________________
૧૧૨
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર હોતો નથી એટલે તઘટના પ્રાગભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. તેથી તદ્ઘટની ઉત્પત્તિ પહેલાં કે તઘટની ઉત્પત્તિ પછી ક્યારેય તઘટના પ્રાગભાવનું પ્રત્યક્ષ થઈ શકે જ નહિ. તદ્ઘટની ઉત્પત્તિ પહેલાં પ્રતિયોગિતાવચ્છેદકપ્રકારક જ્ઞાન સંભવતું નથી અને તદ્ઘટની ઉત્પત્તિ પછી તો પ્રાગભાવ જ નથી હોતો. તેથી કોઈ પણ સમયે પ્રાગભાવનું પ્રત્યક્ષ સંભવતું જ નથી. પ્રત્યક્ષ વિષયજન્ય છે. તેથી વિષયની અસત્ત્વદશામાં વિષયનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. તઘટના પ્રાગભાવરૂપ વિશેષાભાવના પ્રત્યક્ષમાં ઘટત્વસામાન્ય પ્રકારક જ્ઞાન કારણ નથી. પ્રતિયોગિતાવ છેદકપ્રકારક પ્રતિયોગીજ્ઞાન જ અભાવત્વપ્રકારક અભાવપ્રત્યક્ષમાં કારણ છે. અભાવત્વરૂપે અભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગિતાવચ્છેદકપ્રકારક પ્રતિયોગીજ્ઞાન થવું આવશ્યક છે. પરંતુ તે થઈ શકે જ નહિ. અભાવત્વરૂપે અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગિતાવચ્છેદકરૂપે પ્રતિયોગીનું જ્ઞાન કારણ છે પરંતુ અન્યરૂપે અભાવના પ્રત્યક્ષમાં ઉક્ત જ્ઞાન કારણ નથી. ઉદાહરણાર્થ, ઈદંત્વરૂપે કે પ્રમેયરૂપે અભાવનું પ્રત્યક્ષ ઉક્ત જ્ઞાન થયા વિના થઈ શકે છે. ઈદત્વરૂપે અભાવનું પ્રત્યક્ષ ઈદ એવા આકારનું પ્રત્યક્ષ છે. અહીં જો કે ઈદવસ્તુ અભાવ જ છે તેમ છતાં અભાવત્વરૂપે અભાવનું પ્રત્યક્ષન થતાં ઈદત્વરૂપે અભાવનું પ્રત્યક્ષ થયું છે. તેવી જ રીતે પ્રમેયસ્વરૂપે અભાવનું પ્રત્યક્ષ પ્રમેય એવા આકારનું પ્રત્યક્ષ છે. એ અભાવનું પ્રત્યક્ષ હોવા છતાં અભાવત્વરૂપે અભાવનું પ્રત્યક્ષ નથી. તેથી અહીં પ્રતિયોગિતાવછેદકરૂપે ' પ્રતિયોગિજ્ઞાનની કારણતા નથી. નિષ્કર્ષ એટલો જ કે પ્રાગભાવનું પ્રત્યક્ષ સંભવતું જ નથી. જો કહેવામાં આવે કે પ્રાગભાવ પ્રત્યક્ષગમ્ય ન થઈ શકતો હોવા છતાં અનુમિતિનો વિષય બનવામાં શું ખાધા છે, તે અનુમિતિનો વિષય બની શકે અને તો પછી અમુક વિરોષજ્ઞાનનો પ્રાગભાવ અનુમય બની શકે. આના ઉત્તરમાં નીચે મુજબ કહેવું જોઈએ. જ્ઞાનપ્રાગભાવ અનુમાનગમ્ય બની શકતો હોય તો પણ હું જાણતો નથી (જ્ઞાનામિ)' એ પ્રતીતિ અપરોક્ષ પ્રતીતિ છે અને આ અપરોક્ષ પ્રતીતિનો વિષય જ્ઞાનવિશેષનો પ્રાગભાવ બની શકે જ નહિ એ સિદ્ધ થઈ ગયું છે. જ્ઞાનવિશેષના પ્રાગભાવની અનુમિતિ થતી હોય તો પણ તેનું પ્રત્યક્ષ તો સંભવતું નથી જ. તેથી હું જાણતો નથી ( નાનામ)' એ પ્રત્યક્ષ પ્રતીતિ જ્ઞાનવિરોષના પ્રાગભાવવિષયક નથી. તેથી અભાવવિલક્ષણ અજ્ઞાન જ ઉક્ત પ્રતીતિનો વિષય બનશે. વળી એક વિશેષ વાત એ કે જ્ઞાનવિશેષના પ્રાગભાવની અનુમિતિ તો જ સંભવે જો જ્ઞાનવિશેષના પ્રાગભાવનો અવ્યભિચારી કોઈ હેતુ હોય, કારણકે અવ્યભિચારી હેતુથી જન્ય અનુમિતિ હોય છે. પરંતુ પ્રકૃતિ સ્થળે કોઈ પણ અવ્યભિચારી હેતુ સંભવતો ન હોઈ અનુમિતિ અસંભવ છે. નિષ્કર્ષ એ કે પ્રાગભાવનું પ્રત્યા પણ અસંભવ છે અને અનુમિતિ પણ અસંભવ છે. તેથી પ્રાગભાવ જ અસિદ્ધ છે.
અદ્વૈતસિદ્ધિકારની સામે પ્રાગભાવમાં માનનારા નીચે પ્રમાણે જણાવે છે. પ્રાગભાવ જ અસિદ્ધ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે ‘અનિષ્ટ ન થાઓ એવી લોકોની ઈચ્છા અનુભવસિદ્ધ છે. “અનિષ્ટ ન થાઓ એ ઈચ્છાનો વિષય પ્રાગભાવ જ છે. અનિષ્ટ વસ્તુનો પ્રાગભાવ તે ઇચ્છાનો વિષય છે. અજ્ઞાત વસ્તુની ઈચ્છા કદી થાય નહિ. તેથી પ્રાગભાવનું જ્ઞાન પણ સ્વીકારવું જ જોઈએ. આમ ઇચ્છાના વિષયરૂપે પ્રાગભાવ સિદ્ધ જ છે.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે પ્રાગભાવવાદીઓની વાત અસંગત છે. પ્રાગભાવવાદી પ્રાગભાવને સાધ્ય વસ્તુ ગણી સ્વીકારતા નથી. પ્રાગભાવ અનાદિ છે, અનાદિ