________________
પ્રાગભાવખંડન
૧૧૫ આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ જણાવે છે. પ્રદર્શિત સ્થળે પ્રાગભાવવશતઃ કાર્યભેદ થતો નથી પરંતુ અગ્નિસંયોગભેદપ્રયુક્ત કાર્યભેદ થાય છે. રૂપ, રસ, વગેરેનો જનક અગ્નિસંયોગ એક છે જ નહિ. રૂપનો જનક અગ્નિસંયોગ રસના જનક અગ્નિસંયોગથી ભિન્ન છે. આનો અભિપ્રાય એ છે કે પાર્થિવ વસ્તુની (ઘટ વગેરેની) સાથે અગ્નિનો સંયોગ થવાથી તે પાર્થિવ વસ્તુમાં વિભિન્ન રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઉત્પત્તિ થાય છે. ઉપરછલ્લી દષ્ટિએ અહીં એક અગ્નિસંયોગ લાગે પણ ખરેખર અહીં અગ્નિસંયોગ એક નથી. અગ્નિત્વ જાતિ એવી છે જે અવયવીમાં પણ રહે છે અને અવયવોમાં પણ રહે છે. ઘટત્વ જાતિ એવી નથી. ઘટત્વ જાતિ માત્ર ઘરૂપ અવયવીમાં જ રહે છે પરંતુ ઘટના અવયવોરૂ૫કપાલમાં રહેતી નથી. અગ્નિત્વ જાતિ ઘટત્વ જાતિની જેમ અવયવીમાં જ રહેતી નથી. તે તો અવયવોમાં પણ રહે છે. અગ્નિ અવયવીનો અવયવ પણ અગ્નિ છે અને તે અવયવનો અવયવ પણ અગ્નિ છે. તેથી અગ્નિત્વ જાતિ અવયવીરૂપ અગ્નિમાં અને તે અવયવીના અવયવમાં અને તેના અવયવમાં છે. તેથી જ્યાં અગ્નિસંયોગ એક છે એવું લાગે છે ત્યાં વસ્તુતઃ બહુ અગ્નિસંયોગો છે. ઘટ જેવી અવયવીરૂપ પાર્થિવ વસ્તુ અગ્નિની સાથે સંયુક્ત થતાં અગ્નિના અવયવોની સાથે અને તે અવયવોના અવયવો સાથે પણ સંયુક્ત થાય છે એમ સમજવું જોઈએ. એવું તો બની શકે જ નહિ કે પાર્થિવ વસ્તુ અગ્નિરૂપ અવયવી સાથે સંયુક્ત હોય પણ અગ્નિના અવયવો સાથે સંયુક્ત ન હોય. આમ પાર્થિવ વસ્તુ સાથે અનેક અગ્નિસંયોગો હોય છે. વૈશેષિક મતમાં અવયવ અને અવયવીનો અત્યંત ભેદ હોવાથી પાર્થિવ વસ્તુ સાથે અગ્નિસંયોગ તાં અગ્નિસંયોગનું નાના– અવશ્ય સ્વીકારવું જોઈએ. અને પાર્થિવ વસ્તુમાં અનેક અગ્નિસંયોગોથી જન્ય વિભિન્ન રૂપ, રસ આદિગુણો ઉત્પન્ન થઈ શકે. તેથી પાકજ રૂપ, રસ વગેરેના ભેદનો ખુલાસો
કરવા માટે રૂપ, રસ, આદિના પ્રાગભાવો સ્વીકારવાની જરૂર નથી. અગ્નિસંયોગોના ભેદને લીધે * રૂપ, રસ, આદિનો ભેદ ઘટી શકે છે. '
“આની સામે પ્રાગભાવવાદી નીચે પ્રમાણે ત કરે છે. પાર્થિવ પરમાણુ સાથે તેજસ્ પરમાણુનો સંયોગ થતાં પાર્થિવ પરમાણમાં પાકજ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઉત્પન્ન થાય છે. એક પાર્થિવ પરમાણુ સાથે એક તેજસ્ પરમાણુનો સંયોગ એક જ હોય. એ સંયોગ ઉપર દર્શાવ્યા પ્રમાણે અનેક હોઈ શકે નહિ, કારણ કે પરમાણુ નિરવયવ છે. પાર્થિવ પરમાણમાં પાકજ વિભિન્ન રૂપ, રસ, વગેરેની ઉત્પત્તિ એકમાત્ર તેજસંયોગથી ઘટતી ન હોઈ રૂપ, રસ આદિના પ્રાગભાવોને પાકજ રૂપ, રસ, આદિની ઉત્પત્તિમાં કારણ માનવા જોઈએ. કારણભેદે જ કાર્યભેદ થઈ શકે.
. આની સામે અદ્વૈતસિદ્ધિકારનો ઉત્તર નીચે પ્રમાણે છે. એક તેજસ્ પરમાણુ સાથેનો સંયોગ પાર્થિવ પરમાણમાં પાકજ નાનાવિધ રૂપ, રસ, વગેરેની ઉત્પત્તિ કરે છે એમ માનવામાં કોઈ જ પ્રમાણ નથી. પરમાણુ પોતે જ પ્રમાણસિદ્ધ ન હોઈ પ્રદર્શિત કાર્યકારણભાવ પણ અસંભવ છે. ધારો કે પરમાણુ પ્રમાણસિદ્ધ છે. તેમ હોય તો પણ પરમાણુના રૂપ, રસ આદિના વંસોને જ પાકજ રૂપ, રસ, આદિનાં કારણ તરીકે સ્વીકારાય. તેથી પ્રાગભાવનો સ્વીકાર કરવાની કોઈ જ આવશ્યકતા નથી. તાત્પર્ય એ છે કે અગ્નિસંયોગજન્ય રૂપ, રસ, વગેરેની જે ઉત્પત્તિ થાય છે તેમાં અગ્નિસંયુક્ત પાર્થિવ વસ્તુનાં પૂર્વ રૂપ, રસ, વગેરેનો ધ્વંસ થતાં અન્ય રૂપ, રસ, આદિ ઉત્પન્ન થાય છે. પૂર્વ રૂપનો સથતાં રૂપાન્તરની ઉત્પત્તિ થાય છે, પૂર્વ રસનો