________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૫૯ ભાય છે. અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ જન્ય વસ્તુ છે. સુષુપ્તિકાલે આ અજ્ઞાનવૃત્તિ વિદ્યમાન હોવા છતાં સુષુપ્તિ પછી તેનો નાશ થઈ જાય છે, અજ્ઞાનવૃત્તિ સંસ્કાર પેદા કરી નાશ પામે છે. આમ સંસ્કારની અનુપપત્તિ નથી. અને સંસ્કાર હોવાથી સુખોસ્થિત પુરુષને સ્મરણ પણ થઈ શકે ૨૫
અહીં ન્યાયામૃતકાર નીચે મુજબ આપત્તિ આપે છે. અદ્વૈતવેદાન્તીઓ અજ્ઞાનને અજ્ઞાનવૃત્તિવેદ્ય કહી સ્વીકારે છે, કેવળચૈતન્યવેદ્ય કહી સ્વીકારતા નથી. જો અજ્ઞાન ચિન્માત્રવેદ્ય હોય તો સર્વદા જ અજ્ઞાનનો પ્રકાશ ઘટે કારણ કે ચૈતન્ય નિત્ય વસ્તુ છે, સર્વદા વિદ્યમાન છે. અદ્વૈતવેદાની અજ્ઞાનને અજ્ઞાનવૃત્તિવેદ્ય ગણે છે. અજ્ઞાનવૃત્તિ જન્ય છે, તેથી તે ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી. આ અજ્ઞાનવૃત્તિ સ્વકારણજન્ય હોય છે. તેથી જાગ્રત્વકાળે જ્યારે પણ અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ નહોય ત્યારે અજ્ઞાનવેદ્ય થતું નથી. પરિણામે, અજ્ઞાનવિષયક સંદેહ કે ભ્રમની આપત્તિ આવે. જો અજ્ઞાનને શુદ્ધચિન્માત્રવેદ્ય ગણવામાં આવે તો આ આપત્તિ આવે નહિ. પરંતુ અદ્વૈત વેદાની અજ્ઞાનને શુદ્ધચિન્માત્રવેદ્ય માનતા નથી. તેઓ તો અજ્ઞાનને અજ્ઞાનવૃત્તિવેદ્ય ગણે છે. તેથી અજ્ઞાનવૃત્તિના અભાવની દશામાં વેદ્ય અજ્ઞાનનો સંશય કે ભ્રમ અપરિહાર્ય બને છે. * .
- આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અજ્ઞાનવિષયક સંશયાદિ અપ્રસિદ્ધ છે કારણ કે અજ્ઞાન સાક્ષિભાસ્ય છે. સાક્ષિભાસ્ય વસ્તુના વિશેનું અજ્ઞાન અપ્રસિદ્ધ છે. સંશય અને ભ્રમનું ઉપાદાન અજ્ઞાન છે. તેથી ભ્રમોપાદનત્વને જ અજ્ઞાનનું લક્ષણ ગણવામાં આવ્યું છે. અજ્ઞાનવિષયક અજ્ઞાન (અર્થાતુ અજ્ઞાનનું આવરક અજ્ઞાન) અપ્રસિદ્ધ હોઈ, અજ્ઞાનવિષયક સાયકે ભ્રમ થઈ શકે નહિ. ભ્રમ અને સંશયનો વિષય તેમ જ ભ્રમ અને સંપાયના ઉપાદાન એવા અજ્ઞાનનો વિષય એક જ હોય છે, એ નિયમ છે. અજ્ઞાનવિષયક અજ્ઞાન અપ્રસિદ્ધ હોવાથી અજ્ઞાનવિષયક સંશયાદિ પણ અપ્રસિદ્ધ જ છે એટલે અજ્ઞાનવિષયક સંશયાદિ થઈ શકે નહિ. અજ્ઞાન સાક્ષીને અજ્ઞાત હોતું જ નથી. સાક્ષિભાસ્ય વસ્તુમાત્ર જ્યાં સુધી અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં સુધી સાક્ષી વડે પ્રકાશમાન જ હોય છે. જેટલો વખત અજ્ઞાન હોય છે તેટલો વખત સાક્ષી વડે પ્રકાશમાન જ હોય છે. સાક્ષિભાસ્ય વસ્તુ જે વખતે સાક્ષી વડે પ્રકાશમાન ન હોય તે વખતે તે વસ્તુ હોતી જ નથી. સાહિતભાસ્ય વસ્તુ કોઈ પણ કાળે સાક્ષી વડે અજ્ઞાત હોઈ શકતી નથી. જે વિષયનું અજ્ઞાન અપ્રસિદ્ધ હોય તે વિષયનો સંશય કે ભ્રમ પણ અપ્રસિદ્ધ હોય. ભ્રમ અને સંશયનું ઉપાદાન અજ્ઞાન છે. તેથી અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિ ન હોય તો અજ્ઞાનવિષયક સંદેહાદિ થઈ શકે નહિ. અજ્ઞાનસ્વરૂપ સાફિભાસ્ય છે. પરંતુ અજ્ઞાનનું ભાવત્વ, અનાદિત્વ, વગેરે ધર્મો સાલિભાસ્ય નથી. તેથી અજ્ઞાન ભાવવસ્તુ છે કે નહિ, અજ્ઞાન અનાદિ છે કે નહિ, અને અજ્ઞાન જ્ઞાનનિવાર્ય છે કે નહિ એવો સંશય થઈ શકે. અજ્ઞાનના ભાવત્વ, અનાદિત્વ, વગેરે ધર્મો સાHિભાસ્યનથી પરંતુ પ્રમાણ વેદ્ય છે. અજ્ઞાનના અનાદિd, ભાવવગેરે ધર્મોને પુરવાર કરવા અજ્ઞાનની બાબતમાં અનુમાન વગેરે પ્રમાણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. પરંતુ અજ્ઞાનની સ્વરૂપસિદ્ધિ માટે અનુમાન વગેરે પ્રમાણો આપવામાં આવ્યાં નથી. સ્વરૂપતઃ અજ્ઞાન સાક્ષિસિદ્ધ છે, પ્રમાણઘ નથી. જે પ્રમાણ વેદ્ય હોય તેની બાબતમાં સંશયાદિ સંભવે. આ સિદ્ધાન્ત વિવરણાચાર્યનો છે, અને આ જ વેદાન્તસિદ્ધાન્ત છે. જો કે કોઈ કોઈ વેદાન્તાચાર્ય