________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૫૭
માનવાની કોઈ જ જરૂર નથી. ભાવરૂપ અજ્ઞાન અને જ્ઞાનાભાવ બંને રાગના વિરોધી છે. તેથી રાવિરોધી ભાવરૂપ અજ્ઞાન દ્વારા કે જ્ઞાનાભાવ દ્વારા રાગાભાવની અનુમિતિ થઈ શકે. સુપ્તોત્થિત પુરુષને સુષુપ્તિકાલીન રાગાભાવની અનુમિતિ માટે રાગવિરોધી દ્વેષને સુષુપ્તિકાળે સ્વીકારવાની જરૂર નથી.૧૯
ન્યાયામૃતકાર એક નવી આપત્તિ આપે છે. તે કહે છે કે અદ્વૈતવેદાન્તીના મતે ભાવરૂપ અજ્ઞાન તેની જ્ઞાનવિરોધિતાને કારણે જ્ઞાનાભાવનું અનુમાપક છે; જે વિષયનું અજ્ઞાન હોય છે તે જ વિષયનો જ્ઞાનાભાવ હોય છે કારણ કે અજ્ઞાન જ્ઞાનનું વિરોધી છે; બે વિરોધીઓમાંથી એક હોય તો બીજો વિરોધી ન હોય. અદ્વૈતવેદાન્તીના આ મતમાં પ્રશ્ન ઊઠે છે કે જે વસ્તુનું અપરોક્ષ જ્ઞાન છે અને સાથે સાથે પરોક્ષ જ્ઞાન નથી તેવા સ્થળે પરોક્ષ જ્ઞાનના અભાવનું અનુમાન કેવી રીતે થરો ? પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે તે વિષયનું ભાવરૂપ અજ્ઞાન હોઈ શકે નહિ, કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. પરંતુ અજ્ઞાનને તો જ્ઞાનાભાવનું અદ્વૈતવેદાન્તીએ અનુમાપક ગણ્યું છે. જે વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન હોય તે વસ્તુનું ભાવરૂપ અજ્ઞાન હોય જ નહિ. વસ્તુવિષયક ભાવરૂપ અજ્ઞાન હોય જ નહિ તો તે ભાવરૂપ અજ્ઞાન દ્વારા તે જ વસ્તુવિષયક પરોક્ષ જ્ઞાનનો અભાવ અસિદ્ધ જ રહે. તે સ્થળે પરોક્ષજ્ઞાનના અભાવનું સાધક કોઈ પણ પ્રમાણ નથી. તેથી પરોક્ષ જ્ઞાનનો અભાવ સર્વથા અસિદ્ધ થઈ પડે.૨૦
અદ્વૈતસિદ્ધિકાર આનો ઉત્તર નીચે પ્રમાણે આપે છે. પરોક્ષ જ્ઞાનનો અભાવ સર્વથા અસિદ્ધ થઈ પડતો નથી. પરોક્ષ જ્ઞાનની સામગ્રીના અભાવને આધારે જ પરોક્ષ જ્ઞાનના અભાવની અનુમિતિ થઈ શકે છે. જો કહેવામાં આવે કે પરોક્ષ જ્ઞાનની સામગ્રીના અભાવને આધારે પરોક્ષ જ્ઞાનના અભાવની અનુમતિ માનતાં તો પૂર્વવત્ અન્યોન્યાશ્રય દોષ આવે, પરોક્ષ જ્ઞાનનો અભાવ સિદ્ધ થતાં તે દ્વારા પરોક્ષ જ્ઞાનની સામગ્રીનો અભાવ સિદ્ધ (અનુમિત) થાય અને પરોક્ષ જ્ઞાનની સામગ્રીનો અભાવ સિદ્ધ થતાં તે દ્વારા પરોક્ષ જ્ઞાનનો અભાવ સિદ્ઘ (અનુમિત) થાય, આમ પ્રસ્તુત અનુમિતિ અન્યોન્યાશ્રયદોષથી દૂષિત હોઈ ઘટી શકે નહિ – તો અદ્વૈતવેદાન્તી કહે છે કે આ રીતનો અન્યોન્યાશ્રયદોષ પ્રકૃત સ્થળે આવતો નથી. પરોક્ષ જ્ઞાનના અભાવ દ્વારા સામગ્રીના અભાવની અનુમિતિ અને સામગ્રીના અભાવની અનુમિતિ દ્વારા પરોક્ષ જ્ઞાનના અભાવની અનુમિતિ - આવા અન્યોન્યાશ્રયદોષનો પ્રસંગ અહીં નથી. કેમ ? જ્ઞાનસામગ્રીના અભાવને આધારે જ્ઞાનાભાવનું અનુમાન કરવામાં આવે તો અન્યોન્યાશ્રયદોષ આવે એમ અમે પહેલાં જણાવી ગયા છીએ, પરંતુ પરોક્ષ જ્ઞાનની સામગ્રીના અભાવને આધારે પરોક્ષ જ્ઞાનના અભાવની અનુમિતિમાં અન્યોન્યાશ્રયદોષ આવતો નથી કારણ કે પરોક્ષ જ્ઞાનની સામગ્રી છે જ્ઞાયમાન રશબ્દ, જ્ઞાયમાન લિંગ, વગેરે અને આ રાબ્દ, લિંગ, વગેરે ઉપલબ્ધિયોગ્ય વસ્તુઓ હોઈ યોગ્યાનુ પલબ્ધિ દ્વારા તેમના અભાવનો નિશ્ચય થઈ શકે છે. ઉપલબ્ધિયોગ્ય શબ્દાદિનો અભાવ જ પરોક્ષ જ્ઞાનની સામગ્રીનો અભાવ છે, અને તે સામગ્રીના અભાવ દ્વારા પરોક્ષ જ્ઞાનના અભાવની અનુમિતિ થઈ શકે. પરોક્ષ જ્ઞાનની સામગ્રીના અભાવનો નિશ્ચય કરવા માટે પરોક્ષ જ્ઞાનના અભાવનો નિશ્ચય અપેક્ષિત નથી. ફલાભાવ દ્વારા સામગ્રીના અભાવનો નિશ્ચય કરવાનો નથી. પરંતુ યોગ્યાનુપલબ્ધિ દ્વારા જ પરોક્ષ જ્ઞાનની સામગ્રીના અભાવનો નિશ્ચય કરવાનો છે. તેથી પ્રસ્તુત સ્થળે અન્યોન્યાભાવદોષને અવકારા જ નથી. ૨૧