________________
શ્રમણ ધર્મ
૧૦૩
સ્વ-પરને અસમાધિ પેદા કરનારાં હોવાથી તેને અસમાધિ સ્થાનો કહ્યાં છે. તે વીસ આ પ્રમાણે છે. (૧) જલ્દી-જલ્દી (અયતનાથી) ચાલવું વગેરે. (૨) અપ્રમાર્જિત સ્થાને બેસવું-સુવું ઇત્યાદિ, (૩) જેમ તેમ પ્રમાર્જેલા સ્થાને બેસવું વગેરે. (૪) શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી. (૫) શાસ્ત્રાજ્ઞાથી વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્રાદિ સર્વ ઉપકરણો પણ અધિક વાપરવાં તે દોષ સમજી લેવો.) (ક) રત્નાધિક (વડીલ)નો પરાભવ (અપમાનાદિક) કરવો. (૭) સ્થવિરનો ઉપઘાત (વિનાશ) કરવો. (૮) પૃથ્વીકાયાદિ ભૂતોની એટલે જીવોની હિંસા કરવી. (૯) ક્ષણિક (સંવલન) કોપ કરવો. (૧૦) લાંબા કાળ સુધી ક્રોધને વશ થવું. (૧૧) બીજાનો અવર્ણવાદ બોલવો (નિંદાદિ કરવા). (૧૨) કોઈ દોષિતને પણ વારંવાર “તું ચોર છે, તું દ્રોહી છે, તું કપટી છે.” વગેરે કહેવું. (૧૩) શાંત થયેલા કષાયોની પુન: ઉદીરણા કરવી. (૧૪) શાસ્ત્રનિષિદ્ધ કાળે સ્વાધ્યાય કરવો. (૧૫) હાથ-પગ સચિત્ત રજથી ખરડાયેલા હોવા છતાં પ્રવૃત્તિ કરવી. (૧૬) રાત્રિ વગેરેમાં (દિવસે પણ) અવિવેકથી ઊંચા સ્વરે બોલવું. (૧૭) કલહ (વાકુકેલહ) કરવો. (૧૮) ઝંઝા એટલે ગચ્છમાં (સાધુઓમાં) પરસ્પર ભેદ પડાવવો. (૧૯) સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વગેરે વાપરવાં અને (૨૦) એષણાસમિતિનું પાલન નહિ કરવું. આ વીસ અસમાધિનાં કારણોને સેવવા વગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિક
"एक (इक्क)वीसाए सबलेहिं, बावीसाए परिसहेहिं, तेवीसाए सुअगडज्झयणेहिं, चउवीसाए હિં, પીવીસામાવહિં !”
વ્યાખ્યા : વિશલ્ય વર્તે : = શબલતા એટલે ચારિત્રની (મૂળથી વિરાધના નહિ, પણ) અંદર દોષો સેવારૂપ મલિનતા, તેને કરનારાં એકવીસ નિમિત્તોને શબલ' કહેવાય છે. તે એકવીસ આ પ્રમાણે છે (૧) હસ્તક્રિયા-કરાવવારૂપ અબ્રહ્મનું સેવન. (૨) અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ (દેવ-મનુષ્યતિર્યંચ સંબંધી) ત્રિવિધ મૈથુન સેવન અર્થાતુ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષોનું સેવન. (અહીં નિષ્કારણ અતિક્રમાદિ ચારેયને સેવનારો વિરાધક કહ્યો છે અને કારણે અતિક્રમાદિ ત્રણને સેવનારો શબલ છે એમ ભેદ સમજવો, આગળના ભેદોમાં પણ એ વિવેક સમજવો.) (૩) ભોજનમાં ૧-દિવસનું લીધેલું દિવસે, ૨દિવસનું લાવેલું રાત્રે ૩- રાત્રે લીધેલું દિવસે , ૪ રાત્રે લીધેલું રાત્રે વાપરવું. આ ચાર ભાંગામાં પહેલો ભાંગો શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગા રાત્રિભોજન રૂપ છે, તેને માટે અતિક્રમાદિ દોષો સેવવા તે શબલ જાણવું. ગાઢ કારણે તો જયણાથી રાત્રે સંનિધિ