________________
શ્રમણ ધર્મ
૧૦૭
ગ્લાન વગેરેની ઔષધાદિથી સેવા ન કરવી. (૭) સાધુને (કે દીક્ષાર્થી ગૃહસ્થને) બળાત્કારે ધર્મભ્રષ્ટ કરવો. (કે દીક્ષામાં અંતરાય કરવો.) (૮) રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગથી વિપરીત પ્રરૂપણા, સાધુ કે ધર્મસાધનોની નિંદા, વગેરે કરીને તેના ઉપર બીજાઓને અરૂચિ-અસદ્ભાવ પેદા કરાવવા દ્વારા સ્વ-પરનો અપકાર કરવો. અર્થાત્ લોકોને જૈનશાસનના દ્વેષી બનાવવા. (૯) કેવલજ્ઞાન છે જ નહિ, અથવા કોઈ કેવલી બને જ નહિ, વગેરે તીર્થકરોની કે કેવલજ્ઞાનીઓની નિંદા કરવી. (૧૦) આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાધુ વર્ગની (કે તેઓનાં જાતિ-જ્ઞાન વગેરેની) નિંદા કરવી. (૧૧) જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરનારા પોતાના ઉપકારી પણ આચાર્યાદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી. (૧૨) પુનઃ પુન: નિમિત્ત કહેવારૂપ અધિકરણ કરવું. અર્થાત્ નિમિત્તો વગેરે કહેવાં. (૧૩) તીર્થનો ભેદ (કુસંપ) કરાવવો. (૧૪) વશીકરણાદિ કરવું. (૧૫) ત્યાગ કરેલા ભોગોની ઇચ્છા કરવી. (૧૬) બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવો. (૧૭) અગ્નિના ધૂમાડામાં ઘણાને ગુંગળાવીને મારી નાખવા. (૧૮) પોતે પાપકર્મ કરીને બીજાને શિરે ચઢાવવું. (૧૯) પોતાના અસદ્ આચરણોને (દોષોને) કપટથી છુપાવી બીજાઓને ઠગવા (પોતાને સદાચારીમાં ગણાવવો). (૨૦) અસદ્ભાવથી, સભામાં સત્ય બોલનારને પણ અસત્ય ઠરાવવો (૨૧) નિત્યકલહ કરાવવો. (૨૨) બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વગેરેમાં લઈ જઈને) તેનું ધન વગેરે લુંટવું. (૨૩) એ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી-લલચાવવી. (૨૪) કુમાર ન હોવા છતાં બીજાની આગળ પોતાને કુમાર તરીકે જણાવવું. (૨૫) એ રીતે બ્રહ્મચારી નહિ હોવા છતાં પોતાને બ્રહ્મચારી જણાવવો. (૨૯) જેની સહાયથી પોતે ધનાઢ્ય થયો હોય તેના ધનનો લોભ કરવો. (૨૭) જેના પ્રભાવથી પોતે લોકમાં પ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને કોઈ પ્રકારે અંતરાય (દુખી) કરવો. (૨૮) રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક વગેરે ઘણા જીવોના નાયકને (રક્ષક-પાલકને) હણવો. (૨૯) દેવોને નહિ દેખવા છતાં કપટથી “હું દેવોને દેખું છું.” એમ કહી અસત્ય પ્રભાવ વધારવો. (૩૦) દેવોની અવજ્ઞા કરવી અર્થાત્ વિષયાંધ દેવોનું શું પ્રયોજન છે ? હું જ દેવ છું.” એમ બીજાઓને જણાવવું. (આ ૩૦ કારણોથી સામાન્યત: આઠે કર્મ બંધાય છે. પરંતુ મોહનીય કર્મની પ્રધાનતાને કારણે તેનું ગ્રહણ કરેલ છે.) ત્રિશતા સિદ્ધવિપુલ = સિદ્ધના એકત્રીસગુણોમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. એકત્રીસ ગુણો આ પ્રમાણે છે (ગોળ, ચોરસ,