________________
શ્રમણ ધર્મ
૧૨૫
=
માટે ‘તેઓની સાક્ષીએ' એમ તાત્પર્યથી અરિહંતોની સાક્ષીપૂર્વક કહી શકાય. (૨) સિદ્ધોની સાક્ષીએ, (૩) સાધુઓની સાક્ષીએ, (૪) દેવોની સાક્ષીએ, (૫) મારી સાક્ષીએ . i = આ પ્રમાણે પચ્ચક્ખાણ કરતે છતે મતિ મિક્ષુર્વા મિક્ષુજી વા = સાધુસાધ્વી થાય છે, કેવાં થાય છે ? સંયત-વિરત-પ્રતિહત-પ્રત્યાક્યાતપાપમાં = સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મોને જેમણે (એવાં થાય છે,) તેમાં સંયત = સત્તર પ્રકારના સંયમથી યુક્ત. વિરત = બાર પ્રકારના તપમાં રત, પ્રતિહત ઃ સ્થિતિનો હ્રાસ થવાથી ગ્રંથિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનો વિનાશ કર્યો છે જેઓએ તથા પચ્ચક્ખાણ = (મિથ્યાત્વાદિ કર્મબંધના) હેતુઓના અભાવે પુન: વૃદ્ધિ ન થવારૂપે નીરાકૃત કર્યા છે. (દીર્ઘસ્થિતિવાળા કર્મો ન બંધાય તેવાં) જ્ઞાનાવરણીયાદિ કર્મોને કર્યા છે જેમણે, એવા થાય છે. હવે તે કેવી કેવી અવસ્થામાં ક્યારે ક્યારે તેવા થાય છે તે કહે છે- વિવા વા રાત્રો વા=દિવસે અથવા રાત્રે, અથવા સર્વકાળે; જો વા પર્વતો વા = કોઈ કા૨ણે એકાકી હોય ત્યારે અથવા સાધુની પર્ષદા (સમુહ)માં હોય ત્યારે પણ, સુપ્તો વા નાપ્રદા = રાત્રિના બે પ્રહર સુતા હોય ત્યારે કે શેષકાળે જાગતા હોય ત્યારે પણ, અર્થાત્ કોઈપણ અવસ્થામાં (તે સાધુ કે સાધ્વી સંયત-વિ૨ત-પ્રતિહત-પ્રત્યાખ્યાતપાપકર્મા બને છે.)
હવે પ્રાણાતિપાતની ત્રણકાળની ત્રિવિધ-ત્રિવિધથી કરેલી આ વિરતિનો મહિમા વર્ણવે છે કે તત્ વહુ પ્રાળાતિપાતસ્ય વિમળ = તે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિશ્ચે હિત = હિતકર છે, સુત્તું = સુખ કરનાર છે, ક્ષમં = (સંસારથી) તા૨વામાં સમર્થ છે, વૈશ્રેસિમ્ = મોક્ષના કારણભૂત છે, आनुगामिकं = ભવોભવ સાથે રહેનાર, (અર્થાત્ વિરતિના સંસ્કારનો અનુબંધ ચાલવાથી અન્ય ભવોમાં પણ વિરતિને પ્રાપ્ત કરાવનાર) તથા પારામિર્ક = સંસારથી પાર ઉતારનાર છે.
હવે તે હિતકર વગેરે કયા કા૨ણે છે તે કહે છે - સર્વેષાં પ્રાળાનામ્ = બે-ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા સર્વ જીવોને, સર્વેષાં મૂતાનામ્ = સર્વ વનસ્પતિકાય જીવોને સર્વેશં जीवानाम् = સર્વે પાંચ ઇન્દ્રિયવાળા જીવોને, સર્વેષાં સત્ત્વાનામ્ = સર્વ પૃથ્વીકાયાદિ જીવોને, અશોષનતા = શોકને ઉત્પન્ન નહિ કરવાપણાથી, અનૂરળતયા = જીર્ણ (અશક્ત) નહિ કરવાપણાથી (અર્થાત્ વૃષભાદિને અતિભાર ભરવાથી, આહાર નહિ આપવાથી, અંકુશ વગેરેના પ્રહારોથી અશક્ત-વૃદ્ધ બનતાં દેખાય છે માટે તેવું નહિ ક૨વાથી), અતેવનતયા = ખેદ વગેરે નહિ પમાડવાથી (પસીનો, લાળ, આંસુ વગેરે પડે તેવો પરિશ્રમ નહિ આપવાપણાથી), પીડનયા = પગ વગેરેથી પીડા નહિ કરવાથી, અરિતાપનતયા = (સર્વ પ્રકારના શારીરિક દુ:ખોરૂપ) સંતાપ