________________
૧૧૦.
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ દ્વારા. (૯-૧૦) રેવાનીમાાતિનયા - ડેવીનામાતિનયા = દેવો કે દેવીઓને અંગે પણ
એ તો અવિરત છે, કામભોગમાં આસક્ત છે, સામર્થ્ય હોવા છતાં તીર્થની (શાસનની) રક્ષા કે પ્રભાવના કરતા નથી, વગેરે અવર્ણવાદ બોલવાથી કરેલી આશાતના દ્વારા. (૧૧-૧૨) રૂહોચીતિન - પરોસ્થાતિનયા = મનુષ્યાદિને મનુષ્યપણું વગેરે સમાનજન્મ તે આલોક અને મનુષ્યાદિને દેવપણું વગેરે અસમાનજન્મ તે પરલોક જાણવો, તેને અંગે અસત્ય પ્રરૂપણા વગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા. (૧૩) સ્ટપ્રજ્ઞસ્ય ધર્મયાશતિનયા = કેવલીઓએ કહેલા શ્રુત-ચારિત્રરૂપ ધર્મની, જેમકે “આગમ પ્રાકૃત ભાષામાં રચેલું છે, તે કોણ જાણે છે કે કોણે રચેલું છે” વગેરે શ્રતને અંગે તથા “જેમાં દાન આપવાનું નથી, તે ચારિત્રથી શું કલ્યાણ થાય ? વગેરે ચારિત્રને અંગે અસત્ય-અવર્ણવાદ બોલવાથી કરેલી આશાતના દ્વારા. (૧૪) વમનુના સુરોચ્ચારીતિન = અહીં દેવથી ઉર્ધ્વલોક, મનુષ્યથી તિસ્કૃલોક અને અસુર શબ્દથી અધોલોક એમ ત્રણ લોક (રૂપ ચૌદરાજ)ને અંગે
સાતદ્વીપ-સાત સમુદ્ર જેટલો જ લોક છે, બ્રહ્માએ તેને ઉત્પન્ન કરેલો છે અથવા પુરુષ અને પ્રકૃતિના યોગથી થયેલો છે.' વગેરે અસત્ય પ્રરૂપણાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા. (૧૫) સર્વકાળમૂતનીવરવીનાનાશાતનયા = પ્રાપ:' એટલે બેઇન્દ્રિયાદિ પ્રગટ શ્વાસોશ્વાસવાળા થયેલા થતા કે થનારા ત્રસ જીવો, “પૂતાન' = પૃથ્વી વગેરે સ્થાવર જીવો, “નીવા:' = જીવે તે જીવ, અર્થાત્, આયુષ્યને ભોગવતા સર્વ સંસારી જીવો, “સત્વા:” = સંસારી-અસંસારી સર્વ જીવો (એમ જુદી-જુદો અર્થ સમજવો અથવા ભિન્ન-ભિન્ન દેશમાં જન્મેલા શિષ્યોને સમજવા માટે ભિન્ન-ભિન્ન શબ્દ પ્રયોગ કરેલો હોવાથી દરેકનો અર્થ એક જ “સર્વ જીવો” એમ સમજવો). તેઓને અંગે તેમના સ્વરૂપની વિપરીત પ્રરૂપણા (અશ્રદ્ધા) આદિ કરવાથી થયેલી આશાતના દ્વારા. (૧૯) ઝાસ્થાશતિનયા = કાલ દ્રવ્યને ન માને, કાલ છે જ નહિ અથવા જગત કાલની પરિણતિરૂપ છે, ઇત્યાદિ કાલની વિપરીત પ્રરૂપણા-અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા. (૧૭) કૃતસ્યરીતિન = જ્ઞાનાચારને અંગે વિપરીત બોલે, જેમકે-માંદાને વળી કાળ અકાળ કયો ? મેલાં વસ્ત્રો ધોવામાં વળી કાળ-અકાળ કેવો ? જો જ્ઞાન મોક્ષનું સાધન છે તો તેને માટે “આ કાળ અને આ અકાળ' વગેરે શા માટે ? આગમોમાં છકાય જીવોનું, વ્રતોનું વગેરે એક વિષયનું વારંવાર વર્ણન કરીને પુનરુક્તિ દોષ કર્યો છે, ઇત્યાદિ શાસ્ત્રોનો અવર્ણવાદ બોલવો, ઇત્યાદિ આશાતના દ્વારા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧૮) કૃતવતીયા મારતનયા = “શ્રત દેવી છે જ નહિ, અથવા તેનામાં સારું-ખોટું કરવાની કોઈ શક્તિ જ નથી” વગેરે વિપરીત બોલવારૂપ આશાતના દ્વારા.