________________
૧૦
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર અજ્ઞાનસ્વરૂપ પણ અનુમાનાદિપ્રમાણસિદ્ધ છે એમ કહે છે પરંતુ તે મુખ્ય વેદાન્તસિદ્ધાન્તનથી. પોતાનું પાંડિત્ય દર્શાવવા જ આવો એકદેશી મત તેમણે દર્શાવ્યો છે. આ વિશે પછી વિરોષ આલોચના કરીશું.
વળી, ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે ભાવરૂપ અજ્ઞાન જેમ સ્વરૂપત સાક્ષિઘ છે તેમ જ્ઞાનાભાવ પણ સ્વરૂપત સાક્ષિઘ હોઈ શકે છે. તેથી સુષુપ્તિદશામાં જ્ઞાનાભાવ જ સાક્ષિઘ છે અને સુષુપ્તિમાં સાક્ષિવેદ્ય જ્ઞાનાભાવનું સ્મરણ સુખોસ્થિત પુરુષને થાય છે. આમ શિબ્રિતિષ એવું સુખોસ્થિત પુરુષને થતું સ્મરણ ઘટે છે. તેથી ભાવરૂપ અજ્ઞાન માનવાની કોઈ જ આવશ્યક્તા નથી. અજ્ઞાન સ્વરૂપત સાક્ષિઘ હોઈ શકે છે પણ જ્ઞાનાભાવ સ્વરૂપતઃ સાક્ષિઘ હોઈ શકે જ નહિ એમ માનવામાં કોઈ તર્ક નથી. જો કે અભાવજ્ઞાન પ્રતિયોગિજ્ઞાસાપેક્ષ છે, છતાં બધાં અભાવજ્ઞાનો પ્રતિયોગિજ્ઞાનસાપેક્ષ નથી. સપ્રતિયોગિત્વરૂપે અભાવનું જ્ઞાન ઇચ્છતા હોઈએ તો જ અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન હેતુ તરીકે આવશ્યક છે જ. પરંતુ સ્વરૂપત અભાવનું જ્ઞાન ઇચ્છતા હોઈએ ત્યારે તે અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન હેતુ તરીકે જરૂરી નથી. તેથી સુષુપ્તિમાં પ્રતિયોગીનું જ્ઞાન ન હોવાથી પ્રતિયોગિજ્ઞાનજન્ય જ્ઞાનાભાવનું જ્ઞાન થઈ શકે જ નહિ એમ કહી શકાય નહિ. સ્વરૂપતઃ અભાવના જ્ઞાનમાં પ્રતિયોગિજ્ઞાન હેતુ જ નથી. જો સ્વરૂપતા અભાવના જ્ઞાનમાં પણ પ્રતિયોગિશાન હેતુ હોત તો “પ્રમેય એવા જ્ઞાનમાં અભાવ ભાસમાન થઈ શક્તનહિ. ભાવ અને અભાવ વસ્તુમાત્ર પ્રમેય છે. પ્રમેય’ એવા જ્ઞાનમાં ભાવ અને અભાવ વસ્તુમાત્ર સ્વરૂપતઃ ભાસમાન હોય છે. પ્રમેય’ એવા જ્ઞાનમાં અભાવ સ્વરૂપત ભાસમાન હોવા છતાં સપ્રતિયોગિકત્વરૂપે ભાસમાન નથી. તેથી સુષુપ્તિમાં પ્રતિયોગીનું જ્ઞાન સંભવતું ન હોઈ જ્ઞાનાભાવ સ્વરૂપતઃ ભાસમાન થઈ શકે નહિ, એમ કહી શકાય નહિ. પ્રતિયોગીનું જ્ઞાન ન હોય તો પણ જ્ઞાનાભાવ સ્વરૂપત તો સાક્ષિભાસ્ય સંભવે છે. ૯.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે જણાવે છે. ન્યાયામૃતકારની આ વાત અયોગ્ય છે. સાક્ષી દ્વારા સ્વરૂપત અભાવનું ગ્રહણ થઈ શકે નહિ. અભાવ સાક્ષાત્ સાક્ષિવેદ્ય હોતો નથી, હોઈ શકે પણ નહિ. પ્રતિયોગીનું જ્ઞાન થયા વિના જ અભાવ જો સાક્ષાત્ સાક્ષિવેદ્ય હોય તો તે સાક્ષિજ્ઞાનનો આકાર કેવો હોય ? સ્વરૂપતઃ અભાવના જ્ઞાનનો આકાર કેવો હોય ? પ્રતિયોગીનું જ્ઞાન થયા વિના સ્વરૂપતઃ અભાવનું જ્ઞાન જો થાય તો એ અભાવજ્ઞાનનો આકાર થાય “ન” એવો. આવો અનુભવ શું કોઈને પણ કદી થાય છે? પ્રતિયોગીથી અવિશેષિત “ન” એવું જ્ઞાન સર્વથા અપ્રસિદ્ધ છે. તેથી સ્વરૂપત અભાવ સાક્ષિઘ છે એ કેવી રીતે ઘટે? “ઘર”
ટઃ ” એવું અભાવજ્ઞાન પ્રસિદ્ધ છે અને આ અભાવજ્ઞાન તો પ્રતિયોગીજ્ઞાનસાપેક્ષ જ હોય છે. સુષુપ્તિમાં પ્રતિયોગીનું જ્ઞાન સંભવતું નહોઈ સુષુપ્તિમાં અભાવ સ્વરૂપતઃ સાક્ષિઘ છે, એમ માનવું કોઈ પણ રીતે યોગ્ય નથી. નૈયાયિકો જે જે સ્થળે અભાવની પ્રત્યક્ષતા સ્વીકારે છે તે તે સ્થળે અદ્વૈત વેદાન્તીઓ અભાવને અનુપલબ્ધિપ્રમાણગમ્ય સ્વીકારે છે અને આ જ મત મીમાંસકોનો પણ છે. સુષુપ્તિમાં જ્ઞાનાભાવ પ્રત્યક્ષ થાય છે એવું તો નૈયાયિકો પણ કહેતા નથી. અને સુષુપ્તિમાં જ્ઞાનાભાવ અનુપલબ્ધિપ્રમાણગમ્ય છે એવું અદ્વૈતવેલન્તીઓ પણ કહેતા નથી. તેથી સુષુપ્તિમાં જ્ઞાનાભાવ સ્વરૂપતઃ પ્રત્યક્ષ થાય કેવી રીતે? સુષુપ્તિમાં જ્ઞાનાભાવનું પરોક્ષજ્ઞાન પણ સંભવતું નથી કારણકે સુષુપ્તિમાં શબ્દ કે લિંગનું પ્રતિસંધાનન હોઈ જ્ઞાનાભાવનું