________________
(19)
એવું ગત જન્મોમાં ઘણીવાર જીવે અનુભવ્યું છે, આજે એ ભૂલી જવા છતાં એના સંસ્કારો ભૂંસાયા નથી. વર્તમાનમાં ધર્મના અભાવે પણ મળેલી સુખ સામગ્રીની પાછળ ધર્મ રહેલો જ છે. પૂર્વકૃત પુણ્ય(ઘર્મ) વિના વર્તમાનમાં સુખ સામગ્રી મળતી નથી, મળેલી ટકતી નથી અને ભોગવી શકાતી નથી. પૌદ્ગલિક પદાર્થો પણ તે જ સુખ આપી શકે છે કે જેનો સર્જકતેમાં ઉત્પન્ન થયેલો આત્મા કોઈને કોઈ અંશમાં ધર્મને પામેલો હોય. ચિંતામણિ, કામધેનુ વગેરે કે સુવર્ણ-ચાંદીહીરા, માણેક-મોતી વગેરે જે જે પદાર્થો જગતમાં આદર પામે છે, કે બીજાને સુખનું સાધન બની શકે છે તે દરેકના સર્જક-તેમાં ઉત્પન્ન થનારા એકેન્દ્રિયાદિ જીવો સજાતીય સામાન્ય જીવોની અપેક્ષાએ પણ અમુક અંશે શુદ્ધ અને પુણ્યવાળા હોય છે, તેઓની એ શુદ્ધિ અને પુણ્ય એ ધર્મનો જ એક અંશ છે. તેના બળે તે આદર પામે છે અને તેને ભોગવનાર પણ સુખ અનુભવે છે. અન્યથા એવી કેટલીય જડ વસ્તુઓ છે કે જેની ઇચ્છા સરખી પણ કોઈ કરતું નથી. ભૂલથી પણ તેનો ઉપયોગ કરે તો તે દુઃખનું કારણ બને છે. એમ સુખના સાધનભૂત પૌદ્ગલિક વસ્તુ પણ ધર્મના પ્રભાવે જ સુખ આપી શકે છે. એટલું જ નહિ, ભોગવનાર પણ ધર્મના પ્રભાવે જ સુખ અનુભવી શકે છે. જેણે પૂર્વે ધર્મનો પક્ષ, આદર કે સેવા કરી હોય તેને જ એવી સુખ સામગ્રી મળે છે અને ધર્મદ્વારા તેને ભોગવવાની કળા જેણે પ્રાપ્ત કરી હોય તે તેનાથી સુખનો અનુભવ કરી શકે છે. અન્યથા સુખ સામગ્રી મળતી નથી, મળે તો પણ સુખનો અનુભવ કરી શકાતો નથી અને બલાત્કારે સુખ માણવા પ્રયત્ન કરે તો પરિણામે દુઃખી થયા વિના રહેતો નથી. એમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં સમજાશે કે સુખની સાથે ધર્મનો વૃક્ષ અને બીજ જેવા સંબંધ છે. જ્યાં ધર્મનો પ્રભાવ છે ત્યાં જ સુખ છે, જે જીવનમાં સુખ નથી ત્યાં ધર્મનો પ્રભાવ નથી. અથવા ધર્મનો પ્રભાવ નથી ત્યાં સુખ નથી, સુખ છે ત્યાં ધર્મનો પ્રભાવ છે જ. આથી એ નિશ્ચિત છે કે સુખના અર્થીને ધર્મ અનિવાર્ય છે.
સાચું સુખ-આ હકિકત પણ પૌગલિક સુખને અંગે સમજવી, કે જે સુખ અનિત્ય હોવાથી જીવને અંતે નિરુપયોગી છે. જીવ ઈચ્છે છે તે સુખ તો કોઈ જાદું જ છે. ધર્મથી મળતાં પૌદ્ગલિક સુખ નાશવંત હોવાથી જ્યારે તેનો વિયોગ થાય છે ત્યારે જીવ પોતાની જાતને ઠગાએલી માની ભારે અફસોસ સાથે દુઃખનો અનુભવ કરે છે. તત્ત્વથી તો જીવને કદી નાશ ન પામે તેવું, જેને ભોગવતાં લેશ પણ દુઃખ ન થાય તેવું અને સર્વ રીતે સંપૂર્ણ, અર્થાત્