________________
પ્રાગભાવખંડન
૧૦૯
સામાન્યાભાવવાદીઓની સાચી પરંતુ એ રૂપાભાવનો સંશય ઘટાવવા માટે અતિરિક્ત સામાન્યાભાવ માનવાની જરૂર નથી. એ તો સુપ્રસિદ્ધ છે કે ધર્મવિશિષ્ટ ધર્મોની કલ્પના કરવાની અપેક્ષાએ કેવળ ધર્મની કલ્પના કરવામાં લાઘવ છે. જેઓ અતિરિક્ત સામાન્યાભાવ માને છે તેઓ સામાન્યાભાવરૂપ એક અતિરિક્ત ધર્મી સ્વીકારે છે અર્થાત્ યાવવિશેષાભાવાતિરિક્ત એક સામાન્યાભાવરૂપ ધર્મી સ્વીકારે છે; અને તે ધર્મીમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાત્સ્વરૂપ એક અતિરિક્ત ધર્મ પણ સ્વીકારે છે. તેથી સામાન્યાભાવવાદીઓ ધર્મ અને ધર્મી ખેની કલ્પના કરે છે. ધર્મ અને ધર્મી બેની કલ્પના કરવાની અપેક્ષાએ માત્ર ધર્મની કલ્પના દ્વારા જ વાયુમાં રૂપાભાવનો સંશય ઘટી શકે છે અને તેમાં લાઘવ પણ છે. યાવપવિરોષાભાવ સામાન્યાભાવવાદી અને અદ્વૈતવેદાન્તી બંનેને સ્વીકાર્ય છે. આ યાવરૂપવિશેષાભાવોમાંના પ્રત્યેક અભાવમાં તત્તઙૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાત્સ્વરૂપ ધર્મ છે એ પણ બંનેને સ્વીકાર્ય છે. તત્તઙૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વરૂપ ધર્મથી અતિરિક્ત શુદ્ધરૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાત્વરૂપ ધર્મ સ્વીકારતાં શુદ્ધરૂપાવચ્છિન્નપ્રતિયોગિતાક યાવપવિશેષાભાવો દ્વારા જ વાયુમાં રૂપાભાવ સંશય ઘટી શકે છે. આ રીતે સ્વીકારતાં અતિરિક્ત રૂપસામાન્યાભાવરૂપ ધર્મી સ્વીકારવાની જરૂર પડે નહિ અને ગૌરવદોષ આવે નહિ. માત્ર ધર્મકલ્પના દ્વારા જ ખુલાસો થઈ જાય. વળી, આ પ્રમાણે સ્વીકારતાં ઘટમાં અમુક વિશેષ રૂપનો અભાવ છે માટે ‘ઘડો નીરૂપ છે’ એવી પ્રતીતિની આપત્તિ નહિ આવે. અમુક વિરોષ રૂપનો અભાવ તદ્ન પાવચ્છિન્નપ્રતિયોગિતાક છે. ‘નીરૂપ છે’ એ પ્રતીતિનો વિષય જે અભાવ છે તે તો શુદ્ધરૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક છે. અમે અદ્વૈતવેદાન્તીઓ અમુક વિરોષના અભાવને સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક ગણતા નથી પરંતુ યાવિરોષાભાવોને જ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક ગણીએ છીએ. ઘટમાં કોઈક રૂપ છે માટે યાવરૂપવિરોષોના અભાવો નથી. તેથી ‘ઘટ નીરૂપ છે’ એવી પ્રતીતિની આપત્તિ આવતી નથી.૪૭
આની સામે અતિરિક્ત સામાન્યાભાવવાદીઓ કહે છે કે આવી કલ્પના અત્યંત અસંગત છે, કારણ કે યાવદ્વિશેષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારવામાં ન આવે તો યાનંપવિશેષાભાવોરૂપ ધર્મીમાં શુદ્ધરૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ ધર્મ સ્વીકારવો પડે. હવે પ્રશ્ન એ થાય કે આ રૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મ શું યાપવિરોષાભાવોમાંના પ્રત્યેક અભાવમાં વિશ્રાન્ત થઈ રહે છે કે યાવપવિરોષાભાવોમાંના પ્રત્યેક અભાવમાં વિશ્રાન્ત થઈ ન રહેતાં બધા જ યાવ પવિરોષાભાવોમાં એક સાથે રહે છે અર્થાત્ વ્યાસજ્યવૃત્તિ છે ? જો રૂપન્નાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ ધર્મ યાવરૂપવિશેષાભાવમાંના પ્રત્યેક અભાવમાં રહે છે અર્થાત્ પ્રત્યેક અભાવમાં વિશ્રાન્ત છે એ પક્ષ સ્વીકારવામાં આવે તો રૂપવાન્ ઘટમાં કોઈ ને કોઈ રૂપવિરોષનો અભાવ હોવાથી ‘ઘટ નીરૂપ છે’ એવી પ્રમારૂપ પ્રતીતિ થવાની આપત્તિ આવે, કારણ કે કોઈ ને કોઈ રૂપવિશેષનો અભાવ પણ રૂ પત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક સ્વીકારવામાં આવ્યો છે. ‘નીરૂપ છે’ એવી પ્રતીતિમાં રૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ એ પ્રતીતિનો વિષય હોય છે. અમુક વિશેષાભાવ પણ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક હોતાં અમુક રૂપનો અભાવ છે એ કારણે ‘ઘટ નીરૂપ છે’ એવી પ્રમાપ્રતીતિની આપત્તિ આવે.૪૮ જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે અર્થાત્ રૂપાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મ યાવપવિશેષાભાવોમાં વ્યાસજ્યવૃત્તિ હોય છે એમ સ્વીકારવામાં આવે તો તત્તરૂપાભાવમાં તત્ત ્પત્લા
4