________________
શ્રમણ ધર્મ
૭૩
(૩) પાત્રસ્થાપન (૪) ગુચ્છો (૫) પાત્રપ્રતિલેખનિકા : આ ત્રણેનું પ્રમાણ એક વેંત ઉપર ચાર આંગળ (સોળ આંગળનું) કરવું.
તેમાં નીચે-ઉપરના ગુચ્છાઓ ઉનના અને પાત્રની પ્રતિલેખનિકા (પૂર્વે જેનાથી પાત્રપડિલેહણ કરાતું હતું તે) સૌમિક (સૂત્રાઉ) કરવી. (વર્તમાનમાં તેના સ્થાને ચરવળી વપરાય છે.)
() પડલા : પાત્ર ઢાંકવા માટે કપડાના ટુકડા. પડલા ભેગા કર્યા બાદ તેના અંતરે રહેલો સૂર્ય દેખાય નહિ તેવા જાડા અને કેળના ગર્ભ જેવા કોમળ (સુંવાળા) ત્રણ, પાંચ અથવા સાત રાખવા. ગ્રીષ્મઋતુનો કાળ અતિ રૂક્ષ હોવાથી થોડા જ કાળમાં સચિત્ત રજ-પાણી વગેરે અચિત્ત (નિર્જીવ) થઈ જવાનો સંભવ હોવાથી પડલાને ભેદીને રજ વગેરે પાત્રમાં દાખલ થઈ શકે નહિ માટે ગ્રીષ્મઋતુમાં ત્રણ, હેમંતઋતુ સ્નિગ્ધ હોવાથી પૃથ્વીની રજ વગેરે ચૂરાયા વિના અચિત્ત ન થાય માટે તે કાળે પડેલા ભેદવાનો સંભવ હોવાથી ચાર અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ હોવાથી, ઘણા લાંબા સમયે પૃથ્વીરાજ અચિત્ત થાય, આથી પડલા ભેદીને પાત્રમાં પેસવાનો વધુ સંભવ હોવાથી પાંચ પડલા રાખવા. તે પણ અતિસુંદર (નવા) હોય તો આ પ્રમાણ સમજવું. અદ્ધજીર્ણ થયેલા (મધ્યમ) હોય તો ગ્રીષ્મઋતુમાં ચાર, હેમંતમાં પાંચ અને વર્ષાઋતુમાં છ રાખવાં. અતિર્ણ હોય તો ગ્રીષ્મકાળમાં પાંચ, હેમંતમાં છ અને વર્ષાકાળમાં સાતે રાખવા.
પડલાનું એક માપ “અઢી હાથ લાંબા અને છત્રીસ આંગળ પહોળા” એટલું અને બીજું માપ (ખભો અને પાત્ર ઢંકાય તેટલું) પાત્રના અનુસાર અને સ્વ-સ્વ શરીરની ઊંચાઈ-જાડાઈને અનુસારે જોઈએ તેટલું કરવાનું કહ્યું છે.
ઢાંક્યા વિનાના પાત્રમાં પુષ્પ-ફળ-પાણીના છાંટા, સચિત્ત પૃથ્વીકાય, અચિત્ત રેતી કે કોઈવાર આકાશમાંથી (પક્ષી આદિની) વિષ્ટા વગેરે પડે ત્યારે પાત્ર અને આહારની) રક્ષા કરી શકાય, વેદના તીવ્ર ઉદયથી લિંગ ઉત્થાન થાય તે ઢાંકવા માટે પડલાનો ઉપયોગ કરી શકાય છે.
(૭) રજસ્ત્રાણ : પાત્રને બહારથી ચારે બાજુ વીંટતાં નીચે પડઘીથી માંડીને અંદર ચાર આંગળ પહોળું વધે, તે રીતે રજસ્રાણનું માપ રાખવું. રજસ્ત્રાણ રાખવાનું પ્રયોજન એ છે કે ઉષ્ણાદિ કાળમાં ઉંદરો રાત્રે જમીનમાંથી રજનો ઉત્કર (ઢગલો) પાત્રમાં ન ભરે તથા વર્ષાકાળમાં ઠાર (ધુમ્મસ) તથા સચિત્ત રજથી પાત્રનું રક્ષણ થાય. અને તે પ્રતિપાત્ર એક એક રાખવાનું છે.