________________
શાંકર વેદાન્તમાં અવિધાવિચાર
વસ્તુતઃ વાત એમ છે કે પ્રતિયોગિવિશેષિત અભાવના જ્ઞાનમાં પ્રતિયોગ્યાનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદકરૂપે ભાસે છે. ‘પટ નથી’ એ જ્ઞાન પ્રતિયોગિવિરોષિત અભાવનું જ્ઞાન છે. એ જ્ઞાનમાં પ્રતિયોગ્યેશનો પટત્વધર્મ પ્રકારરૂપે ભાસે છે. પરિણામે પટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ જ ઉક્ત જ્ઞાનનો વિષય બને છે અને સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક પ્રાગભાવ સંભવતો જ ન હોઈ પોત્પત્તિની પૂર્વે તન્તુમાં ‘પટ નથી’ એવા પ્રત્યક્ષજ્ઞાનનો વિષય પટપ્રાગભાવ બની શકે જ નહિ. નિષ્કર્ષ એ કે ઉક્ત જ્ઞાન દ્વારા પ્રાગભાવ સિદ્ધ થતો નથી. આમ પ્રાગભાવવાદીનું પ્રથમ પ્રમાણ ખંડિત થયું.
૯૬
અહીં પ્રાગભાવવાદી પ્રશ્ન કરે છે કે જો ઉક્ત પ્રતીતિનો વિષય પ્રાગભાવ ન હોય તો તે પ્રતીતિનો વિષય શું બનરો ? આ પ્રશ્નના ઉત્તરમાં અદ્વૈતવાદી કહે છે કે ‘મૂતને છૂટો નાસ્તિ ( = ભૂતળ ઉપર ઘટ નથી)' ઇત્યાદિ જ્ઞાનનો વિષય જેમ કાલભેદથી અધિકરણસંસર્ગીનો અત્યન્તાભાવ બને છે તેમ પોત્પત્તિની પહેલાં ‘તન્તુસમૂહમાં પટ નથી’ એવા જ્ઞાનનો વિષય પણ કાલભેદથી અધિકરણસંસર્ગીનો અત્યન્તાભાવ જ બનશે. તેથી પ્રાગભાવ સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. અત્યન્તાભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શક્તો હોઈ ‘તનુસમૂહમાં પટ નથી’ એ જ્ઞાનને પણ કોઈ બાધા આવતી નથી. સમયવિશેષમાં સંયોગસંબંધને લઈ ઘટનો આધાર બનતા ભૂતલમાં સમયવિશેષમાં સંસર્ગશીલ ઘટનો અત્યન્તાભાવ બધાંને અનુભવસિદ્ધ, છે. વળી, એક વાત આ પણ છે કે પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જો પ્રતિયોગિતાનો અવચ્છેદક ના હોય તો ‘વાયુમાં રૂપ નથી’ એવી પ્રતીતિનો વિષય અભાવ પણ રૃપત્યસમાનાધિકરણપ્રતિયોગિતાક હોવા છતાં રૂપવિરોષનો અભાવ જ બની જાય. પરિણામે, વાયુમાં રૂપવિશેષાભાવ જ સિદ્ધ થરો પણ રૂપસામાન્યાભાવ સિદ્ધ થશે નહિ. ‘વાયુમાં રૂપ નથી’ એ પ્રતીતિ પણ જો રૂપસામાન્યાભાવવિષયક ન હોય તો રૂપસામાન્યાભાવની સિદ્ધિ જ થાય નહિ.
:
અહીં પ્રાગભાવવાદી કહે છે કે ‘વાયુમાં રૂપ નથી’ એ પ્રતીતિ દ્વારા સામાન્યાભાવની સિદ્ધિ થતી નથી પણ બીજી રીતે થાય છે. તે નીચે પ્રમાણે છે. ‘વાયુમાં પાર્થિવ રૂપ નથી, જલીય રૂપ નથી, તૈજસીય રૂપ નથી’ એવી નિશ્ચયદશામાં પણ ‘વાયુમાં રૂપ છે કે નહિ’ એવો સંદેહ થાય છે. આમ તત્તદ્વિશેષરૂપના અભાવના નિશ્ચય વખતે વાયુમાં રૂપાભાવનો જે સંદેહ થાય છે તે સંદેહનો વિષય જે રૂપાભાવ છે તે રૂપવિશેષાભાવાતિરિક્ત રૂપાભાવ છે, એમ સ્વીકારવું જોઈએ. રૂપવિરોષાભાવ ઉક્ત સંદેહનો વિષય બની શકે નહિ કારણ કે વાયુમાં રૂપવિશેષના અભાવનો નિશ્ચય છે; જ્યાં જેનો નિશ્ચય હોય ત્યાં તેનો સંશય ઘટે નહિ. તેથી રૂપવિશેષાભાવાતિરિક્ત રૂપસામાન્યાભાવ જ ઉક્ત સંદેહનો વિષય બનશે. આમ સામાન્યાભાવની સિદ્ધિ થશે જ. તેથી, સામાન્યાભાવની સિદ્ધિ જ નહિ થાય એમ કહેવું યોગ્ય નથી.
આના ઉત્તરમાં અદ્વૈતવેદાન્તી નીચે પ્રમાણે જણાવે છે : ઉપર દર્શાવ્યા પ્રમાણે સામાન્યાભાવ સિદ્ધ થઈ શકે જ નહિ. વાયુમાં રૂપવિશેષાભાવનો નિશ્ચય હોવા છતાં તે નિશ્ચિત રૂપવિરોષાભાવમાં જ સંશય થઈ શકે છે. જો કે નિશ્ચિત વિષયમાં સાક્ષાત્ સંશય થતો નથી છતાં અન્યસંરાયાહિત સંશય થઈ શકે છે. વાયુગત ધર્મમાં ‘રૂપત્ન છે કે નહિ’ એવો સંશય થાય છે અને એ સંશય વડે આહિત સંશય નિશ્ચિત રૂપવિરોષાભાવમાં પણ થઈ શકે છે. આમ નિશ્ચિત રૂપવિશેષાભાવ અન્યસંશયાહિત સંશયનો વિષય બની શકતો હોઈ વિશેષાભાવાતિરિક્ત સામાન્યાભાવની સિદ્ધિ થઈ શકે નહિ. નિશ્ચિત રૂપવિશેષાભાવ જ ઉક્ત સંશયનો વિષય હોય