________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
પ્રશ્ન : આજીવિકાની વ્યવસ્થા કરવા છતાં મોહના કારણે માતા-પિતાની આજ્ઞા મળતી ન હોય તો શું કરે ?
ઉત્તર : તો માતા-પિતાનો ત્યાગ કરે.
૧૮
કહેવાનો આશય એ છે કે ઉપરોક્ત ઉપાયો કરવા છતાં માતા-પિતાદિ આજ્ઞા ન આપતાં હોય તો જેમ રોગથી પીડાતા માતા-પિતાદિને અટવીમાં છોડીને સુપુત્ર શહેરમાં ઔષધ લેવા અને પોતાના નિર્વાહ માટે જાય, કારણ કે તેવી જ રીતે માતાપિતાદિને વ્યાધિમાંથી મુક્ત કરી શકાય તેમ છે. તેથી સુપુત્રએ અટવીમાં માતા-પિતાદિનો જે ત્યાગ કર્યો, તે વાસ્તવમાં ત્યાગ નથી. પરંતુ તે પુત્રની ઉત્તમતા છે અને જો તે વખતે ત્યાગ ન કરે તો (અર્થાત્ તેમને અટવીમાં મૂકીને ઔષધ લેવા ન જાય તો) ઉપચારના અભાવે માતા-પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે તેથી ત્યાગ ન કરવા છતાં વાસ્તવમાં ત્યાગ જ થાય છે.
તેવી જ રીતે આ સંસારરૂપી અટવીમાં આવી પડેલો શુક્લપાક્ષિક જીવ માતાપિતાદિની સાથે ઘ૨માં ૨હે અને તેમનો ત્યાગ ન કરે તો, મોહનીય કર્મના ઉદયરૂપ રોગથી પીડાતા માતા-પિતાદિ અવશ્ય સમ્યક્ત્વરૂપી ઔષધ વિના વિનાશ પામશે. સંસારમાં રખડશે. અને જો તેમનો ત્યાગ કરશે તો પોતાના ચારિત્રનો નિર્વાહ થશે અને અવસરે અવસરે માતા-પિતાદિને ઉપદેશાદિ દ્વારા સમ્યક્ત્વરૂપી ઔષધનું સેવન કરાવશે કે જેના યોગે માતા-પિતાદિનો મોહનીય કર્મના ઉદયરૂપી રોગ વિનાશ પામશે.
આમ સમ્યક્ત્વરૂપી ઔષધ માટે કરાતો ત્યાગ પણ ત્યાગ નથી. કારણ કે તેના દ્વારા જ સંસાર પરિભ્રમણ અટકવાનું છે. આ રીતે માતા-પિતા ઉપર પારમાર્થિક ઉપકાર કરવો તે સત્પુરુષોનો ધર્મ છે.
આ વિષયમાં ભગવાન શ્રી મહાવીરદેવ દૃષ્ટાંતરૂપ છે. કારણ કે જેનાથી અકુશલકર્મોનો અનુબંધ (પરંપરા) ચાલે તેવા માતા-પિતાદિના શોકને તેઓશ્રીએ ટાળ્યો હતો.
આ રીતે પ્રવ્રજ્યા માટે તૈયારી કરી ગુરુને પોતાનો ભાવ જણાવવો. અર્થાત્ ગુરુને પોતાનું જીવન સમર્પિત કરવું. આ રીતે દીક્ષા લેનારનું કર્તવ્ય કહ્યું.
હવે દીક્ષા આપનારનું કર્તવ્ય કહે છે.
ઉત્તમ ધર્મકથાને સાંભળીને આકર્ષિત થયેલો ભવ્યાત્મા, દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે ગુરુએ તેને પુછવું કે-હે વત્સ ! તું કોણ છે ? શા માટે દીક્ષા લેવા માટે ઇચ્છે છે ? તેના જવાબમાં જો તે કહે કે ... ‘હે ભગવન્ ! હું કુલપુત્ર છું. અમુક નગરનો છું અર્થાત્ આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ છું. અને સઘળાં અશુભ(કર્મો)ની ખાણ સમાન સંસાર રૂપ