________________
પ્રાગભાવખંડન
૧૧૩ સિદ્ધ છે, તેથી તે સાધ્ય નથી. આમ પ્રાગભાવ સ્વરૂપતઃ અસાધ્ય હોઈ ઈચ્છાનો વિષય બની શકે જ નહિ ઇચ્છા સિદ્ધ વિષયમાં થાય જ નહિ, તે સાધ્ય વિષયમાં જ થાય. તેથી પ્રાગભાવવાદીએ નાછૂટકે કહેવું પડે છે કે ઉક્ત ઇચ્છા પ્રાગભાવપરિપાલનવિષયિણી છે અર્થાત્ પ્રાગભાવસંબંધવિષણિી છે. પ્રાગભાવનો પ્રતિયોગી ઉત્પન્ન થતાં પ્રાગભાવ રહેતો નથી એટલે પ્રાગભાવનો સંબંધ કાલાન્તરે રહેતો નથી. કાલાન્તરે પ્રાગભાવનો સંબંધ રહો એ ખાતર ઉક્તરૂપ ઈચ્છા થાય છે. પ્રતિયોગીના જનક અર્થાત્ ઉત્પાદક કારણનું વિઘટન કરવામાં આવતાં જ પ્રતિયોગી ઉત્પન્ન થાય નહિ અને પ્રાગભાવનો સંબંધ કાલાન્તરે રહી શકે. આમ પ્રાગભાવનો કાલાન્તરસંબંધ પ્રાગભાવના પ્રતિયોગીના જનકના વિઘટનને અધીન છે. પ્રાગભાવના પ્રતિયોગીના જનકનું વિઘટન સાધ્ય વસ્તુ હોઈ તેમાં ઈચ્છા અને યત્ન બંને થઈ શકે. અને એ રૂપે અનિષ્ટ વસ્તુનો પ્રાગભાવ ઇચ્છાનો વિષય બને છે, પરંતુ સ્વરૂપ પ્રાગભાવ ઇચ્છાનો વિષય કદી બની શકતો નથી કારણકે તે અસાધ્ય છે. વળી, પ્રાગભાવવાદીએ એ પણ સ્વીકારવું જોઈએ કે જેમ પ્રાગભાવનો કાલાન્તરસંબંધ ઇચ્છાનો વિષય બને છે તેમ અત્યન્તાભાવનો પણ કાલાન્તરસંબંધ ઇચ્છાનો વિષય બની શકે છે. કાલાન્તરે અત્યન્તાભાવના પ્રતિયોગીનો સંબંધ હોતાં અત્યન્તાભાવનો કાલાન્તરસંબંધ થઈ શકે નહિ. તેથી કાલાન્તરે અત્યન્તાભાવના સંબંધનું પરિપાલન કરવા માટે કાલાન્તરે પ્રતિયોગીનો સંબંધન થવો જોઈએ, અર્થાત્ પ્રતિયોગી ઉત્પન્ન ન થવો જોઈએ, એનો અર્થ એ કે પ્રતિયોગીના જનકનું વિઘટન થવું જોઈએ. કાલાન્તરે પ્રતિયોગીના જનકનું વિઘટન સાધ્ય વસ્તુ છે. તેમાં ઇચ્છા અને પ્રયત્ન બને થઈ શકે. અત્યન્તાભાવ નિત્ય હોઈ અસાધ્ય હોવા છતાં અત્યન્તાભાવના સંબંધનું પરિપાલન પ્રાગભાવના સંબંધના પરિપાલનની જેમ પ્રદર્શિત રીતે સાધ્ય હોઈ તદ્વિષયક ઇચ્છા સંભવે પ્રાગભાવનો સ્વીકાર કરવા માટે પ્રતીતિ, ઇચ્છા કે કાર્યની જે ઉપપત્તિ કરવામાં આવી છે તે અત્યતાભાવ દ્વારા જ થઈ શકે છે. તેથી અત્યન્તાભાવથી અતિરિક્ત પ્રાગભાવ સિદ્ધ થાય નહિ, અત્યન્તાભાવ દ્વારા પ્રાગભાવ અન્યથાસિદ્ધ જ થઈ પડે."
અહીં પ્રાગભાવવાદી નીચે પ્રમાણે રજૂઆત કરે છે. જે વસ્તુ ઉત્પન્ન થઈ છે તે ઉત્પન્ન વસ્તુ ઉત્પત્તિની પછીની ક્ષણે પુનઃ ઉત્પન્ન કેમ થતી નથી ? જે કારણસામગ્રીથી વસ્તુની ઉત્પત્તિ થઈ છે તે જ સામગ્રી ઉત્પત્તિની ક્ષણે અવિકલ રહે છે. એ સામગ્રી હોવા છતાં ઉત્પન્ન વસ્તુ ઉત્પત્તિની પરાણે બીજી વાર ઉત્પન્ન થતી નથી. જે સામગ્રી ઉત્પત્તિક્ષણે હોવા છતાં ઉત્પન્નવસ્તુની પુનઃ ઉત્પાદક થઈ નહિ તે જ સામગ્રી વસ્તુની પ્રથમ ઉત્પત્તિની જનક બની છે. ઉત્પત્તિની પૂર્વાણે હોઈ જે સામગ્રી ઉત્પત્તિની જનક બની છે તે જ સામગ્રી ઉત્પત્તિક્ષણે પણ હોવા છતાં ઉત્પત્તિની જનક બનતી નથી. એનો અર્થ એ કે ઉત્પત્તિની જનક સામગ્રી જ ઉત્પત્તિની અજનક છે. ઉત્પત્તિની પૂર્વેક્ષણ અને ઉત્પત્તિક્ષણે જો એક જ સામગ્રી હોય તો એ વાત સ્વીકારવી જ પડે કે ઉત્પત્તિની જનક સામગ્રી જ ઉત્પત્તિની અજનક છે. તેથી અવશ્ય સ્વીકારવું જોઈએ કે ઉત્પત્તિની પૂર્વાણે જે સામગ્રી હતી તે જ સામગ્રી ઉત્પત્તિકાણે હોતી નથી. તેથી જ ઉત્પન્ન વસ્તુની પુનઃ ઉત્પત્તિ થતી નથી. સામગ્રી નથી હોતી એમ તો ન કહેવાય પરંતુ ઉત્પન્ન વસ્તુની પુનરુત્પત્તિની સામગ્રી નથી હોતી અને તેથી પુનરુત્પત્તિ થતી નથી. ઉત્પત્તિની પૂર્વાણે અને ઉત્પત્તિની ક્ષણે સામગ્રી તો એક જ રહે છે તો પછી સામગ્રીનો ભેદ થયો કેવી