________________
શ્રમણ ધર્મ
૧૧૧
(૧૯) વાઘનીવાર્યાશાતન = વાચનાચાર્યને અંગે ‘સામાના સુખ-દુ:ખનો વિચાર કર્યા વિના વારંવાર ઘણાં વંદન દેવરાવે છે,' ઇત્યાદિ અસદ્ભાવવાળું વચન બોલવા વગેરેથી કરેલી આશાતના દ્વારા.
આમ અહીં ઓગણીસ આશાતનાઓ કહી. હવે પછીના ‘નં વાદ્ધ' વગેરે ચૌદ પદો કહીશું. તે શ્રુતની ક્રિયા અને કાળ વિષયક આશાતનાનાં પદો છે, માટે પુનરુક્તિ દોષ સમજવો નહિ. (૧) વિદ્ધમ્ = સૂત્રાદિમાં જે અસ્ત-વ્યસ્ત કર્યું, જેમ રત્નની માળાના દોરામાં રત્નો નાનાં-મોટાં જેમ તેમ પરોવે તેમ શ્રતમાં પણ ક્રમ વગેરે ન સાચવે, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઇત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ આગળ પણ સંબંધ સમજવો. (૨) વ્યત્યાગ્રેવિતમ્ = જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કોળીની ક્ષીરની જેમ જુદાં જુદાં શાસ્ત્રોના પાઠો (અંશો) ભેગા કરીને સૂત્રના મૂળસ્વરૂપને બદલી નાખવારૂપ આશાતના દ્વારા. (૩) હીનાક્ષર = એકાદિ અક્ષરો ન્યૂન કરવારૂપ આશાતના દ્વારા. (૪) પ્રત્યક્ષર = એક કે અનેક અક્ષરો વધારવારૂપ આશાતના દ્વારા. (૫) પદીનમ્ = (એકાદિ) પદ ઘટાડવારૂપ આશાતના દ્વારા. (૯) વિનયટીનમ્ = ઉચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા. (૭) ઘોષહીન = ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે વર્ણનો ઘોષ (અવાજ) યથાર્થ નહિ કરવા રૂપ આશાતના દ્વારા. (૮) યોગીનમ્ = વિધિપૂર્વક યોગોદ્વહન નહિ કરવારૂપ આશાતના દ્વારા. (૯) સુહુ દ્રત્તમ્ = (સુકું એટલે અધિક અર્થ કરવો.) ગુરુએ અલ્પ શ્રુતને યોગ્ય સાધુ વગેરેને સુષુ=અધિક સૂત્ર-અર્થ આપ્યું, અર્થાત્ યોગ્યતા ઉપરાંત વધારે ભણાવવારૂપ આશાતના દ્વારા. (૧૦) કુટું પ્રતીષ્ઠિતમ્ = શિષ્ય શ્લેષિત ચિત્તે ગ્રહણ કરવા (ભણવા) રૂપ આશાતના દ્વારા. (૧૧-૧૨) બાસ્કે તા: સ્વાધ્યાય: - છાજે ન ત: સ્વાધ્યાય = સ્વાધ્યાય માટેના નિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધકાળમાં સ્વાધ્યાય ન કર્યો, એમ ઉભય આશાતના દ્વારા. (૧૩-૧૪) સ્વાધ્યાય સ્વાધ્યાયિતમ્ સ્વાધ્યાય રે સ્વાધ્યાયતમ્ = રૂધિરાદિ અશુચિ વિગેરેને કારણે સૂત્રાદિનું પઠનપાઠન વિગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાયિક કહેવાય છે. આવા અસ્વાધ્યાયિક પ્રસંગે સ્વાધ્યાય કરવારૂપ અને એવો પ્રસંગ ન હોય અર્થાત્ સ્વાધ્યાયિક પ્રસંગે સ્વાધ્યાય ન કરવારૂપ આશાતના દ્વારા અસ્વાધ્યાય અંગે વિશેષ વર્ણન અસ્વાધ્યાય-નિર્યુક્તિમાંથી જાણવું.
૧. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ આલંબન જો પવિત્ર હોય તો સ્વાધ્યાય શુદ્ધ, સફળ અને
હિતને માટે થાય છે, માટે અમુક કાળ અને અશુચિ દ્રવ્ય કે શોક સત્તાપથી સંક્લિષ્ટ ભાવવાળું ક્ષેત્ર સ્વાધ્યાય માટે અયોગ્ય હોવાથી તેમાં સ્વાધ્યાય નિષિદ્ધ છે.