________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૬૫ સુષુપ્તિનામક અજ્ઞાનવૃત્તિ સ્વીકારવામાં ન આવે તો સુખોસ્થિત પુરુષને સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનવિષયક સ્મૃતિ થઈ શકે જ નહિ. અજ્ઞાન અને અજ્ઞાનભાસક ચૈતન્ય બંને જાગ્રત્કાળે વિદ્યમાન હોઈ અજ્ઞાનના પ્રકાર માટે સંસ્કાર સ્વીકારવાની જરૂર નથી. અન્ય કાળે થયેલા અનુભવથી થતા અન્યકાલીન સ્મરણને ઘટાવવા-સમજાવવા માટે જ અનુભવજન્ય સંસ્કાર સ્વીકારવામાં આવેલ છે. અનુભવ પોતે જ કાલાન્તરે વિદ્યમાન હોય તો તે કાલાન્તરે વિષયના પ્રકાશ માટે સંસ્કાર કે સ્મૃતિ સ્વીકારવાની જરૂર નથી. સુપ્નોસ્થિત પુરુષને સુષુપ્તિવૃત્તિવિશિષ્ટ અજ્ઞાનના થતા સ્મરણને ઘટાવવા માટે જ સુષુપ્તિવૃત્તિ કે નિદ્રાવૃત્તિ સ્વીકારવામાં આવી છે. પરંતુ પ્રલય પછી પ્રલયકાળ અનુભવાયેલ અજ્ઞાનનું સ્મરણ અનુભવસિદ્ધ નથી, તેથી પ્રલયદશામાં અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ સ્વીકારવામાં આવી નથી. પ્રલયદશામાં અજ્ઞાનવૃત્તિ સ્વીકારવામાં ન આવી હોઈ, અજ્ઞાનવૃત્તિજન્ય સંસ્કાર પણ ઉત્પન્ન થતા નથી, અને તેથી પ્રાલય પછી પ્રલયશામાં અનુભવાયેલ અજ્ઞાનનું સ્મરણ પણ થતું નથી.'
પ્રલય અને સુષુપ્તિ બંને એક જાતિની અવસ્થા છે. બંનેમાં આત્મચેતન્ય દ્વારા અજ્ઞાનમાત્ર ભાસે છે. તેથી બૃહદારણ્યકભાષ્ય ઉપર વાર્તિક લખનાર સુરેશ્વરાચાર્ય પોતાના વાર્તિકમાં કહે છે કે પ્રલય દશામાં જીવની કાર્યોપાધિઓ જ વિલીન થાય છે. શરીર, ઇન્દ્રિય, વગેરે જેમ વિલીન થઈ જાય છે તેમ જીવની કાર્યરૂપ ઉપાધિ અન્તઃકરણ પણ વિલીન થઈ જાય છે. કેવળ અનાદિ (અર્થાત્ કાર્યરૂપ નહિ એવી) ઉપાધિ અવિઘા જ અવશિષ્ટ રહે છે, અને બધી જ કાર્યોપાધિ અવિદ્યામાં વિલીન થઈ જાય છે. તેવી જ રીતે, સુષુપ્તિદશામાં પણ અન્તઃકરણ સુધીની બધી જ કાર્યોપાધિ (જન્ય ઉપાધિ) અવિદ્યામાં વિલીન થઈ જાય છે. અન્તઃકરણ અને અવિદ્યા બંને આત્માની ઉપાધિ છે. અન્તઃકરણ સાદિ છે જ્યારે અવિદ્યા અનાદિ છે. જેમ પ્રલયમાં અનાદિ
અવિઘારૂપ ઉપાધિ અવશિષ્ટ હોય છે તેમ સુષુપ્તિમાં પણ કાર્યરૂપ ઉપાધિ અન્તઃકરણના વિનાશથી સંસ્કૃત અવિદ્યા જે માત્ર અવશિષ્ટ હોય છે. આમ સુષુપ્તિ અને પ્રલય વચ્ચે કોઈ વિલક્ષણ્ય નથી એવું વિચારીને સુરેશ્વરાચાર્ય અવ્યાકૃતપ્રક્રિયાપરિચ્છેદમાં (૧/૪ બ્રાહ્મણમાં) સુષુપ્તિનામની અજ્ઞાનની વૃત્તિ સ્વીકારતા નથી. તેથી જ તેઓ કહે છે કે કાર્યોપાધિવિનાયાસંસ્કૃત અજ્ઞાનમાત્ર જ સુષુપ્તિ છે. આ માત્ર પદ દ્વારા અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ સુષુપ્તિમાં હોતી નથી એ જ કહેવામાં આવ્યું છે. અને તે દ્વારા સુષુપ્તિ અને પ્રલયનું સામ્ય જણાવવામાં આવ્યું છે. પ્રલયમાં પણ અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ હોતી નથી, અને સુષુપ્તિમાં પણ તે હોતી નથી. આ રીતે સુરેશ્વરાચાર્યે સુષુપ્તિમાં અજ્ઞાનવૃત્તિનું પ્રત્યાખ્યાન કર્યું છે. વળી, તેમાં સુષુપ્તિકાળે અનુભવેલ અજ્ઞાનનું સ્મરણ સુખોસ્થિત પુરુષને થાય છે એ વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી. પ્રલય પછી જેમ અજ્ઞાનનું સ્મરણ થતું નથી તેમ સુપ્નોસ્થિત પુરુષને પણ સુષુપ્તિવિશિષ્ટ અજ્ઞાનનું સ્મરણ થતું નથી, કેવલઅજ્ઞાનનો અનુભવ જ સુખોસ્થિત પુરુષને થાય છે. સુરેશ્વર સૌષુપ્તવૃત્તિ સ્વીકારતા ન હોઈ, સુપ્નોસ્થિત પુરુષને તેનું સ્મરણ પણ સ્વીકારતા નથી. અનિત્ય અનુભવથી પડેલા (જન્મેલા) સંસ્કાર દ્વારા સ્મૃતિ થાય છે. નિત્ય અનુભવ સંસ્કારનો જનક નથી, તેથી નિત્ય અનુભવની સ્મૃતિ પણ સંભવતી નથી. વાર્તિકાર સુરેશ્વર કહે છે -