________________
પ્રાગભાવખંડન
૯૫
અસિદ્ધ છે. કોઈ પણ કપાલ એવો નથી કે જેમાં યાવદ્ઘટ ઉત્પન્ન થતા હોય. આમ પ્રાગભાવને સામાન્યાભાવરૂપ સ્વીકારતાં તે અભાવના પ્રતિયોગી અને અનુયોગી બંને અસિદ્ધ બનશે. તેથી પટની ઉત્પત્તિ પહેલાં ‘પટ નથી’ એવા પ્રત્યક્ષજ્ઞાનનો વિષય પટપ્રાગભાવ હોઈ શકે નહિ. સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક પ્રાગભાવ તો અસિદ્ધ છે. અને તત્પટની ઉત્પત્તિ પહેલાં તનુસમૂહમાં ‘તે પટ નથી’ એવા પ્રત્યક્ષજ્ઞાનનો વિષય તત્પટપ્રાગભાવ બની શકતો નથી કારણ કે એ તત્પટપ્રાગભાવનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ તત્પટત્વ તત્પટની ઉત્પત્તિ પહેલાં જાણી શકાય જ નહિ. અને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનું જ્ઞાન ન હોય ત્યારે એ અજ્ઞાત ધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતાવાળા (પ્રતિયોગિતાક) અભાવનું પ્રત્યક્ષ થઈ શકે જ નહિ.
અહીં પ્રાગભાવવાદી કહે છે કે પટની ઉત્પત્તિ પહેલાં તન્દુસમૂહમાં થતું ‘પટ નથી’ એવું જ્ઞાન પટપ્રાગભાવવિષયક જ હોય છે. એ જ્ઞાનનો વિષય અભાવ પત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક નથી. ‘પટ નથી’ એવું જ્ઞાન અભાવીય પ્રતિયોગિતામાં પત્નાવચ્છિન્નત્વને વિષય કરતું નથી કારણ કે પટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ તન્તુમાં નથી. પરંતુ ઉક્ત પ્રતિયોગિતામાં પટત્વસામાનાધિકરણ્યમાત્ર ‘પટ નથી’ એવા જ્ઞાનનો વિષય બની શકે. બીજા શબ્દોમાં, પટત્વસમાનાધિકરણપ્રતિયોગિતાક અભાવ ઉક્ત જ્ઞાનનો વિષય બને છે પણ પત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અાવ ઉક્ત જ્ઞાનનો વિષય બનતો નથી. તન્તુમાં તત્પદ્રવ્યક્તિની ઉત્પત્તિ પહેલાં તત્પટવ્યક્તિનો પ્રાગભાવ છે. આ પ્રાગભાવ હોય છે વિશેષાભાવ અર્થાત્ વિશેષ પ્રતિયોગીનો અભાવ. આ અભાવનો પ્રતિયોગી છે ત૫વ્યક્તિ. આ તપવ્યક્તિમાં શુદ્ધ પટત્વ ધર્મ છે અને અભાવની પ્રતિયોગિતા પણ છે. તેથી આ વિશેષાભાવીય પ્રતિયોગિતા પટત્વરૂપ સામાન્ય ધર્મની સમાનાધિકરણ બને છે. તેથી શુદ્ધ પાત્વધર્મસમાનાધિકરણપ્રતિયોગિતાફ અભાવ ‘પટ નથી’ એવા જ્ઞાનનો વિષય બની શકે છે. પટત્વસમાનાધિકરણપ્રતિયોગિતાક અભાવ યાવત્પટનો અભાવ નથી. અમુક વિશેષ પટનો અભાવ પટત્વસમાનાધિકરણપ્રતિયોગિતાક ઘટે છે. પરંતુ પટત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ અમુક વિરોષ પટનો અભાવ હોઈ શકે જ નહિ કારણ કે પટત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવના જ્ઞાનમાં પત્વધર્મની વ્યાપકીભૂતપ્રતિયોગિતાવાળો (પટત્વધર્મવ્યાપકીભૂતપ્રતિયોગિતાક) અભાવ વિષય છે, અને અહીં જ્યાં જ્યાં પાત્વધર્મ છે ત્યાં ત્યાં અભાવીય પ્રતિયોગિતા પણ છે એવું જ્ઞાન થાય છે અને તેમાં યાત્રપટનો અભાવ જ જ્ઞાનનો વિષય થઈ પડે. પરંતુ યાવત્પટનો અભાવ તન્તુમાં નથી એ હકીકત છે, સિદ્ધ છે. તેથી પટત્વાવચ્છિન્નપ્રતિયોગિતા અભાવ ઉક્ત જ્ઞાનનો વિષય ન હોવા છતાં પટત્વસમાનાધિકરણપ્રતિયોગિતાક અભાવને ઉક્ત જ્ઞાનનો વિષય બનવામાં કોઈ બાધા .નથી. અમુક વિશેષ પટનો પ્રાગભાવ પટત્વસમાનાધિકરણપ્રતિયોગિતાક ઘટે છે, અને તેમાં પૂર્વપ્રદર્શિત કોઈ પણ દોષની આપત્તિ આવતી નથી.
આની સામે વિવરણકાર નીચે પ્રમાણે જણાવે છે. ‘ભૂતલે પટ નથી’ અને ‘તન્તુમાં પટ નથી’ આ બે જાતના જ્ઞાનનો વિષય ૫ટપ્રતિયોગિતાક અભાવ છે. આ બે જ્ઞાનના અભાવવિષયત્વાંશમાં કોઈ પણ વિલક્ષણતા નથી. ‘ભૂતલે પટ નથી’ એ જ્ઞાનનો વિષય અભાવ પત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક છે એ તો બધાને સ્વીકાર્ય છે. ભૂતલે કોઈ પણ પટ હોય તો ‘ભૂતલે પટ નથી’ એવી પ્રતીતિ કોઈને ન થાય. તેથી જેમ ‘ભૂતલે પટ નથી’ એ જ્ઞાનનો વિષય અભાવ પટત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક છે તેમ ‘તન્તુઓમાં પટ નથી’ એ જ્ઞાનનો વિષય અભાવ પણ 'પટત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક જ છે, પટત્વસમાનાધિકરણપ્રતિયોગિતાક નથી જ.'