________________
આપવા લાગે તો જ - તેમાં શ્રદ્ધા ન કરો. આ પ્રકારે મારગે - સાધુ સર્વ - સઘળી પૂi - માયાને વિળયાં - દૂર કરીને સમાધિભાવમાં સ્થિર રહે. / ૨૪ .
સહિં - બધા અર્થોમાં અર્થાત પાંચ પ્રકારના વિષય તથા તેના સાધનભૂત દ્રવ્યોમાં અમુ૭િ - મૂર્શિત ન થતો એવો સાધુ બાઉત્તિર - આયુષ્યના સમયને પારણ - પાર કરે. તિતિવ - તિતિક્ષા અર્થાત્ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવું પH - પરમ પ્રધાન ધર્મ છે. જીવ્યા - આ પ્રમાણે જાણીને સાધુ યશાશક્તિ વિમોહwયાં - વિમોહાન્યતર અર્થાત મોહરહિત ભક્તપરિણા, ઈગિતમરણ અને પાદપોપગમન આ ત્રણમાંથી કોઈ એકનો સ્વિકાર કરે, કારણ કે હિયં - ત્રણેય મરણ હિતકારી છે. રિ લેખ - આ પ્રમાણે હું કહું છું. // ૨૫ //
ભાવાર્થ :- પાદપોપગમન મરણાર્થી સાધુ જીવરહિત સ્થાન પર શરીરને સ્થાપિત કરીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે અને અચલ-મેરૂપર્વતની જેમ સ્થિર થઈને રહે પછી આલોચના આદિ કરીને સ્વયંના શરીરનો ત્યાગ કરે, શરીરનો ત્યાગ કરાયેલા એવા સાધુને જ્યારે કોઈ ઉપસર્ગ યા પરિષહ પ્રાપ્ત થાય ત્યારે તે આ પ્રમાણે ભાવના ભાવે કે આ શરીર ખરેખર મારૂં નથી, કારણ કે મેં તો તેનો ત્યાગ કરી દીધેલ છે. જ્યારે શરીર જ મારૂં નથી તો પછી મને પરિષહ કેવી રીતે થઈ શકે? તે વૈર્યવાનું સાધુ કર્મરૂપી શત્રુઓને વિજય કરવામાં પરિષહોને સ્વયંના સહાયક માને. ll ૨૧ //
જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી જ પરિષહ - ઉપસર્ગ છે. શરીરનો અંત થઈ જશે ત્યારે આ ઉપસર્ગ-પરિષહ નહીં રહે આ પ્રમાણે સમજીને ધીરતાવાળો સાધુ તેને સમભાવપૂર્વક સહન કરે. . રર /
જો કોઈ રાજા અને ચક્રવર્તીરાજા તે સાધુને અત્યંત પ્રમાણમાં કામભોગોનું આમંત્રણ આપે અથવા રાજકન્યા આપવાનું પ્રલોભન આપે તો પણ સાધુ તેની ઈચ્છા ન કરે, આ પ્રકારે આ લોક સંબંધી અને પરલોક સંબંધી કોઈ પણ નિયાણા-નિદાન ન કરે પરંતુ એક માત્ર નિર્જરાની ઈચ્છા રાખતો એવો સ્વયંના ચિત્તને સમાધિસ્થ રાખે. | ૨૩ //
જે ધન જીવન સુધી દાન અને ભોગ કરવાથી નાશ ન થાય એવા શાશ્વત ધનથી જો કોઈ તે સાધુને આમંત્રિત કરે અથવા કોઈ દેવ તે સાધુ પાસે આવીને વિવિધ પ્રકારની ઋદ્ધિ-સમૃદ્ધિ આપવા માટે આમંત્રણ આપે તો પણ સાધુ તેમાં આસક્ત ન બને, આ પ્રકારે જો કોઈ દેવાંગના મુનિને પ્રાર્થના કરે તો તે પ્રાર્થનાને મુનિ સ્વીકારે નહીં, પરંતુ તે સાધુ આ બધાને માયા સમજીને તેનાથી દૂર રહેતો એવો સમાધિભાવમાં સ્થિર રહે. તે ૨૪ ||
(૨૦)થઇથઇથઇથઈથઇથઇથઇથઇથઇથઇ969696@gશ્રી નાવાર સૂત્ર