________________
પ્રાગભાખંડન ધર્મના આશ્રયભૂત યાવરૂપવિશેષાભાવોનું ગ્રહણ તેમ જ તે બધા આશ્રયોના પરસ્પરભેદનું ગ્રહણ પણ સ્વીકારવું જ પડે. આ પ્રક્રિયા લાંબી ગૌરવપૂર્ણ બને. ઉદાહરણાર્થ, વસ્ત્રદ્રયમાં દ્વિત્વસંખ્યા વસ્ત્રક્રિયામાં વ્યાસજ્યવૃત્તિ છે, પ્રત્યેક વસ્ત્રમાં દ્વિત્વસંખ્યા નથી. આ વ્યાસજ્યવૃત્તિ દ્વિત્વધર્મના જેટલા આશ્રય હોય તે બધાનું - બંને વસ્ત્રોનું – જ્ઞાન ન હોય તો અને સાથે સાથે તે બધા આશ્રયોનું જ્ઞાન હોવા છતાં તેમનો પરસ્પરભેદ જ્ઞાત ન હોય તો તે આશ્રયમાં દ્વિત્વબુદ્ધિ ઉત્પન્ન થઈ શકે નહિ. વળી, સામાન્યાભાવ ન માનનારયાવવિશેષાભાવવાદી અદ્વૈતવેદાન્તીને અમારે સામાન્યભાવવાદીઓએ કહેવું જોઈએ કે યાવરૂપવિશેષાભાવોમાં રૂપ–સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ વ્યાસવૃત્તિ હોવાથી જ્યારે યાવદ્રપવિશેષાભાવો તેમજ તે અભાવોનો પરસ્પરભેદ અગ્રહીત હોય ત્યારે કદી પણ નીરૂપ’ એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ શકશે જનહિ. તેથી સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ યાવવિશેષાભાવોથી અતિરિક્ત છે એ જ સ્વીકારવું ઉચિત છે. તેમાં લાઘવ પણ છે. અતિરિક્ત સામાન્યાભાવ ન સ્વીકારીએ તો બહુ ગૌરવં સ્વીકારવું પડે. આ ગૌરવ દર્શાવી ગયા છીએ. નિષ્કર્ષ એ કે સામાન્યાભાવ પ્રમાણસિદ્ધ હોય તો જ પ્રાગભાવનો સ્વીકાર કરી શકાય પરંતુ સામાન્યાભાવ પોતે જ પ્રમાણસિદ્ધ નથી એમ કહી પ્રાગભાવ અને સામાન્યાભાવની જે પરસ્પરપરાહતિ અદ્વૈત વેદાન્તીએ દર્શાવી છે તે નિતાન અસંગત છે. સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક યાવવિશેષાભાવો અસિદ્ધ છે. પરંતુ યાવવિશેષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ પ્રમાણસિદ્ધ છે. આ જ અતિરિક્ત સામાન્યાભાવવાદીનો સિદ્ધાન્ત છે.” - આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અતિરિક્ત સામાન્યાભાવ માનનારાઓએ આપેલ યુક્તિ અનુસાર એ જ સિદ્ધ થાય કે સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક વિશેષાભાવની પ્રતીતિ જ અસંભવ છે. અને જો એમ હોય તો શુદ્ધજ્ઞાનવાવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનવિશેષપ્રાગભાવ પણ નથી જાણતો (નાનામિ)” એ પ્રતીતિનો વિષય બની શકે નહિ કારણ
કે સામાન્યરૂપે વિશેષનો અભાવ અસિદ્ધ છે. તેથી ‘નથી જાણતો’ એ પ્રતીતિનો વિષય . જ્ઞાનવિશેષનો પ્રાગભાવ હોઈ શકે નહિ. એટલે ભાવરૂપ અજ્ઞાન જ ઉક્ત પ્રતીતિનો વિષય બને. - આ તો અતદાતીઓને અભીષ્ટ જ સિદ્ધ થયું. વિશેષાભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન હોય નહિ. સામાન્યાભાવની પ્રતિયોગિતા જ સામાન્યધર્મ દ્વારા અવચ્છિન્ન બને છે. કોઈ પણ પ્રાગભાવ સામાન્યાભાવ છે જ નહિ. વિશેષનો જ પ્રાગભાવ હોય. પ્રાંગભાવ પણ જો સામાન્યાભાવ બની શકતો હોય તો જ તે પ્રાગભાવની પ્રતિયોગિતા સામાન્યધર્મ દ્વારા અવચ્છિન્ન બની શકે. પરંતુ પ્રાગભાવ વિશેષાભાવ જ છે. અને વિશેષાભાવની પ્રતિયોગિતા વિશેષ ધર્મ દ્વારા જ અવચ્છિન્ન બની શકે, સામાન્યધર્મ દ્વારા અવચ્છિન્ન બની શકે નહિ. તદ્દઘટના પ્રાગભાવની પ્રતિયોગિતા તદ્દઘટવરૂપ વિશેષ ધર્મ દ્વારા જ અવચ્છિન્ન હોય છે, પરંતુ ઘટત્વરૂપે સામાન્યધર્મ દ્વારા અવચ્છિન્ન કદી બની શક્તી જ નથી. તઘટના પ્રાગભાવનો પ્રતિયોગી છે તઘટ, તઘટની ઉત્પત્તિની પહેલાં અર્થાત્ તદ્ઘટના * પ્રાગભાવકાળે તે પ્રતિયોગી જ્ઞાત થઈ શકે નહિ કારણ કે તે વખતે તેનું અસ્તિત્વ જ નથી હોતું.
ભાવિ તદ્દઘટ તઘટવરૂપે જ્ઞાનનો વિષય બનવા અયોગ્ય છે. તઘટની ઉત્પત્તિ પહેલાં તદ્ઘટવરૂપે તદ્ઘટનું જ્ઞાન સંભવતું ન હોઈ તઘટનો પ્રાગભાવ પ્રત્યક્ષ થઈ શકે જ નહિ. તદ્ઘટની ઉત્પત્તિ પછી તઘટવરૂપે તથ્રેટનું પ્રત્યક્ષ થઈ શક્યું હોવા છતાં તે સમયે તદ્ઘટનો પ્રાગભાવ જ