________________
૧૦૮
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર રૂપ આટલાં છે એવો નિશ્ચય ન હોય ત્યારે વાયુ રૂપવાનું છે કે નહિ અથવા રૂપ વાયુવૃત્તિ છે કે નહિ' એવો સંશય થઈ શકે છે. વાયુમાં યાવદ્રપવિરોષના અભાવોનો નિશ્ચય હોવા છતાં પણ ‘વાયુરૂપવાનું છે કે નહિ એવો સંશય થઈ શકે – જો તે પુરુષને પાર્થિવ, જલીય અને તૈજસએ : ત્રિવિધ રૂપથી અતિરિક્ત રૂપ હોઈ શકે અર્થાતુરૂપત્યજાતિ પાર્થિવાદિ ત્રિવિધ રૂપથી અતિરિક્ત રૂપમાં રહેતી હોઈ શકે એમ તેને જણાતું હોય - આમ ત્રિવિધ રૂપથી અધિક રૂપની સંભાવના તેને જણાતી હોય તો. જેને આવી સંભાવના જણાતી જ નથી અને વાયુમાં યાવવિરોષરૂપના અભાવોનો નિશ્ચય છે તેને ક્યારેય વાયુરૂપવાનું છે કે નહિ” અથવા “રૂપ વાયુવૃત્તિ છે કે નહિ એવો સંશય થતો જ નથી. ઉક્ત સંભાવનાની અભાવદશામાં વાવવિશેષરૂપના અભાવોનો. ' નિશ્ચય જ વાયુ રૂપવાન્ હરો કે નહિ ઇત્યાદિ સંપાયનો પ્રતિબંધક છે. તેથી યાવવિરોષનાં અભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ નથી.""
આના ઉત્તરમાં યાવદ્વિરોષાભાવાતિરિક્ત સામાન્યાભાવવાદીઓ કહે છે કે અતિરિક્ત સામાન્યાભાવનું ખંડન કરવા માટે જે રીતે પ્રતિબંધતા દેખાડવામાં આવી છે તે અયોગ્ય છે. આવી પ્રતિબંધકતા કલ્પવા માટે કોઈ પ્રમાણ નથી. પાર્થિવ, જલીય, તૈજસ ત્રિવિધ રૂપથી અતિરિક્ત રૂપની સંભાવના ન હોવા છતાં રૂ૫ વાયુવૃત્તિ હશે કે નહિ ‘વાયુ રૂપવાનું હશે કે નહિ એવો સંશય થતો જણાય છે. તેથી યાવવિશેષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારવો જોઈએ. વળી તેઓ જણાવે છે કે સંશય સદા કિંકોટિક હોય છે. “ઝાડનું ઠુંઠું હશે કે પુરુષ' આ સંશયમાં ઠુંઠું અને પુરુષ એ બે કોટિ છે. તેવી જ રીતે વાયુમાં રૂપહશે નહિ એ સંશય પણ ક્રિકોટિક છે. અહીં રૂપ અને રૂપસામાચાભાવ એ બે કોટિ છે. આ બે કોટિમાંની એક કોટિ રૂપસામાન્યાભાવ યાવરૂપવિશેષાભાવોથી અતિરિક્ત છે.
આની સામે અદ્વૈત વેદાન્તી નીચે પ્રમાણે રજૂઆત કરે છે. તે પૂછે છે કે આ સંશયની બીજી કોટિ રૂપે પણ શું યાવરૂપવિશેષથી અતિરિક્ત એક રૂપસામાન્ય છે ? યાવદૂરૂપવિરોષથી અતિરિક્ત રૂપ સામાન્ય આ સંશયની બીજી કોટિ છે એમ તો સામાન્યાભવવાદીઓ સ્વીકારી શકે નહિ, વાવવિશેષરૂપથી અતિરિક્તરૂપ સામાન્ય કહેવાતું કોઈ પણ રૂપે પ્રસિદ્ધ નથી. તેથી રૂપસંશયની બે કોટિમાંથી એક કોટિ યાવરૂપવિશેષાભાવોથી અતિરિક્ત રૂપસામાન્યાભાવ અને બીજી કોટિયાવરૂપવિરોષોથી અતિરિક્તરૂપસામાન્ય એમતો કોઈ પણ મતે કહી શકાય નહિ. નીલ, પીત, વગેરેયાવરૂપવિશેષોથી અતિરિક્તરૂપ સામાન્ય સર્વથા અસિદ્ધ છે; તેથી તે રૂપસામાન્ય સંશયની બીજી કોટિ ક્યાંથી હોય? નિષ્કર્ષ એ કે રૂપસામાન્ય સંપાયની બીજી કોટિનથી. વળી, એક વાત એ કે વાયુમાં નીલ, પીત, વગેરે યાવરૂપવિશેષના અભાવનો નિશ્ચય હોવાથી રૂપ સંશયની બીજી કોટિ હોઈ શકે નહિ. જો કહેવામાં આવે કે નીલરૂપાભાવત્વ, પીતરૂપાભાવત્વરૂપે નીલપીતાદિના અભાવનો વાયુમાં નિશ્ચય હોવા છતાં રૂપાભાવત્વરૂપે રૂપાભાવનો વાયુમાં નિશ્ચય ન હોવાથી વાયુમાં રૂપસંશય થઈ શકે, તો એના ઉત્તરમાં કહેવું જોઈએ કે તેમ છતાં ભાવવિશેષાભાવોથી અતિરિક્ત સામાન્યાભાવ માનવાની આવશ્યક્તા ક્યાં છે? વાયુમાં રૂપાભાવનો સંશય ઘટાવવા માટે, રૂપવાવચ્છિન્નપ્રતિયોગિતા અભાવ સ્વીકારવો જોઈએ અર્થાત્ વાયુમાં જે રૂપાભાવ વિશે સંશય છે તે રૂપાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મશુદ્ધરૂપત્વ છે – નીલત્વ, પીતત્વ, વગેરે નથી - એવી વાત સામાન્યાભાવવાદીઓ કરે છે. વાયુમાં રૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતા અભાવત્વરૂપે રૂપાભાવનો સંશય થાય છે. આટલી વાત