________________
પ્રાગભાવખંડન
૧૦૭ નથી, એટલે કે વિશેષાભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા નથી. પરિણામે પ્રાગભાવની અસિદ્ધિ જં આવી પડે. “અહીં કપાલમાં અત્યારે ઘડો નથી’ એ પ્રતીતિનો વિષય પ્રાગભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક વિશેષપ્રાગભાવ છે – સામાન્યપ્રાગભાવ નથી, હોઈ શકે નહિ. ધ્વંસ અને પ્રાગભાવ એ બે અભાવે કદાચિક અભાવ છે. એ બે કાદાચિક અભાવ વંસ અને પ્રાગભાવ સામાન્યાભાવ હોઈ શકે નહિ. કોઈ ભાવવસ્તુનો ધ્વંસ કે પ્રાગભાવ તે વસ્તુના સમવાયી કારણમાં (ઉપાદાનમાં) હોય છે. કોઈ ભાવવસ્તુનો ધ્વંસ કે પ્રાગભાવ તે વસ્તુના સમવાયી કારણમાં પ્રતીત થાય છે. ઘટના સમવાયી કારણ કોઈક કપાલમાં ઘટસામાન્ય ઉત્પન્ન પણ થતું નથી કે ધ્વસ્ત પણ થતું નથી. અમુક કોઈ કપાલમાં અમુક વિશેષ ઘટ ઉત્પન્ન થાય છે કે વસ્ત થાય છે. એટલે ઘટના સમવાયી કારણ કપાલમાં ઘટસામાન્યનો પ્રાગભાવ કે ધ્વસ સંભવતો નથી. તેથી આ બે કદાચિક અભાવો પ્રાગભાવ અને પ્લેસ સામાન્યાભાવ હોઈ શકે નહિ. અને “અહીં કપાલમાં અત્યારે ઘટ નથી’ ‘અહીં કપાલમાં અત્યારે ઘટ નાશ પામ્યો’ એ પ્રતીતિઓનો વિષય પ્રાગભાવ અને ધ્વસ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક વિશેષાભાવ કહેવાવો જોઈએ. વિશેષાભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન હોતી નથી એમ સ્વીકારતાં પ્રદર્શિત પ્રતીતિ દ્વારા પ્રાગભાવની સિદ્ધિ થઈ શકે નહિ. એટલે પ્રાગભાવ અને સામાન્યભાવ બને અસિદ્ધ છે. યાવવિશેષાભાવથી અતિરિક્ત એક સામાન્યાભાવનો સ્વીકાર કરવો સંગત નથી અને અમુક વિશેષાભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માનિચ્છન્ન હોય છે એમ સ્વીકારવું પણ સંગત નથી. આમ અતિરિક્ત સામાન્યાભાવ અને પ્રાગભાવ બંને અસિદ્ધ છે. આ જ વાત અદ્વૈતસિદ્ધિકારે કહી છે.*
આની સામે વવિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવવાદીઓ કહે છે કે યાવવિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવ સ્વીકારવો જોઈએ કારણ કે વાયુમાં યાવવિશેષરૂપના અભાવનો નિશ્ચય થવા છતાં રૂપ વાયુવૃત્તિ છે કે નહિ, વાયુ રૂપવાન છે કે નહિ એવો રૂપાભાવનો સંદેહ થતો હોઈ, અવશ્ય સ્વીકારવું જોઈએ કે યાવવિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવ છે. નિશ્ચિત વિષયમાં સંદેહ થઈ શકે નહિ. જે સમયે જે સ્થળે જે વસ્તુનો નિશ્ચય હોય તે જ સમયે તે જ સ્થળે . તે જ વસ્તુનો સંદેહ થઈ શકે નહિ. વળી, જે પુરુષને જે સમયે વાયુમાં યાવરૂપવિશેષના
અભાવનો નિશ્ચય હોય છે, તે જ સમયે તે જ પુરુષને વાયુરૂપવાનું છે કે નહિ ‘રૂપ વાયુવૃત્તિ છે કે નહિ એવો સંશય થાય છે એ અનુભવસિદ્ધ છે. તેથી જો યાવરૂપવિશેષના અભાવથી અતિરિક્ત રૂપસામાન્યાભાવ ન હોય તો પ્રદર્શિત રૂપસામાન્યાભાવનો સંશય થાય જ કેવી શકે? પરિણામે, યાવદ્વિષાભાવાતિરિક્ત એક સામાન્યાભાવ સ્વીકારવો જોઈએ." ' આની સામે અદ્વૈત વેદાન્તી નીચે મુજબ રજૂઆત કરે છે. સંસારમાં રૂપકેટલાં એનો નિશ્ચય ન હોવાને કારણે ઉક્તરૂપસંશય થઈ શકે છે. જો રૂપ આટલાં જ છે એવો નિશ્ચય હોય તો વાયુમાં યાવરૂપવિશેષના અભાવોનો નિશ્ચય થતાં ‘વાયુ રૂપવાનું છે કે નહિ એવો સંશય થાય જ નહિ. ‘વાયુ રૂપવાનું છે કે નહિ ‘રૂપ વાયુવૃત્તિ છે કે નહિ એવો સંશય એમને જ થાય જેમને રૂપ કેટલાં એનો નિશ્ચય ન હોય. રૂપ કેટલાં એનો નિશ્ચય જેને ન હોય તેમ જ સાથે સાથે જેને યાવદૂરૂપવિશેષના અભાવોનો નિશ્ચય હોય તેને ‘વાયુ રૂપવાનું છે કે નહિ” “રૂપ વાયુવૃત્તિ છે કે નહિ એવો સંશય થઈ શકે. જો રૂપની સંખ્યાનો નિશ્ચય હોય અને તે નિશ્ચિત સંખ્યક રૂપોના અભાવોનો વાયુમાં નિશ્ચય હોય તો ‘વાયુ રૂપવાનું છે કે નહિ? એવો સંશય થાય જ નહિ. તેથી