________________
અમથા -મતિમાનું પરિણા - નિયાણારહિત માહોળ - માહણ મપાવયા પ્રભુ મહાવીરસ્વામીએ વહુલો - અનેક પ્રકારથી જીત - આ વિદી - વિધિનું પુવતો - આચરણ કરેલ હતું એટલે અન્ય મોક્ષાર્થી આત્માઓએ પર્વ - આ પ્રકારે રીતિ - રીતે - આચરણ કરવું જોઈએ. તિ વેમ - આ પ્રમાણે હું કહું છું ૨૩
ભાવાર્થ :- જે પુરૂષ સ્વયં હિંસા નથી કરતો તથા બીજાઓ પાસે પણ કરાવતો નથી તથા જે સ્ત્રિયોના સ્વરૂપને અને તેઓમાં આસકિત કરવાના કારણે જે થવાવાળું પરિણામ છે, તેને જાણે છે, અર્થાત્ સ્ત્રિયો સર્વ પાપોનું કારણ છે કે જે સમજે છે તે જ પરમાર્થદર્શી છે અને તે જ ખરો સંસારના સ્વરૂપનો જાણકાર છે ભગવાને સ્ત્રીના સ્વભાવને જાણીને તેનો ત્યાગ કરેલ હતો માટે જ તેઓ પરમાર્થદર્શી હતા . ૧૭ //
પ્રભુએ આધાકર્મવાળા આહારનું ક્યારેય પણ સેવન કરેલ નહીં કારણ કે તે આધાકર્મ આહાદિના સેવનથી આઠે પ્રકારના કર્મોનો બંધ થાય તે પ્રભુએ દેખેલ છે આ પ્રમાણે જે જે કાર્યોથી પાપ થાય છે એવું પ્રભુએ દેખ્યું અને તે બધાને છોડીને પ્રાસુક સુઝતો આહારનું જ સેવન કરતા હતા / ૧૮ ||
પ્રભુ મહાવીરસ્વામી ઘણા કિંમતી વસ્ત્રોને અથવા બીજાઓના વસ્ત્રોને ધારણ કરતા નહોતા તથા બીજાઓના પાત્રમાં ભોજન કરતા નહોતા ફક્ત પ્રથમ પારણું પાત્રમાં કર્યું, તેઓ અપમાનને ગણકાર્યા વગર અદીનવૃત્તિથી આહાર લેવાના સ્થાનમાં જતાં હતા / ૧૯ / •
પ્રભુ આહાર પાણીના પ્રમાણને જાણતા હતા જેથી તેઓ પ્રમાણ અનુસાર જ આહાર પાણીને ગ્રહણ કરતા હતા, તેઓ આહારના રસોમાં આસકત નહોતા, “આજે હું સિલકેશરીયા લાડવા આદિ મિષ્ટાન્ન જ લઈશ” આવી પ્રતિજ્ઞા કરતા નહોતા પરંતુ નિરસ રસવગરનું કુલ્માષ અડદ, ચણા, વાલ કુલથી આદિના માટે તો અભિગ્રહ ધારણ કરતા જ હતા, પ્રભુએ ક્યારેય ન તો આંખોમાંથી ધૂલી કાઢવા માટેના પ્રયત્નથી આંખને પરિમાર્જિત કરી અને કાષ્ઠ આદિ દ્વારા સ્વયંના અંગોને ખાજ ખણવા માટે પ્રયત્ન કર્યો નથી | ૨૦ ||
માર્ગમાં ચાલતી વખતે પ્રભુ આજુબાજુ - તિછું કે પાછળની બાજુ દેખતા નહોતા પરંતુ સામે રહેલા માર્ગને જ દેખતા એવા જયણા પૂર્વક વિહાર કરતા હતા અને કોઈના દ્વારા પૂછાયેલ છતાં પણ તેઓ બોલતા નહોતા, મૌન રહેતા હતા //ર૧/
પ્રભુ શિશિર ઋતુના આરંભમાં જ તે દેવદૂષ્ય વસ્ત્રનો ત્યાગ કરીને સ્વયંની ભૂજાઓને ફેલાવીને ચાલતા હતા પરંતુ ઠંડીથી પીડિત થઈ ભૂજાઓને સંકુચિત કરતા નહોતા તથા ખભાઓનું અવલંબન પણ લેતા નહોતા . રર
શ્રી બાવાર સૂત્ર 999999999999999 રૂ૨૧)