________________
૧૧૪
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર રીતે? એનો ઉત્તર એ છે કે ઉત્પત્તિની પૂર્વેક્ષણ પ્રાગભાવ હતો જ્યારે ઉત્પત્તિક્ષણે પ્રાગભાવ નથી. ઉત્પાદક સામગ્રીની અંતર્ગત પ્રાગભાવના સત્ત્વ અને અસત્ત્વના આધારે ઉત્પત્તિની પૂર્વાણ અને ઉત્પત્તિક્ષણે સામગ્રીનો ભેદ થાય છે. ઉત્પત્તિક્ષણે પ્રાગભાવ ન હોઈ પ્રાગભાવઘટિત સામગ્રી પણ નથી. પ્રાગભાવને છોડી બીજાં બધાં કારણ ઉત્પત્તિક્ષણે હોય છે. કેવળ પ્રાગભાવ નથી હોતો. તેથી ઉત્પન્ન વસ્તુની પુનરુત્પત્તિ થતી નથી. નિષ્કર્ષ એ કે પ્રાગભાવન સ્વીકારીએ તો ઉત્પન્ન વસ્તુની પુનરુત્પત્તિ અપરિહાર્ય થઈ પડે."
આની સામે અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે દલીલ કરે છે. પ્રાગભાવવાદીએ જે કહ્યું તે અસંગત છે કારણકે જેઓ પ્રાગભાવ સ્વીકારે છે તેઓ અત્યન્તાભાવ અવશ્ય સ્વીકારે છે. આ અનાદિ અત્યન્તાભાવનો અવચ્છેદક દેશવિરોષની જેમ કાલવિશેષ પણ અનુભવસિદ્ધ છે. તેથી કાલવિરોષમાં અધિકારણસંસર્ગીના અત્યતાભાવ દ્વારા જ પ્રાગભાવ સ્વીકારવાનું ફળસિદ્ધ થઈ જાય છે. જેના માટે પ્રાગભાવ સ્વીકારવામાં આવે છે તેની સિદ્ધિ કાલવિશેષમાં અધિકરણસંસર્ગીના અત્યતાભાવથી જ થઈ જાય છે, તો પછી પ્રાગભાવને સ્વીકારવાની જરૂર શી? આ અત્યન્તાભાવને સામયિક અત્યન્તાભાવ કહેવાય. આ સામયિક અત્યન્તાભાવ દ્વારા જે પ્રાગભાવ અન્યથાસિદ્ધ થઈ પડે છે. તેથી અત્યન્તાભાવથી અતિરિક્ત પ્રાગભાવ સ્વીકારવાની કોઈ જ આવશ્યક્તા નથી. ઉપરાંત, એક વાત એ કે ઉત્પન્ન વસ્તુ પોતે જ સ્તોત્પત્તિની વિરોધી, છે. જે ઉત્પન્ન થયું છે તેની પુનઃ ઉત્પત્તિ થઈ શકે જ નહિ. બીજી વિરોષ વાત એ કે સામગ્રી કાર્યસત્ત્વની પ્રયોજક છે, કાર્યોત્પત્તિની પ્રયોજક નથી. આઘકાલસંબંધ ઉત્પત્તિ છે. આઘકાલસંબંધ એટલે કાર્યસમકાલીન ધ્વસના અનાધાર કાલનું કાર્યના આધાર બનવું તે." કાલને કાર્યના આધાર બનવામાં સામગ્રી પ્રયોજક છે પરંતુ કાલને કાર્યના સમકાલીને ધ્વસના અનાધાર બનવામાં સામગ્રી પ્રયોજક નથી. કાલને કાર્યસમકાલીને ધ્વસનો અનાધાર બનવામાં પ્રયોજક છે કાર્યસમકાલીન ધ્વસની સામગ્રીનો અભાવ. ધ્વસની સામગ્રીના અભાવથી પ્રયુક્ત કાલ કાર્યસમકાલીને ધ્વસનું અનધિકરણ બને છે. આઘકાલસંબંધ જ ઉત્પત્તિ છે. ઉત્પાદક સામગ્રી ઉત્પત્તિ અંતર્ગત જે કાલસંબંધ છે તેની પ્રયોજક છે જ્યારે ઉત્પત્તિ અંતર્ગત જે આઘત્યાં છે તેની પ્રયોજક નથી. કાર્યસમકાલીન ધ્વંસની સામગ્રીનો અભાવ જ આઘતારાનો પ્રયોજક છે. તેથી પ્રાગભાવઘટિત સામગ્રી સ્વીકારવાની જરૂર જ નથી."
અહીં પ્રાગભાવવાદી નીચે પ્રમાણે દલીલ કરે છે. પાર્થિવ વસ્તુમાં પાકવશે રૂપવિશેષ, રસવિશેષ, ગધવિશેષ અને સ્પર્શવિશેષ ઉત્પન્ન થાય છે. એક જ અગ્નિસંયોગથી વિભિન્ન રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ ચાર ઉત્પન્ન થાય છે. અગ્નિસંયોગ કારણ એક છે અને એ એક કારણમાંથી વિભિન્ન રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ ચાર ઉત્પન્ન થાય છે. કારણ ભિન્ન ન હોવાથી કાર્યભેદ બની શકે નહિ. કાર્યભેદને માટે કારણભેદ સ્વીકારવો જ જોઈએ. અને બીજી કોઈ રીતે કારણભેદ ઘટતો ન હોઈ રૂપ, રસ આદિ ચાર કાર્યો માટે રૂ૫પ્રાગભાવ, રસપ્રાગભાવ, ગધપ્રાગભાવ અને સ્પર્શ પ્રાગભાવ એ ચાર પ્રાગભાવોનો સ્વીકાર કરવો જોઈએ. આ વિભિન્ન પ્રાગભાવોથી વિભિન્ન રૂપ, રસ, આદિ ચાર કાર્યો ઉત્પન્ન થાય છે. એકમાત્ર અગ્નિસંયોગથી વિભિન્ન ચાર કાર્યો ઉત્પન્ન થઈ શકે નહિ. કારણભેદપ્રયુક્ત કાર્યભેદ થાય છે. કારણભેદ ન હોય તો કાર્યભેદ સંભવે જ નહિ. તેથી પ્રદર્શિત સ્થળે પ્રાગભાવનો સ્વીકાર કરવો જ જોઈએ.