________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન થઈ શકે નહિ. આમ અનુપલબ્ધિ દ્વારા પણ સુષુપ્તિમાં જ્ઞાનાભાવનું જ્ઞાન થઈ શકે નહિ. અનુપલબ્ધિ દ્વારા અભાવનું જ્ઞાન થવા માટે પ્રતિયોગીનું જ્ઞાન જરૂરી છે. પ્રતિયોગિજ્ઞાનનિરપેક્ષ અનુપલબ્ધિપ્રમાણ અભાવગ્રાહક બની શકે નહિ; જો બની શક્યું હોત તો અનુપલબ્ધિ દ્વારા “ન” એ આકારવાળું અભાવનું ગ્રહણ થાત. પરંતુ એવા આકારવાળું અભાવનું ગ્રહણ અપ્રસિદ્ધ છે. તેથી એ સ્પષ્ટ છે કે સુષુપ્તિમાં સાક્ષિવેદ્ય હોય એવો કોઈ પણ જ્ઞાનાભાવ કદી પણ પ્રસિદ્ધ નથી, એ અસંભવ છે."
અહીંન્યાયામૃતકાર જણાવે છે કે સુષુપ્તિમાં જે જ્ઞાનાભાવ સ્વરૂપતઃ સાક્ષાત્ સાક્ષિભાસ્ય છે તે જ્ઞાનાભાવ પ્રસિદ્ધ અન્ય અભાવથી વિલક્ષણ સ્વરૂપ ધરાવે છે. વિલક્ષણસ્વભાવતાને લીધે જ સુષુપ્તિમાં જ્ઞાનાભાવ સ્વરૂપતઃ સાક્ષિઘ બની શકે છે.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ કહે છે. સુષુપ્તિમાં સવિકલ્પક જ્ઞાનની કોઈ જ સંભાવના નથી. અંતઃકરણ હોય તો જ સવિકલ્પક જ્ઞાન થાય, અન્યથા ન થાય. સુષુપ્તિમાં તો અંતઃકરણ વિલીન થઈ જાય છે. તેથી સુષુપ્તિમાં નિર્વિકલ્પક પ્રત્યક્ષ થઈ શકે પણ સવિકલ્પક પ્રત્યક્ષ થઈ શકે નહિ. સુષુપ્તિમાં સવિકલ્પક પ્રત્યક્ષની સામગ્રી જ નથી. સવિકલ્પક પ્રત્યક્ષમાં વિશેષણજ્ઞાનની કારણતા ન સ્વીકારો તો પણ અંતઃકરણની સત્તા તો અવશ્ય સ્વીકારવી જોઈએ. વિલીનન્તઃકરણવાળા પુરુષને સવિકલ્પક જ્ઞાન અસંભવ છે. તેથી સુષુપ્તિમાં જ્ઞાનાભાવ નિર્વિકલ્પકબુદ્ધિવેદ્ય છે એમ સ્વીકારવું પડે, અને નિર્વિકલ્પબુદ્ધિવે વસ્તુનું તો ભાવત્વ સિદ્ધ થાય, અભાવત્વ સિદ્ધ ન થાય. સુષુપ્તિમાં નિર્વિકલ્પકબુદ્ધિવેદ્ય વસ્તુનું ભાવત્વ સ્વીકારવું ઉચિત છે. એવું ન સ્વીકારીએ તો પારિભાષિક અભાવ સ્વીકારવાની આપત્તિ આવે. તેથી સુષુપ્તિમાં જ્ઞાનાભાવ સ્વરૂપતઃ સાક્ષાત્ સાક્ષિઘ નથી. સુષુપ્તિમાં નિર્વિકલ્પબુદ્ધિબોધ્ય અજ્ઞાને અભાવરૂપ હોઈ શકે જ નહિ. અને પ્રસિદ્ધ અભાવ નિર્વિકલ્પ બુદ્ધિનો વિષય કદી બનતો નથી. નિર્વિકલ્પ બુદ્ધિના વિષય તરીકે અભાવ સ્વીકારીએ તો તે પ્રસિદ્ધ અભાવથી વિલક્ષણ પારિભાષિક અભાવ જ હોય. અર્થાત્ ભવિવસ્તુને જ ‘અભાવ” રોબ્દ દ્વારા સમજાવવા માટે ભાવવસ્તુમાં ‘અભાવ’ શબ્દની પરિભાષામાત્ર છે એમ જ સમજાય. પરિભાષામાત્ર દ્વારા વસ્તુનું લક્ષણ્ય સિદ્ધ થતું નથી.
અહીં ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે સુષુપ્તિમાં અન્તઃકરણ વિલીન થઈ ગયું હોવાથી જો સુષુપ્તિમાં સાક્ષિપ્રત્યક્ષ સવિકલપક પ્રત્યક્ષ બની શકતું જ ન હોય અને તેથી સુષુપ્તિમાં સાફિપ્રત્યક્ષ નિર્વિકલ્પક પ્રત્યક્ષરૂપ જ હોય તો સુષુપ્તિમાં અજ્ઞાનનું પ્રત્યક્ષ પણ નિર્વિકલ્પકરૂપ જ હોય. અને એમ હોય તો સુષુપ્તિમાં અનુભૂયમાન અજ્ઞાન જ્ઞાનવિરોધિત્વરૂપે ગૃહીત થઈ શકે નહિ, અને આ રીતે તો તે સવિષયકત્વરૂપે પણ ગૃહીત થઈ શકે નહિ. પરંતુ જ્ઞાનવિરોધિત્વરૂપે અને સવિષયકત્વરૂપે અજ્ઞાન જો સુષુપ્તિમાં ગૃહીત થતું હોય તો તે સવિકલ્પકબુદ્ધિવેધ જ થઈ પડે. તેથી સુષુપ્તિમાં અજ્ઞાન જ્ઞાનવિરોધિત્વાદિરૂપે અનુભૂત થતું નથી એમ જ અદ્વૈતવાદીઓએ સ્વીકારવું જોઈએ. અજ્ઞાનના નિર્વિકલ્પક અનુભવથી જન્ય સરકાર દ્વારા સુખોસ્થિત પુરુષને “ને ફિન્નિષિદ્' એવી જ્ઞાનવિરોધિત્વરૂપે અને સવિષયકત્વરૂપે અજ્ઞાનની સ્મૃતિ કેવી રીતે થાય? નિર્વિકલ્પક અનુભવજન્ય સવિકલ્પક સ્મૃતિ થઈ શકે નહિ. સ્મૃતિજનક અનુભવની સાથે