________________
ના યોગોની સ્થિરતા પૂર્વક તે આહારને વાપરતા હતા / ૯ // તે ભિક્ષા લેવા જતાં એવા પ્રભુને રસ્તામાં ભૂખથી વ્યાકુલ જે કાગડા આદિ પ્રાણી
અનાજ - પાણી માટે જમીન ઉપર બેઠેલા દેખાતા હતા તથા બ્રાહ્મણ - અન્યસાધુ - - ભિખારી - અતિથિ - ચંડાલ - બિલાડી અને કુતરા આદિ પ્રાણી કંઈક મલવાની આશાથી ઉભેલા દેખાતા હતા, તેઓને કોઈપણ પ્રકારની બાધા અને અંતરાય પંહોચાડયા વગર પ્રભુ ત્યાંથી ધીરે ધીરે ચાલી જતા હતા અને તે પ્રાણિયોના મનમાં જરા પણ અપ્રીતિ થવા દેતા નહોતા, કુંથુવા આદિ પ્રાણિયોની હિંસા ન કરતા એવા પ્રભુ ભિક્ષા ગ્રહણ કરવા માટે ફરતા હતા // ૧૦-૧૧-૧૨ //
લુખ્ખો - સુકો અને ઠંડો કુલ્થી અથવા જુના તથા નીરસ ધાન્યનો બનેલ આહાર, જેવો પણ પ્રભુને આહાર મળી જતો તેઓ તેમાં સંતોષ માનતા હતા, આહાર મલવાં છતાં પણ અથવા ન મલવાં છતાં પણ પ્રભુ હંમેશા શાંત રહેતા હતા // ૧૩ / - પ્રભુ ઉત્કટુક - ગોદોહિકા - વીરાસન આદિ આસનોમાં બેસીને ધર્મ- શુક્લધ્યાન ધરતા હતા અને તેઓ સ્વયંના અંતઃકરણની શુદ્ધિને દેખતા એવા ઉર્ધ્વ - અધો – અને તિર્યફ આમ ત્રણે લોકના સ્વરૂપનું ચિંતન કરતા હતા . ૧૪ //
પ્રભુ મહાવીર સ્વામી અકષાયી હતા કારણ કે કષાયના ઉદયથી તેઓએ કોઈના પર પણ સ્વયંની ભૂકુટી વાંકી કરી નહોતી, તેઓ શબ્દાદિ વિષયોમાં આસક્ત થતાં નહોતા, અર્થાત્ અનુકૂળ વિષયોમાં રાગ અને પ્રતિકુળતામાં દ્વેષ કરતા નહોતા, તેઓ હંમેશા શુભઅનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેતા હતા, આ પ્રકારે તેઓએ છદ્મસ્થઅવસ્થામાં એકવાર પણ પ્રમાદનું સેવન કરેલ નહોતું / ૧૫ //
સંસારની અસારતા અને તત્ત્વોને સ્વયંમેવ સારી રીતે જાણીને તથા આત્મશુદ્ધિ દ્વારા મન - વચન - કાયાના યોગોને સ્વયંના વશમાં કરીને માયા રહિત અર્થાત્ ક્રોધાદિ કષાય ન કરતા એવા પ્રભુ હંમેશા શાંત તથા પાંચ સમિતિ અને ત્રણગુપ્તિથી યુક્ત હતા . ૧૬ In
પ્રભુ મહાવીરસમીએ પૂર્વોકત પ્રકારથી આચરણ કરેલ હતું, એટલે જ બીજા મોક્ષાર્થી પુરૂષોએ પણ તે જ પ્રકારે આચરણ કરવું જોઈયે એમ શ્રી સુધર્માસ્વામી સ્વયંના શિષ્ય જંબૂસ્વામીને કહે છે. // ૧૭ /
भावार्थ:- ग्राम अथवा नगर में प्रवेश करके भगवान् उद्गम, उत्पादनादि सब दोषों से रहित शुद्ध आहार की गवेषणा करते थे। फिर मन, वचन, काया के योगों की स्थिरता पूर्वक उस आहार का सेवन करते છે ?
શ્રી બાવાર સૂત્ર969696969696969696969696969(૨૪૭)