________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૮-૯-૧૦) ત્રણ કપડા : એક ઉનના અને બે સૂત્રાઉ એમ ત્રણ કપડાનું પ્રમાણ આ છે.
કપડા શરીર પ્રમાણે -અર્થાતુ શરીરે ઓઢીને ખભા ઉપર નાખેલો છેડો રહી શકે, તેટલા-સાડા ત્રણ હાથ લાંબા અને અઢી હાથ પહોળા રાખવા. સ્થવિર કલ્પિક સાધુને તો શરીર પ્રમાણ કે એથી કંઈક મોટા તથા જિનકલ્પિકને અઢી હાથ લાંબા હોય એમ પંચવસ્તુની ટીકામાં જણાવેલ છે.
કપડા હોય તો ઠંડીથી બચવા ઘાસ ન લેવું પડે, અગ્નિની સેવા ન કરવી પડે. નબળા સંઘયણવાળાને ધર્મ-શુક્લ-ધ્યાનમાં સ્થિર રહેવા ઉપયોગી થાય છે. બીમાર તથા મૃતકને ઓઢાડવા પણ જરૂરી છે. ઉનની કામળી કામળીકાળમાં તથા વર્ષાઋતુમાં ગ્લાનાદિના માટે ગોચરી જતી વખતે ઓઢવાથી અપકાયની વિરાધનાથી બચી શકાય છે.
(૧૧) રજોહરણ રજોહરણ દંડાના છેડે દઢ (મજબૂત), મધ્યમાં સ્થિર અને દસીઓના છેડે કોમળ કરવો. તે કામળીના કકડામાંથી જ દસીઓ બનાવીને કરવો. (પૂર્વે પાટો-દસીઓ જુદી નહિ, પણ દસીઓવાળી કામળીના છેડામાંથી પાટા તરીકે કામળીનો અમુક ભાગ અને તેના જ છેડાની (આંતરીની) દસીઓ કરવામાં આવતી હતી.) રસીઓ અને નિશથિયું બંને ગાંઠો વિનાનાં જોઈએ. (વર્તમાનમાં પણ ખરતરાદિ અન્ય ગચ્છોમાં દસીઓને ગાંઠ પાડવામાં આવતી નથી.) અંગુઠાના મધ્યપર્વમાં તર્જની આંગળી રાખતાં વચ્ચેના પોલાણમાં આવી શકે તેટલો જાડો, અર્થાત્ દાંડી અને બે નિશથિયાં (એક સૂત્રાઉ અને બીજું ઉનનું) એ ત્રણ વીંટતાં તેટલો જાડો થાય તેવો અને દોરાના ત્રણ પાશ (આંટાથી) બાંધેલો જોઈએ.
રજોહરણ બત્રીસ આગળ લાંબો કરવો. તેમાં પણ તેની દાંડી ચોવીસ અંગુલ અને દસીઓ આઠ આંગળ અથવા બંન્ને થઈને બત્રીસ આંગળ.
કોઈ વસ્તુ લેતાં-મૂકતાં ભૂમિનું અને વસ્તુનું પ્રમાર્જન કરવા માટે, કાયોત્સર્ગ માટે ઉભા રહેતાં પહેલાં, નીચે બેસતાં પહેલાં અને શયન કરતી વેળાએ, શરીરને સંકોચતાં પહેલાં પ્રમાર્જન કરવા માટે તથા સાધુનું મુખ્ય લિંગ હોવાથી ઉપયોગી છે.
(૧૨) મુખવસ્ત્રિકા : બોલવા વગેરે પ્રસંગે મુખ આગળ રાખવાનું વસ્ત્ર મુખવસ્ત્રિકા છે. તે મુહપત્તિ એક વેંત ચાર આંગળની કરવી અને બીજું પ્રમાણ મુખ