________________
૨૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
' એ મંત્રાક્ષરોને (મનથી) ઉચ્ચારે પછી અવરોહના (નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચે અંગોને અનામિકાથી સ્પર્શ કરતા ઉત્ક્રમે હા-સ્વા-ઓં-પ-ક્ષિ' એ મંત્રાક્ષરોને મનમાં ઉચ્ચારે અને પુન: આરોહના ક્રમે એ અંગોને અનામિકાથી સ્પર્શ કરતાં ‘ક્ષિ૬-ોં-સ્વા-હા' એ મંત્રાક્ષરોને ક્રમશઃ મનમાં ઉચ્ચારે. એમ ત્રણવાર પોતાની આત્મરક્ષા કરીને શિષ્યની પણ (એ વિધિથી ત્રણવાર) આત્મરક્ષા કરે.
પછી ઉત્તરાસંગ કરીને મુખકોષ બાંધીને ઢીંચણના આધારે બેઠેલા ભવ્યશ્રાવકે બે હાથે પકડેલા વાસચૂર્ણના થાળમાંનો ગંધ (વાસ) ગુરુ મંત્રે, તે આચાર્ય.હોય તો સૂરિમંત્રથી, ઉપાધ્યાય પાઠકમંત્રથી અને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાથી મંત્રે.
"
"
ત
તેનો વિધિ-અનામિકા આંગળીથી પહેલા વાસના થાળમાં વચ્ચે દક્ષિણાવર્ત્ત કરીને ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમાં ‘આઁ’ અક્ષરનું આલેખન કરે, તે પછી ૧- પૂર્વથી પશ્ચિમ સુધી, ૨- ઉત્તરથી દક્ષિણ સુધી, ૩- ઇશાનથી નૈઋત્ય સુધી ૪- અગ્નિકોણથી વાયવ્ય સુધી, એમ ચાર રેખાઓ કરી આઠ આચવાળું ચક્ર આલેખે, તેના મધ્યમાં મૂળબીજ એટલે ‘હ્રીઁ ’ મંત્રને આલેખી આજુબાજુ ત્રણ આવર્તો કરી આવર્તને છેડે નો આલેખ કરે, પછી હ્રીઁ મંત્રાક્ષરની સામે પૂર્વદિશામાં “ઓંત નમો અરિહંતાળ” ની સ્થાપના મનથી જ મંત્રાક્ષરોનું ચિંતન કરતો કરે. પછી એ જ રીતે અગ્નિકોણ, દક્ષિણદિશા, નૈઋત્યકોણ અને પશ્ચિદિશામાં અનુક્રમે “ઓંતી નમો સિદ્ધાંળ થી નમો છોડ્ સવ્વસાહૂળ” સુધીનાં ચાર પદોની સ્થાપના ચિંતવે. વાયવ્યમાં ‘મૈં મૈં નમો નાગસ્ત્ર,’. ઉત્તરમાં ‘ઔી નમો યંસળસ્સ' અને છેલ્લે ઇશાનમાં ‘ઓં મૈં નમો ચારિત્તસ્સ’ પદની સ્થાપના મનમાં જ કરે. પછી ઉ૫૨ કહ્યા પ્રમાણેના પોતાના (સૂરિમંત્ર આદિ) મંત્રને સ્મરણ કરતો (શરીર-હાથની વિશિષ્ટ આકૃતિઓ રૂપ) સાત મુદ્રાઓથી વાસને સ્પર્શ કરે. તે મુદ્રાઓ. અનુક્રમે (૧) પંચપરમેષ્ઠિ, (૨) સુરભિ, (૩) સૌભાગ્ય, (૪) ગરુડ, (૫) પદ્મ, (૬) મુગર અને (૭) કરમુદ્રા એમ› સાત કરે. એ પ્રમાણે વાસને મંત્રીને ખમાસમણ દેવરાવવા પૂર્વક- ‘સમ્યક્ત્વસામાયિકશ્રુતસામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણિય-નંદીકરાવણિય વાસ નિબ્બેવં કરેહ’ અર્થાત્ સમ્યક્ત્વ-શ્રુતજ્ઞાન-સર્વવિરતિ આપવા માટે અને મંગલિક કરવા માટે મને વાસક્ષેપ કરો ! એમ શિષ્યના મુખે બોલાવતા ગુરુ શિષ્યના મસ્તકે વાસક્ષેપ કરે. જેણે પહેલાં સમ્યક્ત્વ સામાયિક આદિ ઉચ્ચર્યું હોય તેને તો ‘સર્વવિરતિ સામાયિકાદિ
૮. સાત મુદ્રા : (૧) પંચ પરમેષ્ઠિ મુદ્રા : ચત્તા રાખેલા બે હાથોની આંગળીઓનો વેણી બંધ કરીને (એકબીજામાં ભેરવીને) બે અંગુઠાઓ વડે બે ટચલીઓ અને બે તર્જનીઓ વડે બે મધ્યમાઓ પકડીને જોડે બે અનામિકાઓ ઊભી કરવાથી પરમેષ્ઠિ મુદ્રા થાય. આ મુદ્રા આહ્વાન કરવામાં ઉપયોગી છે.
(૨) સુરભિ મુદ્રા : પરસ્પર ગૂંથાયેલી આંગળીઓમાંની કનિષ્ઠિકાઓને અનામિકાઓ સાથે અને