________________
૧૫૮
શાંકર વેદાનમાં અવિવાવિયાર જ્ઞાનસામગ્રીના સુષુપ્તિકાલીન અભાવનો નિશ્ચય સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવના નિશ્ચય વિના સંભવે નહિ. જ્ઞાનાભાવ દ્વારા જ જ્ઞાનસામગ્રીનો અભાવ અનુમિત થાય છે. અતીન્દ્રિય ઇન્દ્રિય, વગેરેથી ઘટિત જ્ઞાનસામગ્રીનો સુષુપ્તિકાળે અભાવ હતો એવો નિશ્ચય કલાભવના નિશ્ચય વિના થઈ શકે નહિ. ફલાભાવનું જ્ઞાન ન થયું હોય તો જ્ઞાનસામગ્રીના અભાવનો નિશ્ચય થઈ શકે નહિ. તેથી અમે અદ્વૈત વેદાનતીઓ આ સ્થળે અન્યોન્યાશ્રયદોષ દર્શાવીએ છીએ.૨ સુષુપ્તિકાળે જે જ્ઞાનાભાવ જે પુરુષને હતો તે જ્ઞાનાભાવનું અનુમાન તે જ પુરુષ જાગીને કરે છે. કેવી રીતે સુખોત્થિત પુરુષ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરે છે તે દેખાડવામાં આવ્યું છે અને તેનું ખંડન કરવામાં આવ્યું છે. એવો કોઈ પણ હેતુ નથી જેના દ્વારા સુખોસ્થિત પુરુષ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરી શકે. તેથી સુપ્નોસ્થિત પુરુષનું સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન સર્વથા અસંગત છે. ભાવરૂપ અજ્ઞાન દ્વારા જ જ્ઞાનાભાવનું અનુમાન કરી શકાય. અજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવની અનુમિતિ થઈ શક્તી હોવા છતાં પણ ભાવરૂપ એજ્ઞાન જોન સ્વીકારવામાં આવે તો અન્ય કોઈ પણ હેતુ દ્વારા સુષુપ્તકાલીન જ્ઞાનાભાવની અનુમિતિ થઈ શકે નહિ. તેથી સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરવા માટે ભાવરૂપ અજ્ઞાન અવયં સ્વીકારવું જોઈએ. જેઓ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરવા પ્રયાસ કરે છે તેમણે પણ બાધ્ય થઈને ન છૂટકે ભાવરૂપ અજ્ઞાન સ્વીકારવું જ જોઈએ વસ્તુત વાત એમ છે કે સુપ્નોસ્થિત પુરુષને લિંગ, વ્યાપ્તિ, વગેરેનું પ્રતિસંધાન ન હોવાને કારણે જ “વિશ્વિષિ ” એવો પરામર્શ થાય છે એ સર્વાનુભવસિદ્ધ છે. તેથી, આવા આ પરામર્શ દ્વારા સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરવાનો પ્રયાસકવલ કુપ્રયાસમાત્ર છે.
ન્યાયામૃતકાર અદ્વૈતવેદાન્તના મતનું ખંડન કરતાં નીચે પ્રમાણે જણાવે છે. સુષુપ્તોત્થિત પુરુષનો ‘ક્રિશ્વિતરિષમ્' એવો પરામર્શ સુષુપ્તિકાળે અનુભવેલ ભાવરૂપ અજ્ઞાનની સ્મૃતિ છે, સુપ્નોસ્થિત પુરુષને આ સ્મરણ દ્વારા સૌષુપ્ત ભાવરૂપ અજ્ઞાનનો અનુભવ સિદ્ધ થાય છે, ભાવરૂપ અજ્ઞાનના અનુભવ વિના ભાવરૂપ અજ્ઞાનનું સ્મરણ થઈ શકે નહિ, આ મુજબ અદ્વૈતવેદાન્તી કહે છે. પરંતુ તેમનું આમ કહેવું નિતાન્ત અસંગત છે કારણકે વિશ્વરિષ' એવું સ્મરણ સુખોત્થિત પુરુષને થતું હોવાથી સ્મરણના જનક સંસ્કારનો સ્વીકાર કરવો જોઈએ. સંસ્કાર વિના સ્મરણ થઈ શકે નહિ. સૌષુપ્ત અજ્ઞાનાનુભવ સાક્ષિપ્રત્યક્ષરૂપ છે અને સાક્ષી અવિનાશી ચૈતન્ય વસ્તુ છે. અજ્ઞાન પણ અનાદિ અને તત્વજ્ઞાનનાય છે. સુખોસ્થિત પુરુષને અજ્ઞાન અને અજ્ઞાનનો અનુભવ અને વિદ્યમાન જ રહ્યાં છે, વિષય અને જ્ઞાન એ બેમાંથી કોઈનો પણ નાશ થતો નથી. વિદ્યમાન અવિનાશી જ્ઞાન (સાક્ષિપ્રત્યક્ષ) સંસ્કારનું જનક બની રાતું નથી. વિષય (અજ્ઞાન) પણ વિનષ્ટ થતો નથી. તેથી વિષયવિશિષ્ટરૂપે જ્ઞાન નાશ પામ્યું છે એમ કહી શકાય નહિ. પરિણામે, અવિનાશી જ્ઞાનથી સંસ્કાર ઉત્પન્ન થઈ શક્તા ન હોઈ, સંસ્કારજન્ય સ્મૃતિ સુખોસ્થિત પુરુષને થાય જ કેવી રીતે?
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે આ સાક્ષી શુદ્ધ ચૈતન્યમાત્રનથી. અવિદ્યાવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્યને સાક્ષી કહેવામાં આવે છે. જે અજ્ઞાને સાક્ષિભાસ્ય છે તે અજ્ઞાન એટલે અજ્ઞાનવિષયક અજ્ઞાનની વૃત્તિ. અજ્ઞાનવિષયક અજ્ઞાનની વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જ અહીં સાક્ષિતન્ય છે. અજ્ઞાનવિષયક અજ્ઞાનવૃત્તિમાં પ્રતિબિંબિત સાક્ષિચેતન્ય દ્વારા જ અજ્ઞાન