________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
તેમાં આચારાંગના ૨૫ અધ્યયનો હોવાથી તે પચીશ અને પ્રકલ્પ (નિશીથ)નાં (૧) ‘ઉદ્ઘાતિમ’ (એટલે ઘટાડી શકાય), (૨) ‘અનુદ્ઘાતિમ’ (એટલે ઘટાડી ન શકાય) અને (૩) ‘આરોપણા' આપેલા પ્રાયશ્ચિત્તમાં દર્પાદિ કા૨ણે વધારો કરી શકાય, એમ (પ્રાયશ્ચિત્ત અને તેને ન્યૂનાધિક ક૨વાનું જેમાં વર્ણન છે તે) ત્રણ અધ્યયનો મળી અઠ્ઠાવીસ પ્રકારો થાય. તેમાં (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા-વિરૂદ્ધ આચરણ વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. જોનત્રિશતા પાપશ્રુતપ્રસો: = પાપના કારણભૂત ૨૯ પાપશ્રુતોનો (ગ્રન્થોનો) પ્રસંગ અર્થાત્ આચરણ, તે પાપશ્રુતોના આચરણથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તે ૨૯ પાપશ્રુતો આ પ્રમાણે છે. (૧-૮) નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગો. (૧) દિવ્ય-વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય. (૨) ઉત્પાત = રૂધિરના વરસાદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૩) આંતરિક્ષ : આકાશમાં થતા ગ્રહોના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૪) ભોમ=ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકારના આધારે ‘આનું આમ થશે’ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય. (૫) અંગ : શરીરની ચેષ્ટા ઉપરથી તેનું ફળ જણાવનાર. (૬) સ્વર: ષડ્ઝ' વગેરે સ્વરોનું સ્વરૂપ (અને પક્ષિઓ વગેરેના સ્વરોનું ફળ) જણાવનાર. (૭) વ્યંજનઃ શરીર ઉપરના મસ-તલ વગેરેનું ફળ જણાવનાર. (૮) લક્ષણ : અંગની રેખાઓ વગેરે ઉપરથી ફળ જણાવનાર. આ આઠ અંગોના પ્રત્યેકના ત્રણ ભેદ (૧) સૂત્ર (= મૂળગ્રંથ) (૨) વૃત્તિ (= મૂળગ્રંથનું સંસ્કૃતમાં વિવરણ) (૩) વાર્દિક (વૃત્તિના કોઈ કોઈ ભાગનું વિશેષ સ્પષ્ટીકરણ) આમ ૮×૩=૨૪ નિમિત્તશાસ્ત્રો, (૨૫) સંગીત શાસ્ત્ર, (૨૭) નૃત્યશાસ્ત્ર, (૨૭) વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), (૨૮) વૈદ્યક (ચિકિત્સા) શાસ્ત્ર, (૨૯) ધનુર્વેદ વગેરે (શસ્ત્રકળાજ્ઞાપક) શાસ્ત્ર. ત્રિશતા મોહનીયસ્થાને: મોહનીય કર્મના બંધના કારણભૂત ૩૦ સ્થાનો સેવવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તે કારણો આ પ્રમાણે છે. (૧) ક્રૂર પરિણામથી સ્ત્રી વગેરે નિર્બળ જીવોને પાણીમાં ડૂબાડીને મારી નાખવા. (૨) હાથથી કે વસ્ત્રાદિથી મુખ બંધ કરીને (ડૂચો દઈને, શ્વાસ ગુંગળાવીને, ગળે ટુંપો દઈને કે એવા કોઈ ક્રૂર પ્રયોગથી) નિર્દયપણે મારી નાખવા. (૩) રોષથી માથે ચામડાની વાઘર વીંટીને (બાંધીને) ખોપરી તોડીને મારી નાખવા. (૪) મોગ૨, હથોડો, ઘણ કે પત્થર વગેરેથી માથું ફોડવું વગેરે ખરાબ મારથી મારી નાખવા. (૫) સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને ૫૨મ આધારભૂત ગણધરાદિ ધર્મના નાયકને (કે ઘણા જીવોને આજીવિકા પૂરનારને) હણવો. (૬) સામર્થ્ય હોવા છતાં નિબઁસ પરિણામથી
૧૦૬
=