________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
વગેરે રાખવા છતાં દોષ મનાતો નથી. (૪થી ૧૦) (૪) આધાકર્મિક, (૫) રાજપિંડ, (૬) ક્રીતપિંડ, (૭) પ્રામિત્યકપિંડ, (૮) અભ્યાહતપિંડ, (૯) આચ્છેદ્યપિંડ અને (૧૦) પ્રત્યાખ્યાત દ્રવ્યભોજન=ત્યાગ કરેલો પિંડ, એ સાત પ્રકારનાં દૂષિતઅકલ્પ્ય દ્રવ્યોને નિષ્કારણ ભોગવવામાં અતિક્રમાદિ ત્રણ દોષો સેવવા તે શબલ. (અહીં પણ વિશિષ્ટ કારણ વિના અતિક્રમાદિ ચારને સેવનાર શબલ નહિ પણ વિરાધક જાણવો.) (૧૧) જ્ઞાનાદિ પ્રયોજન વિના છ મહિનામાં એક ગણથી બીજા ગણની (ગચ્છની) નિશ્રામાં જવું. (૧૨) એક મહિનામાં ત્રણવાર ‘દગલેપ' = નાભિ જેટલા પાણીમાં ઉતરવું. (અહીં અર્ધ જંઘા સુધી પાણીમાં ઉતરવું તે ‘સંઘટ્ટ’, નાભિ સુધી પાણીમાં ઉતરવું તે ‘દગલેપ’ અને એથી વધારે ઊંડુ ઉતરવું તે ‘લેપોપરિ’ કહેવાય છે.) તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર ‘દગલેપ’ ઉતરી શકાય, ત્રણવાર ઉતરે તો શબલ થાય. (૧૩) એક માસમાં ત્રણવાર કપટ-માયા કરવાથી શબલ, અહીં અનાચરણીય આચરીને લજ્જા (-ભયાદિ)થી ગુરુને નહિ કહેવું - છુપાવવું, તે માયા-કપટ સમજવું. (૧૪) ઇરાદાપૂર્વક (હિંસાથી નિરપેક્ષ) એક-બે અથવા ત્રણવાર લીલીવનસ્પતિના અંકુરા વગેરે તોડવા ઇત્યાદિ પ્રાણાતિપાત = હિંસા કરવી. (૧૫) ઇરાદાપૂર્વક એક-બે કે ત્રણવાર અસત્ય બોલવું. (૧૬) ઇરાદાપૂર્વક એક-બે-ત્રણવાર અદત્ત વસ્તુ લેવી. (૧૭) ઇરાદાપૂર્વક ભીની, કીડી-મંકોડી વગેરેનાં ઇંડાવાળી, ત્રસ જીવવાળી કે ચિત્ત-બીજ(કણાદિ)વાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈપણ આંતરા વિના સીધો સંઘટ્ટો થાય તેમ ઉભા રહેવું-બેસવું. (૧૮) ઇરાદાપૂર્વક નિર્ધ્વસ પરિણામથી મૂળ-કંદ-પુષ્પ-ફળ વગેરે લીલી વનસ્પતિનું ભોજન કરવું. (૧૯) એક વર્ષમાં દસવા૨ દગલેપ કરવા. (૨૦) એક વર્ષમાં દસવા૨ કપટ (માયા) કરવું. (૨૧) (ઇરાદાપૂર્વક) સચિત્ત પાણીથી ભીંજાયેલા - ગળતા જળબિંદુવાળા હાથ કે પાત્રવાળા દાતાર પાસેથી વહોરીને વાપરવું. એ એકવીશ પૈકી કોઈ પણ શબલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. વિશત્યા પરીષહેઃ = જેનું સ્વરૂપ આગળ ઉપર મૂળગાથા ૧૨૭ના અર્થમાં કહેવાશે, તે બાવીસ પરિષહોમાં (આર્ત્તધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ત્રયોવિંશત્યા સૂત્રતાધ્યયનેઃ સૂયગડાંગ નામના બીજા અંગના ત્રેવીસ અધ્યયનોમાં અશ્રદ્ધાદિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. “સોહૈં...” ની વ્યાખ્યામાં સોળ અધ્યયોનો કહેલાં, તે ઉપરાંત પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પચ્ચક્ખાણક્રિયા, અનગાર, આર્દ્રકીય અને નાલંદીય એમ સાત મળી ત્રેવીશ જાણવા. ‘વસ્તુવિજ્ઞત્યા લેવે:' = શ્રીઋષભદેવ આદિ ચોવીસ જિનેશ્વરોની વિરાધનાથી અથવા દસ ભવનપતિઓ, આઠ વ્યંતરો, પાંચ
૧૦૪