________________
શાંકર વેદાનમાં અવિશવિચાર વંસ થતાં રસાન્તરની ઉત્પત્તિ થાય છે, ઇત્યાદિ. આમ જ સ્વીકારવું જોઈએ. આમ સ્વીકારતાં વંશભેદે કાર્યભેદ બની શકે છે. એટલે પ્રાગભાવભેદે કાર્યભેદ સ્વીકારવાની આવશ્યક્તા નથી. પરિણામે પ્રાગભાવને જ સ્વીકારવાની જરૂર નથી. પરમાણુના અસ્વીકારપક્ષમાં અગ્નિસંયોગભેદને કારણે જ પાકજ રૂપ, રસ, વગેરેનો ભેદ સિદ્ધ થાય છે અને પરમાણુના સ્વીકારપક્ષમાં પૂર્વરૂપ, રસ, આદિનાáસના ભેદના કારણે જ પાકજ રૂપ, રસ, આદિનો ભેદ સિદ્ધ થાય છે. ફલિત એ થયું કે પરમાણુનો સ્વીકાર કરો કે ન કરો કોઈ પણ પક્ષમાં પ્રાગભાવને સ્વીકારવાની આવશ્યક્તા નથી. તેથી અદ્વૈતસિદ્ધિકારે અગ્નિસંયોગભેદને પૂર્વરૂપરસાદિના વંશભેદને પાકજ રૂપરસાદિના ભેદનું કારણ કહ્યું છે. બીજી વિશેષ વાત એ કે પ્રતિયોગીઓનો ભેદ સિદ્ધ ન થાય તો પ્રાગભાવોનો ભેદ પણ સિદ્ધ ન થઈ શકે. પ્રતિયોગીભેદસિદ્ધિને અધીન પ્રાગભાવભેદસિદ્ધિ છે. આ પ્રાગભાવોના પ્રતિયોગીઓ છે પાકજ રૂપ, રસ, વગેરે. આ પ્રતિયોગીઓના ભેદની સિદ્ધિ થાય તો પાકજ રૂપનો પ્રાગભાવ, પાકજ રસનો પ્રાગભાવ, વગેરે પ્રાગભાવોના ભેદની સિદ્ધિ થાય. એક અગ્નિસંયોગથી પાકજરૂ૫, રસ, આદિનો ભેદ અસિદ્ધ છે. એ ભેદ સિદ્ધ કરવા જ પ્રાગભાવવાદી પ્રાગભાવનો સ્વીકાર કરે છે. પરંતુ પાકજ રૂપનો પ્રાગભાવ, પાકા રસનો પ્રાગભાવ, વગેરે પ્રાગભાવોનો ભેદ પોતાની સિદ્ધિ માટે તેમના પ્રતિયોગીઓ પાકજ રૂપ, રસ, આદિના ભેદ ઉપર આધાર રાખે છે. જો પાકજ રૂપ, રસ આદિનો ભેદ પ્રાગભાવભેદ પૂર્વે સિદ્ધ જ હોય તો પાકજ રૂપ, રસ આદિના ભેદની સિદ્ધિ માટે પ્રાગભાવની આવશ્યક્તા ક્યાં છે? અને જો પાકજ રૂપ, રસ, આદિનો ભેદ પ્રાગભાવભેદ પૂર્વે સિદ્ધ હોય જ નહિ તો પ્રાગભાવભેદ સિદ્ધ થાય કેવી રીતે ? આમ પ્રાગભાવોના ભેદ દ્વારા પ્રતિયોગી પાકજ રૂપ, રસ, આદિનો ભેદ સિદ્ધ કરવા જતાં અન્યોન્યાશ્રયદોષ આવે. પાકજ રૂપ, રસ, આદિનો ભેદ સિદ્ધ થતાં પાકરૂપ, રસ, આદિના પ્રાગભાવોનો ભેદ સિદ્ધ થાય અને પાકરૂપ, રસ, આદિના પ્રાગભાવોનો ભેદ સિદ્ધ થતાં પાકજ રૂપ, રસ, આદિના ભેદની સિદ્ધિ થાય - આવો અન્યોન્યાશ્રયદોષ આવે.
વળી, પ્રાગભાવવાદીઓ નીચે પ્રમાણે દલીલ કરે છે. અમુક વિશેષ વસ્તુ અમુક વિશેષ વસ્તુનું ઉપાદાનકારણ બને છે, બધી વસ્તુઓ બધી વસ્તુઓનું ઉપાદાનકારણ બનતું નથી, ગમે તે વસ્તુ ગમે તે વસ્તુનું ઉપાદાનકારણ નથી. કપાલ ઘટનું ઉપાદાનકારણે છે, પણ પટનું ઉપાદાનકારણ નથી. તન્ત પટનું ઉપાદાનકારણ છે, પણ ઘટનું ઉપાદાનકારણ નથી. આવી ઉપાદાનકારણતાની વ્યવસ્થા બધા જ સ્વીકારે છે. આવી વ્યવસ્થાના વ્યવસ્થાપકનું નિરૂપણ કરતાં એ જ સિદ્ધ થાય છે કે જે વસ્તુમાં જેનો પ્રાગભાવ હોય તે જ વસ્તુ તેનું ઉપાદાનકારણ બને છે અને જે વસ્તુમાં જેનો પ્રાગભાવ નથી તે વસ્તુ તેનું ઉપાદાનકારણ બનતી નથી. કપાલમાં ઘટનો પ્રાગભાવ છે પણ પટનો પ્રાગભાવ નથી. તેથી કપાલ ઘટનું ઉપાદાનકારણ બને છે પણ પટનું ઉપાદાનકારણ બનતું નથી. આ ઉપાદાનકારણતાની વ્યવસ્થાની રક્ષા અર્થે અવશ્ય પ્રાગભાવ સ્વીકારવો જોઈએ. પ્રાગભાવનો સ્વીકાર કરવામાં ન આવે તો ઉપાદાનકારણતાની વ્યવસ્થા જ ઘટે નહિ,
આની સામે અદ્વૈત વેદાન્તી નીચે મુજબ રજૂઆત કરે છે. પ્રાગભાવવાદીની ઉપર્યુક્ત વાત અયોગ્ય છે. કપાલમાં ઘટનો પ્રાગભાવ છે માટે કપાલ ઘટનું ઉપાદાનકારણ બને છે એમ