________________
શાંકર વેદાનમાં અવિદ્યાવિયાર આવરણમાત્રાલંબનવૃત્તિને જ નિદ્રાવૃત્તિ કહી છે. તેથી નિદ્રાવૃત્તિતામસી વૃત્તિ છે, આવરણરૂપ તમન્સ જ તેનો વિષય (આલંબન) છે. આ નિદ્રાવૃત્તિયા સુષુપ્તિવૃત્તિ જાગ્રતદશામાં હોતી નથી. જાગ્રત અવસ્થામાં અવિદ્યાનો અનુભવ હોવા છતાં તે નિદ્રાવત્તિ નથી. તેથી જાગ્રતદશામાં સુષુપ્તિવૃત્તિ હોતી નથી. આ સુષુપ્તિવૃત્તિ યા નિદ્રાવૃત્તિ અજ્ઞાનની જ વૃત્તિ છે. આ વૃત્તિ જાગ્રતકાળે અસ્તિત્વ ધરાવતી ન હોઈ, નિદ્રાવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનનો જાગ્રતકાળે સાક્ષી દ્વારા અનુભવ સંભવતો નથી. સાક્ષીને સાક્ષાત્ સાક્ષિસંસ્કૃષ્ટ વિદ્યમાન વસ્તુનો જ અનુભવ સંભવે છે. અતીત વસ્તુનો અનુભવ સાક્ષીને સંભવતો નથી. સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અજ્ઞાન જાગ્રતફાળે ન હોવાથી તાદશવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનનો અનુભવ પણ સાક્ષીને જાગ્રતકાળે સંભવેનહિ. સુષુપ્તિકાળે જ નિદ્રારૂપ અવિદ્યાવૃત્તિથી વિશિષ્ટ એવા અજ્ઞાનનો સાક્ષીને અનુભવ હોય છે. જાગ્રતકાળે નિદ્રારૂપ અવિદ્યાવૃત્તિનારા પામી ગઈ હોય છે પરંતુ તે અવિદ્યાવૃત્તિજન્ય સંસ્કાર હોય છે. એ સંસ્કાર નિદ્રાવૃત્તિવિશિષ્ટ અનુભૂત અજ્ઞાનનું જાગ્રતકાળે સ્મરણ ઉત્પન્ન કરે છે. સંસ્કારજન્ય સ્મરણરૂપ અવિદ્યાવૃત્તિ દ્વારા સુષુપ્તિવિશિષ્ટ અજ્ઞાનનું ભાન થાય છે. અદ્વૈતસિદ્ધાન્તમાં સ્મૃતિને અવિદ્યાવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી છે. સ્મૃતિમાં અજ્ઞાનનિવર્તકતા નથી. તેથી તે પ્રમાવૃત્તિ નથી. અપ્રમારપ બધી જ વૃત્તિઓનું ઉપાદાન અવિદ્યા છે, અન્તઃકરણ નથી. અન્તઃકરણ તો બધી પ્રભારૂપ વૃત્તિઓનું જ ઉપાદાન છે. તેથી સુખોસ્થિત પુરુષને સુષુપ્તિવિશિષ્ટ અજ્ઞાનની જે. સ્મૃતિ થાય છે તે અવિદ્યાવૃત્તિ છે, જ્ઞાનાભાસ છે. અન્તઃકરણવૃત્તિ અને અવિદ્યાવૃત્તિ, જ્ઞાન અને જ્ઞાનાભાસ, જ્ઞાનની અજ્ઞાનવિરોધિતા અને જ્ઞાનાભાસની અજ્ઞાનવિરોધિતા, વગેરે સિદ્ધાન્તો અંગે વેદાન્ત પરિભાષાકારને સ્પષ્ટ સમજણ ન હોવાથી, તે પ્રમાલક્ષણના નિરૂપણમાં ગંભીર ગરબડ કરી નાખે છે. તે ભદમત અને વેદાન્તમતનો ભેદ સમજતા નથી. જેઓ એને ભણે છે અને ભણાવે છે તેઓ વેદાન્તને બરાબર સમજતા નથી, એટલું જ નહિ પણ ગલત સમજે છે, એટલે વેદાન્તપરિભાષાનું સ્થાન પાક્યક્રમમાં ન હોવું જોઈએ. ,
સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનનો સુખોત્થિત પુરુષને અનુભવ હોઈ શકે જ નહિ, કારણ કે સુખોસ્થિત પુરુષને સુષુપ્તિવૃત્તિ વિદ્યમાન હોતી નથી. તેથી તેને સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અશાનનું
સ્મરણ જ થાય છે. વિશિષ્ટ અજ્ઞાનની સ્મૃતિ થવા છતાં કેવલજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ ધારાવાહિકરૂપે જાગ્રતકાળે ઉત્પન્ન થાય છે. જાગ્રતકાળે કેવલજ્ઞાનવિષયક અશાનવૃત્તિ ધારાવાહિકરૂપે વિદ્યમાન હોઈ અજ્ઞાનનું ધારાવાહિક પ્રત્યક્ષ જ થાય છે.' અજ્ઞાનવૃત્તિનું ઉપાદાન અજ્ઞાન છે, તેથી અજ્ઞાનોપહિત સાક્ષી જ અવિદ્યાવૃત્તિમાત્રનો આશ્રય હોય છે. પ્રમાતા અવિઘાવૃત્તિનો આશ્રય નથી. એટલે સ્મૃતિરૂપ અવિદ્યાવૃત્તિનો આશ્રય સાલી જ હોય છે, પ્રમાતા નહિ. આ સાક્ષીરૂપ દ્રષ્ટામાં અન્તઃકરણનો અભેદાધ્યાસ (ઉત્થાન યા જાગ્રત્કાળ) હોઈ પ્રમાતા અને દ્રષ્ટાના ભેદની પ્રતીતિ થતી નથી. સુખોસ્થિત પુરુષને સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનનું જ્યારે સ્મરણ થાય છે ત્યારે પણ કેવલજ્ઞાનો અનુભવ જ થાય છે. કેવલઅજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ ધારાવાહિકરૂપે વિદ્યમાન હોઈ, વિશિષ્ટ અજ્ઞાનના સ્મરણકાળે પણ કેવલઅજ્ઞાનનો અનુભવ થાય જ છે. સુપ્નોસ્થિત પુરુષને સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનના થતા સ્મરણનો ખુલાસો (ઉપપાદન) કરવા માટે જ સુષુપ્તિકાળે અજ્ઞાનવૃત્તિ સ્વીકારવામાં આવી છે. આ સુષુપ્તિવૃત્તિથી સંસ્કાર ઉત્પન્ન થતા હોઈ સુખોસ્થિત પુરુષને સ્મરણ સંભવે છે.