________________
શ્રમણ ધર્મ
૧૨૧
બીજાઓ દ્વારા એ જીવોને હણાવીશ નહિ. પ્રાણાતિપાતયતોડાત્ર સમન્નાનામિ = એ જીવોને હણતા બીજાઓને હું સારા જાણું નહિ (અનુમોદન કરીશ નહિ.) ક્યાં સુધી ? વાવઝીવં = જીવું ત્યાં સુધી. ત્રિવધૂ = ત્રણ પ્રકારની કરવા-કરાવવાઅનુમોદવારૂપ) હિંસાને, ત્રિવધૂન = ત્રણ કરણોથી (મન-વચન-કાયાથી) તજું છું. એ જ જણાવતાં કહે છે કે મનસા વીવ રાયન ન મ પરમ પૂર્વન્તમચં ન સમનુનાનામ = મન-વચન-કાયાથી કરું નહિ, કરાવું નહિ અને બીજો કરે તેની અનુમોદના કરું નહિ. તસ્સ = તે ત્રિકાળભાવિની હિંસા પૈકી ભૂતકાળની હિંસાનું મન્ત = હે ભગવનું ! પ્રતિમામ = પ્રતિક્રમણ કરું છું. હિંસાનું મિથ્યાદુષ્કત આપું છું. નિમિ = આત્મસાક્ષીએ નિંદા કરું છું. મ = પરસાક્ષીએ જુગુપ્સા કરું છું. એ નિંદા વગેરે કોની ? તે કહે છે કે માત્મા = હિંસા કરનાર મારા આત્માને (ભૂતકાલીન મારા આત્મપર્યાયને) કે જે પ્રશંસા કરવા યોગ્ય નથી, તેને વ્યુત્સુનામ = સર્વથા તજું છું. વળી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ભેદે પ્રાણાતિપાતનું (હિંસાનું) પ્રતિક્રમણ કરવા માટે કહે છે કે
“से पाणाइवाए चउव्विहे पन्नत्ते, तं जहा-दव्वओ खित्तओ, कालओ भावओ, दव्वओ णं पाणाइवाए छसु जीवनिकाएसु, खित्तओ णं पाणाइवाए सव्वलोए, कालओ णं पाणाइवाए दिया वा राओ वा, भावओ णं पाणाइवाए रागेणं वा दोसेण वा ।"
વ્યાખ્યા : ૧ પ્રાણાતિપાતઋતુર્વિધ: પ્રજ્ઞH: = તે પ્રાણાતિપાત ચાર પ્રકારનો કહેલો છે, તથા = તે આ પ્રમાણે, દ્રવ્યત: ક્ષેત્રત: તિ: માવત: = (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી. તેમાં વ્યત: પ્રાણાતિપાત: પર્ફ નીવનિરુપણું = ( વાક્યની શોભા માટે છે.) તે પ્રાણાતિપાત દ્રવ્યથી છ જવનિકાયદ્રવ્યને વિષે, અર્થાત્ પૃથ્વીકાયાદિ છ કાયના જીવોમાંથી કોઈની પણ હિંસા કરવી તે દ્રવ્યપ્રાણાતિપાત. ક્ષેત્રત: પ્રતિપાત: સર્વો = એ હિંસા ક્ષેત્રની અપેક્ષાએ ચૌદ રાજલોક રૂપ સર્વલોકમાં, તિ: પ્રાણાતિપાતો વિવી વ રાત્રો વા = કાલની અપેક્ષાએ હિંસા દિવસે અથવા રાત્રીએ અને માવત: પ્રતિપાતો રાતે વા વેણ વા = ભાવની અપેક્ષાએ રાગથી અથવા વેષથી હિંસા. આમ ભેદપૂર્વક સ્વરૂપ કહીને ભૂતકાળમાં કરેલી તે હિંસાની વિશેષતયા નિંદા કરતાં કહે છે કે
“जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालकखणस्स सञ्चाहिट्ठिअस्स विणयमूलस्स खंतिप(प्प)हाणस्स अहिरण्णसुवण्णिअस्स उवसमप्पभवस्स णवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तियस्स कुक्खिसंबलस्स णिरग्गिसरणस्स संपक्खालियस्स चत्तदोसस्स. गुणग्गाहियस्स निव्वियारस्स निव्व(वि)त्तिलक्खणस्स पंचमहव्वयजुत्तस्स असंणिहिसंचयस्स अविसंवाइयस्स