________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ નિદ્રાવૃત્તિજન્ય સંસ્કાર સંભવિત હોવાથી નિદ્રારૂપ અનુભવજનિત સંસ્કાર સુપ્નોસ્થિત પુરુષમાં ‘ક્રિટિક’ એવું સ્મરણ ઉત્પન્ન કરે છે. આ જ વિવરણાચાર્યનો અભિપ્રાય છે."* | નેયાયિકો અનુભવજન્ય સંસ્કારોની ઉત્પત્તિ સ્વીકારે છે. અનુભવજન્ય સંસ્કાર જ જનક અનુભવનો નાશક છે. જ્ઞાન કુલનાયે છે અને સંસ્કાર જ્ઞાનનું ફળ છે. સંસ્કાર ઉત્પન્ન થતાં સંસ્કારના જનક અનુભવનો નાશ થાય છે. અને સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. પરંતુ અદ્વૈત વેદાન્તીઓ આમ કહેતા નથી. તેમના મતે જેટલાં જન્ય જ્ઞાનો છે તે બધાંનો લય જ્ઞાનના ઉપાદાનકારણમાં થાય છે. કાર્ય એ તો કારણની અભિવ્યક્ત દશા છે. કાર્યની અભિવ્યક્ત દશા જ કારણાવસ્થા છે. કારણમાં કાર્યનો લય એ જ કાર્યનો નાશ છે. એને કાર્યની સૂક્ષ્માવસ્થા કે સંસ્કારાવસ્થા કહેવામાં આવે છે. વૃત્તિરૂપ જ્ઞાનનું પોતાના ઉપાદાનકારણમાં સૂક્ષ્મરૂપે અવસ્થાન જ વૃત્તિનો નાશ કહેવાય છે. અમારૂ૫ વૃત્તિને અન્તઃકરણની વૃત્તિ કહેવામાં આવી છે. અદ્વૈત વેદાન્તીના મતમાં કાર્યમાત્રનું ઉપાદાનકારણ અવિદ્યા છે. તેથી અમારૂપવૃત્તિનું ઉપાદાનકારણ અન્તઃકરણ અને અવિદ્યા અને ઘટે. અમારૂપવૃત્તિ સૂક્ષ્માવસ્થામાં તેના પોતાના ઉપાદાનકારણમાં વિદ્યમાન હોય છે. તેથી અમારૂપ વૃત્તિ સૂક્ષ્માવસ્થામાં અવિદ્યામાં વિદ્યમાન હોય છે. અવિદ્યોપહિત ચૈતન્ય જ સાક્ષી છે. આ સાક્ષિચેતન્ય જ પ્રમાવૃત્તિના સૂક્ષ્માવસ્યારૂપ સંસ્કારનો આધાર છે અને સ્મૃતિનો પણ આધાર છે. સંસ્કાર ઉત્પન્ન થઈને પ્રભાવૃત્તિનો નાશ કરતો નથી. સંસ્કાર પ્રમાનો નાશક નથી. પ્રમાવૃત્તિની સૂક્ષ્માવસ્થા જ સંસ્કાર છે. કાર્ય સૂક્ષ્મરૂપે જ્યારે પોતાના ઉપાદાનકારણમાં વિદ્યમાન હોય છે ત્યારે કાર્યનો નાશ થયો છે એમ કહેવાય છે. કાર્યની અવ્યક્તાવસ્થા જ કાર્યનો નાશ છે. અવ્યક્તાવસ્થાવાળું કાર્ય પોતાના ઉપાદાનકારણમાં વિદ્યમાન હોય છે. અવ્યક્તાવસ્થાવાળું કાર્ય જ કાર્યનો સંસ્કાર છે. પ્રભાવૃત્તિ પોતાના ઉપાદાનકારણમાં સૂક્ષ્મરૂપે વિધમાન હોય છે અને ઉબોધક મળતાં સ્મૃતિ ઉત્પન્ન કરે છે. સ્મૃતિ અને સંસ્કારનો આશ્રય સાક્ષિચેતન્ય છે. સાક્ષિચૈતન્યમાં અન્તઃકરણ અભેદરૂપે અધ્યસ્ત થતાં અન્તઃકરણ સહિત સાહિચેતન્ય જ પ્રમાતા છે. પ્રમાતામાં પ્રભાવૃત્તિ આશ્રિત હોય છે. સંસ્કાર અને સમૃતિ સાક્ષિચેતન્યમાં આશ્રિત છે. સાક્ષિચેતન્ય સાથે અન્તઃકરણનો આધ્યાસિક અભેદ હોઈ પ્રમાવૃત્તિ, સંસ્કાર અને સ્મૃતિના વૈયધિકરણ્યનો દોષ આવતો નથી. પ્રભારૂપ વૃત્તિનું ઉપાદાનકારણ અન્તઃકરણ અને અવિદ્યા બને છે જ્યારે અપ્રમાડ઼પવૃત્તિનું ઉપાદાનકારણ એકલી અવિઘા જ છે. પ્રમાવૃત્તિથી અપ્રમારૂપ વૃત્તિનું આ જ લક્ષણ્ય છે. આમ અદ્વૈત વેદાન્ત મતે અનુભવ સંસ્કારનાય નથી, પરંતુ અનુભવનો વિનાશ જ સંસ્કારસ્વરૂપ છે. અને એટલે જ અદ્વૈતસિદ્ધિકાર વિનશ્યતુ જ્ઞાનને જ સંસ્કારનું જનક કહે છે. અર્થાતુ, જ્ઞાનની વિનાશાવસ્થા જ સંસ્કારાવસ્થા છે. જ્ઞાનનું સૂક્ષ્મરૂપ જ સંસ્કાર છે.'
અદ્વૈતસિદ્ધિકાર યોગસૂત્રાનુસારી વિવરણાચાર્યનો અભિપ્રાય સમજાવતાં કહે છે કે તમોગુણાત્મકાવરણમાત્રાલંબની વૃત્તિ નિદ્રાવૃત્તિ છે. આના પહેલાં અદ્વૈતસિદ્ધિકારે નિદ્રાવૃત્તિને ત્રિગુણાત્મકઅજ્ઞાનવિષયક કહી છે. ત્રિગુણાત્મકઅજ્ઞાનવિષયક સુષુપ્તિવૃત્તિ સ્વીકારીને પછી વળી સુષુપ્તિવૃત્તિ તમોગુણમાત્રવિષયક છે એમ કહેતાં પૂર્વાપર વાક્યો વચ્ચે વિરોધ જ થાય એવું મનમાં થાય પરંતુ વસ્તુતઃ અહીં કોઈ વિરોધ નથી. અદ્વૈતસિદ્ધિકારે પહેલાં કહ્યું છે કે સુષુપ્તિકાળે અજ્ઞાન નિર્વિકલ્પકબુદ્ધિવેધ હોય છે. સુષુપ્તિકાળે અન્તઃકરણનો ઉપરાગ ન હોવાથી