________________
૧૦ર
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોલાર : ભાગ-૨ વાતુશમિપૂંતા = ભૂત એટલે જીવો અને તેના ‘ગ્રામ' એટેલ સમૂહો, તે ચૌદ જીવસમૂહોમાં તેના અસ્તિત્વ વગેરેની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા કે હિંસાદિ - કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના એકેન્દ્રિયજીવો, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય એમ ત્રણ વિકલેન્દ્રિય જીવો, સંજ્ઞી તથા અસંજ્ઞી એ બે પ્રકારે પંચેન્દ્રિય જીવો, એમ સાત પ્રકારોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદો હોવાથી (૭ ર = ૧૪) ચૌદ પ્રકારના જીવો અથવા ચૌદ ગુણસ્થાનકે વર્તતા ચૌદ પ્રકારના વિશિષ્ટશુદ્ધિ પામેલા જીવો તે “ચોદ ભૂતગ્રામો' સમજવા.
પઝમ: પરમામ: = પંદર પ્રકારના અતિ સક્લિષ્ટ ચિત્તવાળા (પરમા + અધાર્મિવા: =) પરમાધાર્મિક જાતિના (ભવનપતિ નિકાયના) અસુરોને અંગે (અશ્રદ્ધાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. (એ પરમધામિઓ સ્વ-સ્વ નામ પ્રમાણે નારકોને ઘણાં દુ:ખો આપે છે.) પોકશમિયાણો: = જેમાં ‘ગાથા' નામનું અધ્યયન સોળમું (છેલ્લું) છે. તે સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં સોળ અધ્યયનોથી (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. તેનાં નામો આ પ્રમાણે છે. (૧) સમય, (૨) વૈતાલીય, (૩) ઉપસર્ગ પરિજ્ઞા, (૪) સ્ત્રી પરિક્ષા, (૫) નરક વિભક્તિ, (૬) વીરસ્તવ. (૭) (કુશીલોની) કુશીલ પરિભાષા, (૮) વીર્ય, (૯) ધર્મ, (૧૦) સમાધિ, (૧૧) માર્ગ, (૧૨) સમવસરણ, (૧૩) અવિતથ, (૧૪) ગ્રંથ, (૧૫) યદતીત, (૧૯) ગાથા. સતવસંયમ = ચરણ સિત્તરીમાં કહેવાશે તે સત્તર પ્રકારના સંયમથી વિરુદ્ધ (અસંયમને) આચરવા વગેરેથી જે અતિચારો સેવાયા હોય તેનું પ્રતિક્રમણ. ૩ વિવિધ પ્રવ્રળિ= વ્રતાધિકારમાં કહીશું તે અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિ. વોવિંશત્યા જ્ઞાતાધ્યનને = ‘જ્ઞાતાધર્મકથા' નામના છઠ્ઠા અંગસૂત્રના પહેલા શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનોમાં (અશ્રદ્ધા, ઉસૂત્ર પ્રરૂપણા વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. તે અધ્યયનો આ પ્રમાણે છે. (૧) ઊસ્લિપ્તજ્ઞાત, (૨) સંઘાટકજ્ઞાત, (૩) અંડકજ્ઞાત, (૪) કૂર્મજ્ઞાત, (૫) સેલકજ્ઞાત, (૯) તુંબકજ્ઞાત, (૭) રોહિણીજ્ઞાત, (૮) મલ્લિજ્ઞાત, (૯) માકંદિજ્ઞાત, (૧૦) ચંદ્રમજ્ઞાત, (૧૧) દાવદ્રવજ્ઞાત, (૧૨) ઉદકજ્ઞાત, (૧૩) મંડુક્કજ્ઞાત, (૧૪) તેતલીજ્ઞાત, (૧૫) નંદિફળજ્ઞાત, (૧૩) અપરકંટાજ્ઞાત, (૧૭) આકીર્ણજ્ઞાત, (૧૮) સુસુમાજ્ઞાત, (૧૯) પુંડરીકજ્ઞાત. વિરાયા સમાધિસ્થાને = સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા - મોક્ષમાર્ગમાં સ્થિરતા-દઢતા, તેનો અભાવ તે અસમાધિ, તેના સ્થાનો નિમિત્તો તે