________________
૧૭૨
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર
સાક્ષી છે. આ વાત દશશ્લોકીના પ્રથમ શ્લોકની ટીકામાં મધુસૂદને વિસ્તારથી કહી છે.પ અદ્વૈતસિદ્ધિકારે સાક્ષીનું જે નિરૂપણ કર્યું છે તે સંક્ષેપશારીરકકાર, વિવરણકાર અને વાર્તિકકારનાં મતથી વિલક્ષણ છે. આ જ વસ્તુ ન્યાયરત્નાવલીમાં બ્રહ્માનંદ સરસ્વતીએ કહી છે. (ન્યાયરત્નાવલી, સંપાદક રાજેન્દ્રનાથ ઘોષ, પૃ. ૩૮૭), મધુસૂદન સરસ્વતીના પૂર્વવર્તી નૃસિંહાશ્રમ વગેરે આચાર્યોના ગ્રંથોમાં જે સાક્ષિસ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે તેમાં મધુસૂદન સ્વીકૃત મતનો સમાવેશ નથી. પ્રાચીન આચાર્યોના મતનું અવલંબન લઈને નૃસિંહાશ્રમ વગેરે અદ્વૈતવેદાન્તીઓ પૂર્વપક્ષીઓની આપત્તિઓનું સમાધાન કરે છે. અદ્વૈતદીપિકા વગેરે ગ્રન્થોમાં સ્વીકૃત પ્રક્રિયા અદ્વૈતસિદ્ધિગ્રંથમાં સ્વીકૃત પ્રક્રિયાથી વિલક્ષણ છે. આમ સાક્ષીના સ્વરૂપ વિશે અદ્વૈતસિદ્ધિકારનો મત પ્રાચીન આચાર્યોના મતથી જુદો પડે છે.
ટિપ્પણ
१. एवमेतावन्तं कालं न किञ्चिदवेदिषमिति परामर्शसिद्धं सौषुप्तं प्रत्यक्षमपि भावरूपाज्ञानविषयमेव । अद्वैतसिद्धि, पृ. ५५६
૩. . आनुमानिको ज्ञानाभावानुभवः ...
...
ન્યાયામૃત, પૃ. ૨૧૦
ननु परामर्शः किमनुमानं किं वा स्मरणम् ? आद्ये ज्ञानाभाव एवानुमीयताम्, किं भावरूपाज्ञानेन ? अद्वैतसिद्धि, पृ. ५५६
૩. અવસ્થાવિશેષસ્ય વા ... સાયમાવસ્ય વા ... तुल्ययोगक्षेमे आत्मादौ स्मर्यमाणेऽपि नियमेनास्मर्यमाणत्वस्य वा लिङ्गत्वात् ... । न्यायामृत, पृ. ३१७
' तथाहि सम्प्रतिपन्नोदयास्तमयकालवद्विवादपदयोरप्युदयास्तमययोरन्तरालकालमनुमाय तत्कालमहं (सुषुप्तिकालीनोऽहं) ज्ञानाभाववान्, अवस्थाविशेषवत्त्वात्, ज्ञानसामग्रीविरहवत्त्वात्, तुल्ययोगक्षेम आत्मादौ स्मर्यमाणेऽपि तद्वत्तया नियमेनास्मर्यमाणत्वाद्वेति प्रयोमसम्भवात् । अद्वैतसिद्धि, પૃ. ૧૬-૧૭
૪. અદ્વૈતસિદ્ધિ, પૃ. ૬૬૭
૫. ન્યાયામૃતકારે પક્ષવિરોષણ સુષુપ્તિકાલને સિદ્ધ કરવા માટે જે અનુમાન આપ્યું છે તે સંગત નથી. અદ્વૈતસિદ્ધિમાં પક્ષવિરોષણ જ્ઞાત થઈ શકતું નથી એમ સામાન્યભાવે કહ્યું છે પરંતુ એની વિશેષ વિવેચના અદ્વૈતસિદ્ધિમાં જણાતી નથી. અદ્વૈતદીપિકા વગેરે પ્રાચીન ગ્રંથોમાં આની વિશેષ વિવેચના છે. ન્યાયામૃતકારે સુષુપ્તિના અધિકરણભૂત કાલની સિદ્ધિ કરવા જે અનુમાન આપ્યું છે તેનાથી તો દિવાકાલ કે રાત્રિકાલની જ સિદ્ધિ થઈ શકે પરંતુ તે સુષુપ્તિનું અધિકરણ છે એ સિદ્ધ થઈ શકે નહિ. સુષુપ્તિ નિખિલજ્ઞાનાંભાવરૂપ છે. સુષુપ્તિનો અર્થ જ નિખિલજ્ઞાનાભાવ છે. ‘સુષુપ્તિકાલીન હું” એવા પક્ષનો નિર્દેશ કરવાથી એ નિર્દેશ દ્વારા એ જ સમજાય કે ‘નિખિલજ્ઞાનાભાવકાલીન હું”. પરંતુ નિખિલજ્ઞાનાભાવ તો સાધ્ય છે. આ સાધ્યની સિદ્ધિ પહેલાં નિખિલજ્ઞાનાભાવને પક્ષનું વિશેષણ કેવી રીતે બનાવી શકાય ? સાધ્યની અનુમિતિ થતાં પક્ષવિરોષણ સિદ્ધ થાય અને વિશેષણયુક્ત પક્ષ સિદ્ધ થતાં સાધ્યની અનુમિતિ થાય – આમ અન્યોન્યાશ્રયદોષ આવે. અદ્વૈતસિદ્ધિકાર ‘પક્ષવિશેષણને અપ્રસિદ્ધ કહે છે અર્થાત્ સાધ્યની અનુમિતિના