્ટરૂપે જસ્મરાય છે. જેમ દેશકાલવિશિષ્ટ ઘટના અનુભવથી જન્ય સંસ્કારથી જે સ્મૃતિ ઉત્પન્ન થાય છે. તે ‘સ ઘટક (તે ઘટ)’ એ રૂપે તત્તાવિશિષ્ટ ઘટને વિષય કરે છે. પરંતુ સુપ્તોત્થિત પુરુષને જે સ્મરણ થાય છે તેમાં તત્તાનો ઉલ્લેખ હોતો નથી. તેનું કારણ એ છે કે સુષુપ્તિકાળે સાક્ષિચેતન્યમાં અન્તઃકરણનો ઉપરાગ ન હોવાથી સુષુપ્તિદશામાં સવિકલ્પક અનુભવ થઈ શક્તો નથી. તેથી સુષુપ્તિમાં અજ્ઞાન સ્વરૂપત ભાસે છે પરંતુ દેશકાલવિશિષ્ટરૂપે અનુભવાતું નથી. દેશકાલવિશિષ્ટરૂપે અનુભવ એ સવિકલ્પક અનુભવ છે. સુષુપ્તિમાં સવિકલ્પક અનુભવ થતો નથી. દેશકાલવિશિષ્ટરૂપે અનુભૂત વસ્તુના સ્મરણમાં જ તત્તાનો ઉલ્લેખ હોય છે. તેથી સુખોસ્થિત પુરુષને થતું સ્મરણ તત્તાના ઉલ્લેખવાળું હોતું નથી. આ બધી વાત સિદ્ધાન્તબિંદુમાં વિસ્તારથી સમજાવવામાં આવી છે. શંકરાચાર્યપ્રણીત દશશ્લોકીની મધુસૂદન સરસ્વતીકૃત વ્યાખ્યાનું નામ છે સિદ્ધાન્તબિંદુ. આઠમા શ્લોકની વ્યાખ્યામાં સુષુપ્તિ વિશે વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે.૫૫ ' ઉપરની સમગ્ર ચર્ચા પરથી સિદ્ધ થયું કે સુષુપ્ત પુરુષનો અનુભવ ભાવરૂપ અજ્ઞાનવિષયક જ છે. અહીં ભાવરૂપ અજ્ઞાનનું સાધક જે ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ છે તેનું નિરૂપણ પૂરું થયું.
સાક્ષિપ્રત્યક્ષ દ્વારા ભાવરૂપ અજ્ઞાનની સિદ્ધિ થાય છે એમ અદ્વૈત વેદાન્તીઓ વિશદપણે નિરૂપે છે. પરંતુ સાક્ષીથી ચોક્કસપણે કેવું ચૈતન્ય સમજવું એ બાબતે મતભેદ છે. સામાન્યપણે અદ્વૈતસિદ્ધિકાર ચૈતન્યના અવિદ્યાવૃત્તિમાં પડેલા પ્રતિબિંબને સાક્ષી કહે છે. આ મત અદ્વૈતસિદ્ધિકારનો પોતાનો છે. ન્યાયામૃત, વગેરે ગ્રન્થોમાં ઉભાવિત દોષોનો સહજ પરિહાર કરવા માટે અદ્વૈતસિદ્ધિકાર આવું સાક્ષીનું નિરૂપણ કરે છે. પરંતુ પ્રાચીન ગ્રંથોમાં સાક્ષીનું આવું નિરૂપણ નથી. પ્રાચીન આચાર્યોમાં જેઓ ચૈતન્યનું મનમાં જે પ્રતિબિંબ પડે છે તેને જીવ કહે છે અને અવિદ્યામાં ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે છે તેને ઈશ્વર કહે છે, તેઓ બિંબરૂપ ચૈતન્યને સાક્ષી કહે છે. આ મત સંક્ષેપશારીરકકારનો છે. વિવરણાચાર્યના મતે અવિદ્યામાં પડતું. ઈશ્વરનું પ્રતિબિંબ જીવ છે અને એ પ્રતિબિંબનું બિંબ ઈશ્વર છે અને બંનેમાં (બિંબ અને પ્રતિબિંબ બંનેમાં) અનુસ્યુત શુદ્ધ ચૈતન્ય સાક્ષી છે. વાર્તિકકારના મતે અવિદ્યાગત ચિદાભાસરૂપ ઈશ્વર જ