________________
૧૦૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
લંબચોરસ, ત્રિકોણ, વલયાકાર, એમ) પાંચ સંસ્થાનો (આકૃતિઓ) શુક્લાદિ પાંચ વર્ણો, બે પ્રકારની ગંધ, મધુરાદિ પાંચ રસ, ગુરુલઘુ વગેરે આઠ સ્પર્શી અને મું.વેદ વગેરે ત્રણ વેદો - આ અઠ્ઠાવીસના અભાવરૂપ અઠ્ઠાવીસ તથા અશરીરિપણું, અસંગપણું, જન્મનો અભાવ એમ ત્રણ મળી એકત્રીસ ગુણો, અથવા આઠ કર્મોની ૩૧ ઉત્તરપ્રકૃતિઓના ક્ષયથી પ્રગટ થયેલા એકત્રીસ ગુણો સમજવા. તે આ રીતે - જ્ઞાનાવરણીય કર્મના પાંચ, દર્શનાવરણીય કર્મના નવ, વેદનીયના બે, મોહનીયના બે (= દર્શન + ચારિત્ર મોહનીય), આયુષ્યના ચાર, નામ કર્મના (શુંભ-અશુભ) બે, ગોત્રના બે અને અંતરાયના પાંચ, આ રીતે એકત્રીસ પ્રકારનાં કર્મોનો ક્ષય થવાથી પ્રગટતા એકત્રીસ ગુણો સમજવા. શિતા યોજાસદે = મન-વચનકાયાની પ્રશસ્તતારૂપ શુભયોગોના સંગ્રહ માટેનાં નિમિત્તો (ઉપાયો) રૂ૫ “આલોચના' વગેરેને યોગસંગ્રહ કહ્યાં છે, તેના બત્રીસ પ્રકારોમાં જે કોઈ અતિચારો સેવ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. તે પ્રકારો આ પ્રમાણે છે - (૧) શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચના દેવી અર્થાત્ નિષ્કપટભાવે પોતાના અપરાધોને કહી જણાવવા. (૨) આચાર્યે પણ શિષ્યોના તે તે અપરાધોને જાણવા છતાં બીજાને નહિ જણાવવા (૩) આપત્તિના પ્રસંગે (દ્રવ્યાદિ ચાર પ્રકારના ઉપસર્ગોમાં) પણ ધર્મમાં દઢતા કેળવવી. (૪) ઉપધાન (વિવિધ ત૫) કરવામાં આલોક-પરલોકનાં સુખોની અપેક્ષા ન રાખવી. (૫) ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષાનું વિધિથી સેવન કરવું. () શરીરનું પ્રતિકર્મ (સુશ્રુષા-શોભા વગેરે) નહિ કરવું. (૭) પોતાનો તપ બીજા જાણે નહિ તેમ ગુપ્ત કરવો. (૮) નિર્લોભતા માટે યત્ન કરવો. (૯) પરીષહો - ઉપસર્ગો આદિનો જય કરવો, સમભાવે સહન કરવાં, દુર્બાન નહિ કરવું. (૧૦) સરળતા રાખવી. (૧૧) સંયમમાં તથા વ્રત વગેરેમાં (મૂલ-ઉત્તર ગુણોમાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા.) (૧૨) સમ્યકત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવું). (૧૩) ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવા). (૧૪) આચારોનું પાલન કરવું. (૧૫) વિનીત બનવું. (૧૬) ધૈર્યવાન થવું (દીનતા નહિ કરવી). (૧૭) સંવેગમાં (મોક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવું. (૧૮) માયાનો ત્યાગ કરવો. (૧૯) દરેક અનુષ્ઠાનોમાં સુંદર વિધિ સાચવવી. (૨૦) સંવર કરવો. (૨૧) આત્માના દોષોનો ઉપસંહાર કરવો ઘટાડવા). (૨૨) સર્વ પૌલિક ઇચ્છાઓના ત્યાગની ભાવના કેળવવી. (૨૩) મૂળગુણોમાં (ચરણ સિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચકખાણ (વધારો) કરવાં. (૨૪) ઉત્તરગુણોમાં (કરણ સિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચકખાણ કરવાં. (૨૫) દ્રવ્ય અને ભાવ ઉભય