________________
શાંકર વેઠાન્તમાં અવિદ્યાવિચાર સુષુપ્તિદશામાં સવિકલ્પક વૃત્તિ થઈ શક્તી નથી. તેથી સુષુપ્તિદશામાં અજ્ઞાન સ્વરૂપતઃ ભાસતું હોવા છતાં જ્ઞાનવિરોધિત્વ અને સવિષયક્ત્વ ધર્મોથી વિશિષ્ટરૂપે તે ભાસતું નથી. ધર્મવિશિષ્ટરૂપે પ્રતીતિ જ સવિકલ્પક પ્રતીતિ છે. સુષુપ્તિદશામાં સવિકલ્પક પ્રતીતિ થઈ શકતી ન હોઈ, સુષુપ્તિદશામાં અજ્ઞાન સ્વરૂપતઃ જ ભાસે છે એમ કહેવામાં આવ્યું છે. અહીં ‘તમોગુણાવરણમાત્રાલંબન’નો આ જ અર્થ છે. અર્થાત્, જ્ઞાનવિરોધિત્વાદિ ધર્મ અજ્ઞાનમાં ભાસમાન થતા નથી, અજ્ઞાનમાત્ર જ ભાસમાન થાય છે, આ દર્શાવવા ‘માત્ર’પદ મૂકવામાં આવ્યું છે. પરંતુ ગુણત્રયાત્મક અજ્ઞાનના સત્ત્વ અને રજસ્ એ બે ગુણોનો પરિત્યાગ કરીને કેવળ તમોગુણમાત્રવિષયક સુષુપ્તિવૃત્તિ છે એવું જણાવવા માટે ‘માત્ર’પદ મૂકવામાં આવ્યું નથી. અજ્ઞાન ગુણત્રયાત્મક છે, ગુણત્રયાત્મક અજ્ઞાન જ સ્વરૂપતઃ નિદ્રાવૃત્તિનો વિષય છે, એ અદ્વૈતવેદાન્તનો સિદ્ધાન્ત છે. પરંતુ તમોગુણમાત્રવિષયક નિદ્રાવૃત્તિ હોય છે એમ કહેવાનો અદ્વૈતવેદાન્તનો આશય નથી.પ
૧૭૦
સુષુપ્તિ બાબતે વાર્તિક અને વિવરણમાં જે મતભેદ જણાય છે તેમાં વસ્તુતઃ કોઈ વિરોધ નથી. સુષુપ્તિના પ્રલય સાથેના સામ્યની રક્ષા કરવા માટે વાર્તિકકાર નિદ્રાવૃત્તિ સ્વીકારતા નથી. પરંતુ વિવરણકાર પાતંજલ મતને અનુસરી નિદ્રાવૃત્તિ સ્વીકારે છે. પ્રલયદશામાં અજ્ઞાનવિષયક વૃત્તિ બેમાંથી કોઈ સ્વીકારતા નથી. પ્રલય પછી પ્રણયમાં અનુભૂત અજ્ઞાનનું સ્મરણ કોઈનેય અનુભવસિદ્ધ નથી. તેથી પ્રલયમાં અજ્ઞાનવિષયક વૃત્તિ કોઈએ સ્વીકારી નથી. જે વાર્તિકકાર નિદ્રાવૃત્તિ સ્વીકારતા નથી તે પણ સુષુપ્તિના પ્રલય સાથેના સામ્યની રક્ષા કરવા માટે જ તેમ કરે છે. પરંતુ બીજી બાજુ સુપ્તોત્થિત પુરુષને અજ્ઞાનનું સ્મરણ અનુભવસિદ્ધ હોઈ, બૃહદારણ્યકના ઉપસ્તિ બ્રાહ્મણની (૩/૪ બ્રાહ્મણની) વ્યાખ્યામાં વાર્તિકકાર પોતે જ સુષુપ્તિકાળે નિદ્રાવૃત્તિ સ્વીકારે છે. તે કહે છે – સુષુપ્ત પુરુષને જો અજ્ઞાનનો અનુભવ ન હોત, અર્થાત્ સુષુપ્ત પુરુષને અજ્ઞાનવિષયક નિદ્રાવૃત્તિ ન હોત તો જાગ્યા પછી તેને ‘સુપ્તોડદું નાવેલિમ્ (સૂતેલો હું કંઈ જાણતો ન હતો)” એવું સ્મરણ ન થઈ શક્ત. તેથી સુપ્તોત્થિત પુરુષને થતા સ્મરણને ઘટાવવા સુષુપ્તિકાળે નિદ્રાવૃત્તિ અવશ્ય સ્વીકારવી જોઈએ. આમ વાર્તિકાર કોઈક સ્થળે નિદ્રાવૃત્તિનો સ્વીકાર કરતા નથી અને કોઈક સ્થળે નિદ્રાવૃત્તિનો સ્વીકાર કરે છે. તેનું કારણ નીચે મુજબ છે. ઉપનિષદ્માં અને પુરાણાદિમાં સુષુપ્તિને દૈનંદિન પ્રલયરૂપે વર્ણવવામાં આવી છે. તેથી જ વાર્તિકકાર સુષુપ્તિના પ્રલય સાથેના સામ્યની રક્ષા કરવા માટે કોઈ કોઈ સ્થળે નિદ્રાવૃત્તિનો સ્વીકાર કરતા નથી. પરંતુ લૌકિક ; અનુભવના સ્વારસ્યની રક્ષા કરવા માટે કોઈ કોઈ સ્થળે તે નિદ્રાવૃત્તિનો સ્વીકાર કરે છે; આ સ્થળોએ પાતંજલ યોગદર્શન અને વિવરણ સાથે વાર્તિકકારનો અવિરોધ જ બની રહે છે.૫૨
સુષુપ્તિકાળે સાક્ષી, અજ્ઞાન અને સુખ એ ત્રણ ભાસતા હોય છે. તેથી, સુષુપ્તિમાં સાક્ષ્યાકાર, અજ્ઞાનાકાર અને સુખાકાર એમ ત્રણ અવિદ્યાવૃત્તિઓ સ્વીકારવામાં આવી છે, અથવા સાક્ષી, અજ્ઞાન અને સુખ એ ત્રણના સમૂહરૂપ એક વિષયવાળી (આલંબનવાળી) એક અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં આવી છે. સુષુપ્તિદશામાં અજ્ઞાન સ્વરૂપતઃ ભાસે છે. સુષુપ્તિમાં ભાસતા અજ્ઞાનમાં જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વ વગેરે ધર્મ વિશેષણરૂપે ભાસતા નથી. તેવી જ રીતે, સુષુપ્તિકાળે અજ્ઞાનમાં દેશ-કાલસંબંધ પણ ભાસતો નથી. અજ્ઞાન સાથેનો સાક્ષીનો સંબંધ પણ સુષુપ્તિમાં ભાસતો નથી. સ્વરૂપતઃ અજ્ઞાન જ સુષુપ્તિમાં ભાસે છે. સુષુપ્તિદશામાં