________________
શ્રમણ ધર્મ
૧૯
રોગના ક્ષય માટે દીક્ષા લેવા માટે તૈયાર થયો છું.'ઇત્યાદિ કહે તો તેને શુદ્ધ સમજી દીક્ષા આપવી, અન્યથા ભજના સમજવી. (અર્થાત્ દીક્ષાનો નિષેધ કરવો).
આ પૃચ્છામાં પાસ થયા બાદ પણ તેને કહેવું કે “કાયર પુરુષોને દીક્ષાનું પાલન દુખદાયી છે, છતાં આરંભનો ત્યાગ કરનારા સત્ત્વશાળી પુરુષોને દીક્ષાથી આ ભવ અને પરભવમાં પરમ કલ્યાણ થાય છે. વળી જેમ રોગી રોગના પ્રતિકાર માટે ઔષધાદિ ચિકિત્સાને ચાલુ કરી કુપથ્યનું સેવન કરે તો (ઔષધ નહિ લેનાર કરતાં) વહેલો અને વધારે નાશ પામે છે. તેમ કર્મરૂપી વ્યાધિના નાશ માટે સંયમરૂપ ભાવઔષધનો સ્વીકાર કરી અસંયમરૂપ કુપથ્યનું સેવન કરે છે, તેને (સંયમ નહિ લેનાર કરતાં ય) વધારે કર્મો બંધાય છે.' ઇત્યાદિ સમજાવે.
આ રીતે જણાવ્યા પછી દીક્ષાર્થીનો પ્રતિભાવ જાણે. યાવત્ સામાન્યથી છ મહિના અને તથાવિધ યોગ્યયોગ્ય જીવની અપેક્ષાએ તેથી થોડો કે વધારે પણ કાળ પરીક્ષા માટે જાણવો.
પરીક્ષામાંથી પસાર થયા બાદ દીક્ષાર્થીને ઉપધાન કર્યા ન હોય તો પણ સામાયિક સૂત્ર મુખપાઠથી શીખવવું, પ્રથમથી પાટી ઉપર લખીને ન આપવું, બીજા પણ “ઇરિયાવહી' વગેરે સૂત્રો તેની પાત્રતા પ્રમાણે ભણાવવાં, ચૈત્યવંદન આદિ વિધિ કરાવવો, આદિ શબ્દથી વાસક્ષેપ કરવો, રજોહરણ આપવો, કાયોત્સર્ગ કરાવવા વગેરે આગળ કહેવાશે તે સઘળી ક્રિયા કરાવવી.
પ્રથમ ગુરુએ દીક્ષા લેવા માટે આવેલા શિષ્યને ઉપકાર અને ઉદ્ધાર કરવાની બુદ્ધિથી સ્વીકારવો, તે પછી શકુન વગેરે શુભાશુભ નિમિત્તો જોવાં અને ક્ષેત્રશુદ્ધિ - કાળશુદ્ધિ - દિશાશુદ્ધિ જોવી.
પછી દીક્ષાર્થી જિનેશ્વરોની તથા ગુરુ ભગવંત આદિ સાધુઓની પૂજા કરે, ત્યારબાદ ગુરુ દીક્ષાની વિધિ કરાવે. તે વિધિ સામાચારી પાઠના આધારે અહીં જણાવીએ છીએ.
દીક્ષાર્થી સારા દિવસે સુંદર વેષ પરિધાન કરીને સમૃદ્ધિ (વરઘોડાદિ આનંબર) પૂર્વક ઘરેથી નીકળી દીક્ષા સ્થાને આવીને શ્રી જિનમંદિરમાં (વર્તમાનમાં જિનમંદિરના મંડપમાં દીક્ષા પ્રાયઃ થતી નથી પરંતુ નન્દી આગળ થાય છે તેથી નન્દીમાં) પ્રવેશ કરતાં બે હાથની અંજલીમાં અક્ષત લઈને શ્રી જિનમંદિરને અને સમવસરણ (નન્દી) (વર્તમાનમાં માત્ર નન્દી)ને ત્રણવાર પ્રદક્ષિણા આપે.
ત્યારબાદ ગુરુ અનુક્રમે પોતાનાં અંગો શિર-મુખ-હૃદય-નાભિ અને અધોગાત્ર (નાભિની નીચેનો પગ વગેરે ભાગ)ને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની) આંગળીથી સ્પર્શ - કરતા આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે Hિ-સ્વ